સમાચારો સંક્ષિપ્ત માં

-કોરોના વાયરસ નો પ્રતિકાર કરવા વેક્સિન ઉપરાંત તમારી ઈમ્યુનિટી વધારવાનો દાવો કરતી નીતનવી દવાઓ વિશ્વભરમાં આવી રહી છે. અમેરિકાના પેન્સિલ્વેનિયા યુનિ. ના હેન્રી ડેનિયલ ના જણાવ્યા પ્રમાણે વૈજ્ઞાનિકો અમુક છોડ દ્વારા તૈયાર કરાયેલી પ્રોટીનયુક્ત મ્યુઇંગમ બનાવી રહ્યા થે જે કોરોનાનું સંક્રમણ અટકાવશે. કોરોના લાળગ્રંથિ થી જ ફેલાય છે આથી સંક્રમિત વ્યક્તિ જ્યારે છીંક કે ખાંસી ખાય અથવા બોલ ત્યારે વાયરસ ફેલાય છે. જો કે હવે પ્રોટીનયુક્ત વ્યુઇંગમ લાળમાં જ વાયરસને ન્યુટ્રલ કરી દેશે જેનથિી આ વાયરસનું સંક્રમણ ફેલાવાના બદલે ત્યાં જ અટકી જશે. હાલમાં વૈજ્ઞાનિકોની ટીમ ક્લિનીકલ ટ્રાયલની મંજુરી મેળવવા પ્રયત્નશીલ છે.

– વિશ્વમાં નવા ઓમિકોન વેરિયેન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા ના વડાપ્રધાન સ્કોટ મોરિસન પણ સંક્રમિત બન્યા છે. મંગળવારે તેમના થયેલા કોવિડ ટેસ્ટમાં તેઓ કોરોના પોઝિટીવ હોવાની પુષ્ટિ થઈ હતી. તેઓએ શુક્રવારે સિડનીની એક શાળાના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. જયાં ૧૦૦૦ લોકોની મેદની હતી. કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી સ્કોટ મોરિસન પણ પોઝીટીવ આવ્યા હતા.

– અમેરિકામાં પણ મોટી ટેક કંપનીઓ ઉપર કાબુ મેળવવાની સંસદ ની કાર્યવાહી મંથર ગતિએ ચાલે છે. આનું મુખ્ય કારણ આ વિષયમાં સાંસદોની અજ્ઞાનતા છે. જો કે બન્ને પ્રમુખ પાર્ટીઓના સાંસદો વચ્ચે એ બાબતે પણ સહમતિ નથી કે ગ્રાહકોનાહિતની સુરક્ષા સાથે વ્યવસાયને પણ કઈ રીતે પ્રોત્સાહન આપી શકાય. યુઝરની પ્રાઈવસી મજબૂત બનાવવા હરિફાઈ વધારવા અને ખોટી માહિતી રોકવા સંબંધિત ડઝનબંધ બિલો સંસદમાં અટકેલા પડ્યા છે.

– ટેસ્લા ઇંક અને સ્પેસ એક્સ ના માલિક એલન મસ્કને ટાઈમ મેગેઝીનએ પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરતા જ તેના વિરોધમાં હોબાળો મચી ગયો છે. આનો વિરોધ કરનારાઓ એ જણાવ્યું હતું કે આ પસંદગી ખોટી કરાઈ છે. જ્યુરીએ એવા માણસને પસંદ કર્યો છે જેનું ટેક્સ અને કોરોના મુદ્દેનું વલણ વાહિયાત અને એક ઉદ્યોગપતિ તરીકે યુનિયનોના વિરોધવાળું વલણ રહ્યું છે.

– દુનિયાના સૌથી ઠંડા વિસ્તાર સાઈબેરીયામાંથી પસાર થતા નોર્ધન સી-રુટ ને ૮ જહાજો ના કાફલાએ સફળતાપૂર્વક પસાર કરી દીધો હતો. ઈતિહાસમાં ડિરૂ સેમ્બર માસમાં આવું પ્રથમવાર બન્યું છે – ૪૦ ડિગ્રી જેવું તાપમાન ધરાવતા આ પ્રદેશને શિયાળામાં વિશ્વનો સૌથી દુર્ગમ દરિયાઈ માર્ગ ગણવામાં આવે છે. અમુક જગ્યાએ તો દરિયાનું થીજેલું પાણી ના ૩ ફૂટથી જાડા બરફના થરને આઈસબ્રોકરથી કાપવા પડ્યા હતા.

– પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ ની ઓપનિંગ સેરેમની પરંપરાગત રીતે સ્ટેડિયમ માં યોજવાના બદલે શહેરની વચ્ચોવચ નદીમાં થશે. પેરિસના એફિલ ટાવર પાસે સીન નદીમાં ૨૦૦ થી વધુ દેશોના ખેલાડીઓ અને અધિકારીઓ ૧૬૦ બોટ્સમાં પરંપરગત પરેડમાં સામેલ થશે. ઓલિમ્પિકના ઈતિહાસની આ પ્રથમ ઘટના છે કે જ્યારે ઓપનીંગ સેરેમની અને પરેટ સ્ટેડિયમની બહાર થશે.

– પાકિસ્તાને ફરી એકવાર તાલિબાન મામલે | વિવાદીત પગલુ ભર્યું છે. ઈસ્લામાબાદમાં ૧૯ મી ડિસેમ્બરે યોજાઈ રહેલી ઓ… નાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ ની બેઠકમાં અફઘાનિસ્તાન ના તાલિબાન ને આમંત્રણ અપાયું છે. આ સમિટમાં વર્લ્ડ બેન્ક અને અન્ય કેટલાક વૈશ્વિક સંગઠનો ને પણ બોલાવાયા છે. જો કે આ મામલે કોઈ ઈસ્લામિક દેશ કે અન્ય આમંત્રિતો ની પ્રતિક્રિયા આવી નથી.

– પાટનગરી નવી દિલ્હીમાં વિપડી એકતા મજબૂત કરવા માટે કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ શ્રીમતિ સોનિયા ગાંધીના નિવાસ્થાને પ્રમુખ વિપક્ષી દળોના નેતાઓની મિટીંગ થઈ હતી. તેમની વચ્ચે થયેલી ચર્ચા વખતે ટીએમસી ના અધ્યક્ષ અને પ.બ‘ગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને પણ ફરી સમજાવવા અને સામેલ કરાવવાની જવાબદારી એનસીપી નેતા શરદ પવારને સોંપાયાનું જાણવા મળે છે.

– ભારતીય ઉદ્યોગપતિએ, પ્રોફેશનલ્સ તેમજ વિદ્યાર્થીઓમાં વિદેશમાં સ્થાયી થવાનો ક્રેઝ વધતો જાય છે. છેલ્લા સાત વર્ષોમાં ૮.૫ લાખથી અધિક લોકોએ વિદેશી નાગરિકતા સ્વિકારી ને ભારત ની નાગરિકતા છોડી દીધી છે. જ્યારે કોરોના મહામારી પછીના પાછલા માત્ર ૯ માસમાં જ એક લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી વિદેશમાં સ્થાયી થઈ ગયા છે.

-લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ દિલ્હી સ્પેશ્યિલ પોલિસ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા બિલ-૨૦૨૨ પસાર થઈ ગયું છે. હવે આ બીલ વિતેલા દિવસોમાં અમલી બનવાયેલા વટહુકમ નું સ્થાન લેશે. આ સુધારા બિલ બાદ હવે સીબીઆઈ અને આઈડી ના વડાનો કાર્યકાળ પ વર્ષ સુધી વધારી શકાશે. હાલમાં આમાં મર્યાદા બે વર્ષ પૂરતી જ હતી.

– ટીએમસી અધ્યક્ષ અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી એ આગામી ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને શરુ કરેલા ભારતભ્રમણ તેમ જ અનેક રાજ્યોના વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓને ટીએમસીમાં સમાવ્યા બાદ હવે કહ્યું છે કે ટીએમસીના નેતૃત્વ માં ભાજપા વિરોધી ગઠબંધનમાં કોંગ્રેસ સામેલ થાય. આ ઉપરાંત તેમણે કોંગ્રેસને માલિકીની માનસિકતા છોડવા પણ અનુરોધ કર્યો હતો. આ વખતે તેમણે ટીએમસીનો અર્થ ટેમ્પલ, મોસ્ક અને ચર્ચ જણાવ્યો હતો.

– ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરીમાં ખેડૂતો મામલે થયેલી હિંસાની તપાસ માટે રચવામાં આવેલી સીટ એ આ ઘટના ને સુઆયોજીત ષડયંત્ર ગણાવ્યું છે. સીટ ના તપાસ અધિકારીઓએ આરોપીઓ સામે કલમો વધારવા માટે પણ કોર્ટને જણાવ્યું હતું. કોટે હવે આ મામલે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા – ટેની ના પત્ર આશિષ મિશ્રા સામે હત્યાના પ્રયાસની કલમો લગાવવાનો પણ આદેશ આપ્યો છે. આમ હવે આશિષ અને અન્ય ૧૪ આરોપીઓ સામે હત્યા અને ગુનાઈત ષડયંત્રનો પણ કેસ ચલાવવામાં આવશે. આશિષ મિશ્રાની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published.