સરઘાર માં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

વડતાલ તાબા ના સરઘાર સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી નો કાર્યક્રમ ૧૦ મી ડિસે.થી શરુ થયો હતો. ચોથા દિવસે પ્રાતઃ મુહુર્ત માં વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રરૂ પાદજી મહારાજ ના વરદ હસ્તે મંદિર માં ૪૦ કિલો ના સોના ના સિંહાસન ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણ ની મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માં આવી હતી.
સા૨ ઘાર ખાતે ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારયણ એ અહીં મોટું શિખરબંધ મંદિર થશે તેવા આશીર્વાદ આપ્યા હતા. સ્વામિશ્રી નિત્યસ્વરુપદાસજી ના પ્રેરક માર્ગદર્શન હેઠળ ૭૦ હજાર ઘનફૂટ બં પહાકપૂર ગુલાબી પથ્થરો થકી ૧૫૫ ફૂટ ની લંબાઈ, ૧૭૫ ફૂટ ની પહોળાઈ તથા ૮૬ ફૂટ ની ઉંચાઈ ધરાવતું વિશાળ પાંચ શિખરયુક્ત શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવાયું છે.સરઘાર સ્વામિનારાયણ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ માં રવિવારે ત્રીજા દિવસે ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો હતો.

મહોત્સવ નીજગ્યા એ ૨૦૦ એકર જમીન માં રોશની નો જગમગાટ કરાયો હતો. એક સાથે ૩૦૦૦ થી વધુ રંગબેરંગી લાઈટ તેમ જ ૭૫ હજાર વોટ ની સિસ્ટમ સાથે રવિવારે રાત્રે સાઉન્ડ એન્ડ લાઈટ શો યોજાયો હતો. જેમાં ૧ લાખ થી વધુ હરિભક્તો જોડાયા હતા. જ્યારે શનિવારે ૧૦૦૮ કુંડી શ્રીહરિ મહાયજ્ઞ નો પ્રારંભ કરાયો હતો જેને યજમાનો તથા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આહુતિ અપાઈ હતી. સ્થાનિક પ્રાસવિક તળાવ માં સુંદરઘાટ નું ઉદ્ઘાટન તથા જાહેર જનતા માટે નૌકાવિહાર નું પણ લોકાર્પણ કરાયું હતું. હવે મંગળવારે સરઘાર ધામ માં ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવવા માં આવશે. ૧૫ મી ડિસે. ના રોજ મહામંત્ર પ્રાગટ્ય તથા ૧૬ મી ડિસે.એ અન્નકૂટ મહોત્સવ, રાત્રે સત્સંગ તથા હાસ્ય દરબાર યોજાશે જ્યારે ૧૭ મી ડિસે. એ રાસોત્સવ તથા ફૂલડોલોત્સવ અને કિર્તન ભક્તિ ના કાર્યક્રમો યોજાશે. જ્યારે અંત માં ૧૮ મી ડિસે. એ મધ્યાહને બપોરે ૧૨ વાગ્યે મહોત્સવ નું સમાપન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *