શ્રીનગર માં બસ ઉપર આતંકી હુમલો
૧૩ મી ડિસેમ્બરે જ્યારે એક તરફ ભારત ના પ્રધાનમંત્રી કાશી વિશ્વનાથ ધામ કોરિડોર નું લોકાર્પણ કરી રહ્યા હતા ત્યારે જમ્મુ-કાશ્મિર ના શ્રીનગર માં સશસ્ત્ર આતકવાદીઓ એ પોલિસ ની બસ ઉપર આતંકી હુમલો કર્યો હતો. આ આતંકી હુમલા માં ત્રણ પોલિસકર્મીઓ શહીદ થયા હતા જ્યારે એક આતંકવાદી ઘાયલ થયો હતો.
શ્રીનગર માં ત્રણ આતંકવાદીઓ એ ૨૫ પોલિસકર્મીઓ ને લઈ ને જતી બસ ઉપર અંધાધૂંધ ફાયરિંગ શરુ કરી દીધું હતું. જૈશ એ મોહમ્મદ ના ત્રણ આતંગીઓ એ સ્થાનિક લોકો સાથે મળી ને પોલિસવાન ઉપર આતંકી હુમલો કર્યો હતો. આતંકીઓ નો પ્રયાસ હથિયારો છિનવી લેવા નો હતો. જો કે અચાનક થયેલા આતંકી હુમલા ની પોલિસે પણ અસરકારક જવાબ આપતા હુમલાખોરો હથિયારો ઝૂંટવવા ના પોતાના મિશન માં કામિયાબ રહ્યા ન હતા. પોલિસ ની જવાબી કાર્યવાહી માં એક આતકી ઘાયલ થયો હતો. ત્રાટકેલા ત્રણ આતંકીઓ પૈકી ૨ વિદેશી અને એક સ્થાનિક આતંકી હતો. ઘાયલ આતંકવાદી ના લોહી ના નિશાન ઉપર થી તે પમ્પોર થઈ ને ત્રાલ વિસ્તાર તરફ ભાગ્યો હોવાનું મનાય છે જે બસ ઉપર આતંકી હુમલો કરાયો તે બસ માં સશસ્ત્ર રિઝર્વ ફોર્સ ની ૯ મી બટાલિયન ના ર૫ પોલિસકર્મીઓ સવાર હતા. સાંજે લગભગ છ વાગ્યે જેવન પાસે આતંકવાદીઓ એ પોલિસ વેન ઉપર હુમલો કર્યો હતો. જે રીતે ભારતે ગોળીબારી સાથે હુમલો કરાયો તે જોતા લાગે છે કે આ યોજનપબધ્ધ આતંકી હુમલો હતો. આ આતંકવાદી હુમલા પછી કાશ્મિર ઘાટી માં અને ખાસ કરી ને શ્રીનગર માં આટલો કડક પોલિસ બંદોબસ્ત અને કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતા કેવી રીતે આ હુમલો થયો? કેવી રીતે આતંકવાદીઓ પોલિસ બસ ની નજીક પહોંચી ગયા અને હુમલો કરી ને ભાગી છૂટવા માં પણ સફળ રહ્યા તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.
શહીદ ત્રણેય પોલિસ જવાનો ને રાજકીય સન્માન અને શ્રધ્ધાંજલી અર્પવા માં આવી હતી. આઈજીપી વિજયકુમાર ના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો દ્વારા પહેલાથી જ હુમલા ના સ્થળ ની રેકી કરાઈ હતી. સંપૂર્ણ આયોજનબધ્ધ હુમલો કરાયો હતો. આ આતંકી હુમલા બાદ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ હુમલા ની જવાબદારી લીધી હતી. આઈજીપી વિજયક_માર ના જણાવ્યા અનુસાર હવે થી પોલિસ ના આવાગમન માટે બુલેટપ્રુફ બસો આપવામાં આવશે. જમ્મુ-કાશ્મિર ના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબુબા મુતિ એ આતંકી હુમલા ની નિંદા કરતા મૃતક જવાનો ને શ્રધ્ધાંજલી પણ આપી હતી. સાથોસાથ કેન્દ્ર સરકાર ને નિશાને લેતા કાશ્મિર માં શાંતિ ના દાવા પોકળ પૂરવાર થયા નું જણાવ્યું હતું. આ હુમલા ની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ ના જૂથ કાશ્મિર ટાઈગરૂ | લીધી હતી. સુરક્ષા દળો એ પૂછ ના સારનકોટ માં આતંકીઓ ને પડકાર્યા છે. બન્ને તરફ થી ભિષણ ગોળીબારો ચાલી રહ્યા છે જેમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષાદળો ને પૂંછ માં ર થી ૩ આતંકવાદીઓ છૂપાયા હોવા ની માહિતી મળ્યા બાદ ૧૬ રાષ્ટ્રીય રાયફલ્સ અને સ્પે. ઓપરેશન ગૃપ ની સંયુક્ત ટીમ આ ઓપરેશન ચલાવી રહી છે.