સાઉદી એ મુકયો તબ્લીગી જમાત પર પ્રતિબંધ

સાઉદી અરેબિયન સરકારે સુશી સંગઠન તબ્લીગી જમાત ને દેશ માં પ્રવેશવા ઉપર ન માત્ર પ્રતિબંધ મુક્યો છે, પરંતુ આ સંગઠન ને આતંકવાદ નું દ્વાર ગણાવ્યું હતું.
સાઉદી સરકારે ત્યાં ના મૌલાનઓ ને આદેશ આપ્યો છે કે આ સંગઠન સમાજ માટે જોખમી છે. આથી મસ્જિદો માં શુક્રવાર ના ઉપદેશ માં લોકો ને ચેતવણી આપવા નું અને સાવચેત કરવા નું શરુ કરી દો. સાઉદી સરકાર આ સમગ્ર બાબત ને ખૂબ ગંભીરતા થી લઈ રહી છે. આથી જ દેશ ના ઈસ્લામિક બાબત ના મંત્રલયે આ આદેશ બાદ એક પછી એક ટ્વિટ કરવા ના શરુ કરી દીધા હતા. આવા જ એક ટ્વિટ માં જણાવાયું હતું કે આવા સંગઠનો એ નિર્દોષ લોકો ને પોતાના માર્ગે થી ભટકાવ્યા છે અને આ એક ખતરા ની ઘંટડી સમાન છે. સરકારે ધાર્મિક લોકો ને, પ્રજાજનો ને એમ સમજાવવા જણાવ્યું છે કે આ સંગઠન કેવી રીતે સમાજ માટે જોખમી છે. તબ્લીગી જમાત સંગઠન કેટલું મોટું છે તેનો એ બાબત થી ખ્યાલ આવે છે કે દુનિયાભર માં તેના ૩૫ થી ૪૦ કરોડ અનુયાયીઓ છે. સાઉદી સરકાર ના જણાવ્યા મુજબ આમ તો આ સંગઠન દાવો કરે છે કે તેમનું ધ્યાન ફક્ત ધર્મ ઉપર છે અને તે રાજકારણ અને દલાલબાજી થી દૂર જ રહે છે, પરંતુ વાસ્તવ માં તેમના આવા દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. તબ્લીગી જમાત એક સુન્ની ઈસ્લામિક મિશનરી સંગઠન છે. આ સંગઠન મુસલમાનો ને સુન્ની ઈસ્લામ માં પરત વાળવા નું તેમ જ આ અંગે ના ધાર્મિક ઉપદેશો આપવા નું કામ કરે છે. તે એક બહુ જૂનુ રુઢિવાદી સંગઠન છે. પરંતુ ધીરે ધીરે હવે તેની પહોંચ વિશ્વ ના મુસ્લિમ વસ્તી ધરાવતા તમામ દેશો માં થઈ ચૂકી છે. સાઉદી એ તબ્લીગી જમાત ઉપર આકરા પગલા લેતા સરકારે જમાત ના લોકો ને આગામી શુક્રવાર ની નમાજ પહેલા મસ્જિદો ખાલી કરવા ની ચેતવણી આપી દીધી હતી. ભારત માં આ સંગઠન ૧૯૨૬ માં અસ્તિત્વ માં આવ્યું હતું. કોરોના મહામારી વખતે દિલ્હી ના નિજામુદ્દીન જમાતખાના માં લોકડાઉન ના નિયમો નો ભંગ કરી ને હજારો જાતિઓ ને રાખવા બદલ જ્યારે સરકારે ભારત ના જમાત ના નેતા સાદ ની ધરપકડ કરવા આદેશો કર્યા ત્યારે કહેવાતા લુટિયન્સ અને સેક્યુલારીઝમ નો ઢોલ પિટનારાઓ એ આમ કરવા ને ઈસ્લામોફોબિયા ગણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.