વિરાટ ગાંગુલી વિવાદ

ટીમ ઈન્ડિયા ટેસ્ટ ટીમ ના કપ્તાન વિરાટ કોહલી એ સ્વેચ્છા એ ટી-૨૦ ની કપ્તાની છોડ્યા બાદ બીસીસીઆઈ એ વિરાટ ને વન-ડે ટીમ | ના કેપ્ટનપદે થી પણ હટાવતા આ બાબતે વિવાદ થયો છે. હવે આ બાબતે બીસીઆઈ અધ્યક્ષ અને પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી ના પરસ્પર વિરોદી બયાનો થી મામલો પેચીદો બની ગયો છે.
હવે ટીમ ઈન્ડિયા જ્યારે પ્રવાસી ન્યુઝિલેન્ડ સામે ની ક્રિકેટ સિરીઝ પૂર્ણ કરી ને આગામી સાઉથ આફ્રિકા ની ટૂર શરુ કરે તે અગાઉ બીસીસીઆઈ એ ટીમ ઈન્ડિયા ની વન-ડે ટીમ ના કપ્તાનપદ થી વિરાટ કોહલી ની હકાલપટ્ટી કરતા ટી-૨૦ અને વન-ડે બન્ને ટીમ નો કપ્તાન રોહિત શર્મા ને બનાવ્યો હતો. જ્યારે ટેસ્ટ ટીમ ના કપ્તાનપદે વિરાટ ચાલુ રહેશે. વિરાટ કોહલી ને દ.આફ્રિકા ની ટૂર અગાઉ જે રીતે વન-ડે ટીમ ના કેપ્ટનપદે થી હટાવ્યો તે બાબતે વિવાદ થતા બોર્ડ ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી એ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે વિરાટ ને વન-ડે ની કેપ્ટનશીપ થી હટાવવા નો નિર્ણય બીસીસીઆઈ અને સિલેક્શન કમિટી એ સાથે મળી ને કર્યો હતો. બીસીપીઆઈ એ વિરાટ ને ટી-૨૦ કેપ્ટનશીપ છોડવા જણાવ્યું ન હતું. વાસ્તવ માં અમે તેને ટી-૨૦ ની કેપ્ટનશીપ છોડવા ની પણ ના પાડી હતી. જો કે વિરાટ પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યો.


બીસીસીઆઈ અને સિલેક્શન કમિટી નું માનવું હતું કે ટી-૨૦ અને વન-ડે અલગ-અલગ કપ્તન રાખી ના શકાય. આથી વિરાટ ને વન-ડે ની કેપ્ટનશીપ થી હટાવી ને ટી-૨૦ અને વન-ડે બન્ને ની કપ્તાની રોહિત શર્મા ને સોંપવા નો નિર્ણય લેવાયો હતો. ઘણી ચર્ચા કર્યા બાદ કમિટી અને બોર્ડ નો આ સંયુક્ત નિર્ણય હતો. સૌરવ ગાંગલી ના ખુલાસા બાદ બુધવારે વિરાટ કોહલી એ યોજેલી પ્રેસ કોફરન્સ માં સ્પષ્ટતા કરી હતી કે સૌ પ્રથમ મેં જબીસીસીઆઈ ને કહ્યું હતું કે હું ટી-૨૦ ટીમ ની કપ્તાની છોડીશ. જ્યારે મેં આમ કહ્યું ત્યારે બોર્ડે મારી આ વાત ને કોઈ પણ સવાલ કર્યા વિના સ્વિકારી લીધી હતી. તેમના માં કોઈ જ સંકોચ ન હતો. કોઈ એ પણ મને કેપ્ટનશીપ જાળવી રાખવા માટે કહ્યું ન હતું. વાસ્તવ માં બોર્ડે કહ્યું હતું કે આ એક સારુ પગલું છે.


