શ્રી દોશી ને રિબા ગોલ્ડ મેડલ

ભારત ના સુવિખ્યાત આર્કિટેક અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ નામના ધરાવનાર ૯૪ વર્ષીય બાલકૃષ્ણ દોશી કે જેઓ આક્રિટેક ક્ષેત્ર ના નોબલ પ્રાઈઝ ગણાતા પ્રિન્ઝકર પ્રાઈઝ થી પણ સન્માનિત છે તેમને ધ રોયલ ઈન્સ્ટિટ્યુટ ઓફ બ્રિટિશ આર્કિટેક (રિબા) એ પણ ગોલ્ડ મેડલ થી સન્માનિત કર્યા છે. રિબા ગોલ્ડ મેડલ થી સન્માનિત થનારા આખા વિશ્વ માં તેઓ ૧૭૩ માં વ્યક્તિ છે. આ યુ.કે.નું આર્કિટેક ક્ષેત્ર નું સવચ્ચ સન્માન છે. શ્રી દોશી પાછલા ૭0વર્ષોથી ઉત્કૃષ્ટ ઈમારતો અને સ્થાનો ને ડિઝાઈન કરવા માટે રિબા એવોર્ડ માટે પસંદગી પામ્યા હતા. રિબા ગોલ્ડ મેડલ કમિટી ના જણાવ્યા પ્રમાણે બાલકૃષ્ણ દોશી એ ભારત માં આર્કિટેક્સર ની દિશા નિર્ધારીત કરવા માં પોતા નો અમૂલ્ય ફાળો આપ્યો છે. તેઓ એ ભૌતિક અર્થતંત્ર સાથે લાવણ્ય અને સુંદરતા ની આર્કિટેક્સરલ ભાષા માટે હિમાયત કરી છે. લો કોસ્ટ પ્રોજેક્ટસ માટે જાણિતા બાલકૃષ્ણભાઈ દોશી એ દેશ ની આઝાદી બાદ સૌથી પ્રભાવી આર્કિટેક તરીકે નામના મેળવી હતી. તેઓ એ પોતાની કારકિર્દી માં ૧૦૦ થી વધારે અગ્રગણ્ય પ્રોજેક્ટસ કર્યા છે. ભણતર બાદ મુંબઈ માં તાલિમ લીધી. ત્યાર બાદ પેરિસ ની જાણિતી આર્કિટેક્ટર ફર્મ લે કોમ્યુઝિયર સાથે ચાર વર્ષ કામ કર્યું. ૧૯૫૪ માં પોતાની કળા ની આળખ વતન ને આપવા પાછા ભારત આવ્યા. ૧૯૫૬ માં અમદાવાદ માં વાસ્ત[શિલ્પ આધારીત સંસ્થા સ્થાપી તેમણે લુઈસ કાન અને અનંતરાજે ની સાથે મળી ને અમદાવાદ ની ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ કેમપ્સ ની ડિઝાઈન બનાવી હતી. અમદાવાદ માં મિલ ઓનર્સ એસોસિએશન બિલ્ડીંગ, હુસેન દોશી ગુફા, ઉપરાંત અમદાવાદ અને ચંદીગઢ માં આર્કિટેક્ટર ના અનેક ઉત્કૃષ્ટ ઉદાહરણો સ્થાપ્યા. ૧૯૨૭ માં પૂર્ણ માં જન્મેલા બાલકૃષ્ણભાઈ દોશી ને ૨૦૧૮ માં આર્કિટેક્ટ ક્ષેત્ર નો નોબલ પ્રાઈઝ ગણાતા. સૌથી પ્રતિષ્ઠિત પ્રિન્ઝકર એવોર્ડ થી પણ સન્માનિત કરાયા હતા.