આમ હવે વન-ડે ના કપ્તાનપદે થી વિરાટ ને હટાવ્યા બાબતે ગાંગુલી અને કોહલીના પરસ્પર વિરોધી બયાનો સામે આવતા | વિવાદ વધારે વકર્યો છે. લોકમુખે ચર્ચાતી વાતો મુજબ તો જ્યારે કોહલી એ અચાનક ટી-૨૦ ની કપ્તાની છોડવા નો નિર્ણય બોડને જણાવ્યો ત્યારે બોર્ડ કપ્તાની માટે રોહિત શર્મા ની પસ‘દગી કરી. ત્યારે ટી-૨૦ ની કપ્તાની સ્વિકારતી વખતે જ રોહિત શર્મા એ પૂર્વ શરત રાખી હતી કે વન-ડે ની કપ્તાની પણ તેને જ મળશે.

હવે આ મુદ્દે ટીમ ઈન્ડિયા ના પૂર્વ કપ્તાન અને લિજેન્ડરી | ક્રિકેટર સુનિલ ગાવસ્કરે જણાવ્યું હતું કે વિરાટે રાજીનામુ આપ્યું ત્યારે ખોટા શબ્દો ના ઉપયોગ થી બચવું જોઈતું હતું. મેં તેની પોસ્ટ વાંચી હતી જેમાં વિરાટે લખ્યું હતું કે હું વન-ડે અને ટેસ્ટ ટીમ ની કપ્તાની કરતો રહીશ. વાસ્તવ માં આ મુદે વિરાટ એ શબ્દ પ્રયોગ કરવો જોઈતો હતો કે હું વન-ડે અને ટેસ્ટ ટીમ ની કેપ્ટનશીપ માટે ઉપલબ્ધ રહીશ. આમ વિરાટે ખોટા શબ્દપ્રયોગ ના ઉપયોગ થી બચવું જોઈતું હતું. વળી હવે અત્યારે જે રીતે વિરાટ એ નિવેદન આપ્યું છે એ મુદ્દે હવે સૌરવ ગાંગુલી એ સ્પષ્ટતા કરવા ની જરુર છે. ગાવસ્કર નું આ નિવેદન વિરાટ કોહલી ની પ્રેસ કોન્ફરન્સ પછી આવ્યું હતું. વળી પોતાના ઈન્ટર્વ્યૂ માં સુનિલ ગાવસ્કરે જણાવ્યું હતું કે સિલેક્શન કમિટી એ કોહલી ને વન-ડે ટીમ ના કપ્તાન પદે થી હટાવતા અગાઉ જાણકારી આપી હતી. આથી હવે આ બાબતે વિવાદ થવો ના જોઈએ. ખેલાડીઓ એ આવા તમામ વિવાદો થી દૂર રહેવું જોઈએ અને પોતા ના તેમ જ ટીમ ના પ્રદર્શન ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. વિરાટ ની પ્રેસ કોન્ફરન્સ બાદ અધ્યક્ષ સૌરવ ગાંગુલી નારાજ છે જ્યારે બીસીરૂ આઈ અસમંજસ માં છે. જો આ મામલે બોર્ડ કોઈ નિવેદન બહાર પાડશે તો તે ટેસ્ટ ટીમ ના કપ્તાન ની વિરુધ્ધ માં જશે જેની સીધી અસર વિરાટ સહિત ટીમ ઉપર પડશે. જો બોર્ડ મૌન રહે છે તો અધ્યક્ષ સામે સવાલ ઉભા થાય છે. આમ બોર્ડ અસમંજસ માં છે. જો કે આ સમગ્ર વિવાદ ઉપર કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુર એ દરમ્યિાનગિરી કરતા કહ્યું હતું કે ક્રિકેટ ની રમત મહાન છે. ક્રિકેટ થી મહાન કોઈ નથી. આ દરમિયાન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતા ટેસ્ટ ટીમ માં થી બહાર થયા ના સમાચાર પણ સૂચક મનાય છે.

Leave a Reply

Your email address will not be published.