સુરો ની સરગમ ના ૮ દાયકા

ભારત ની સ્વર કિન્નરી લતા | મંગેશકર એ ૯૨ વર્ષ ની ઉંમરે પોતાની સુરો | ની સરગમ ની કેરિયર ના ૮ દાયકા પૂર્ણ કર્યા છે. ૧૯૪૧ માં પ્રથમવાર સુડિયો માં ગીત રેકર્ડ કરાવ્યા ને ૮૦ વર્ષ પુરા થયા છે. આ દરમિયાન લતાજી એ ૩૬ ભાષાઓ માં ૫૦ હજાર ગીતો ગાયા છે.
લ ત ! ! મંગેશકર એ આ પ્રસંગે સોશ્યિલ મિડીયા માં મુકેલી પોસ્ટ માં જણાવ્યું છે કે ૧૬ ડિસે. ૧૯૪૧ | ના રોજ ઈશ્વર, પૂજ્ય | માઈ તથા બાબા ના આશિર્વાદ લઈ ને મેં રેડિયો માટે પહેલીવાર ટુડીયો માં ર ગીત | ગાયા હતા. આજે આ વાત ને ૮૦ વર્ષો પુરા થઈ રહ્યા છે. આ ૮૦ વર્ષો માં મને જનતા નો જે અસીમ પ્રેમ, આશિર્વાદ મળ્યા, મને વિશ્વાસ છે કે તમારો પ્રેમ તથા આશિર્વાદ આ રીતે | હંમેશા મળતા રહેશે. ૨૮ સપ્ટે. ૧૯૨૯ ના | મધ્યપ્રદેશ ઈન્દોર માં જન્મેલા લતા મંગેશકર ના પિતા દિનાનાથ મંગેશકર થિયેટર આર્ટિસ્ટ તથા ગાયક હતા. ૧૯૪૧ માં રેડિયો ઉપર ગાયા બાદ ૧૯૪૨ માં મરાઠી ફિલ્મ પહલી મંગલાગૌર માં પ્રથમ વખત પ્લેબેક સિંગીંગ કર્યું.

બોલિવુડ માં ૧૯૪૭ માં ફિલ્મ આપ કી સેવા થી પદાર્પણ કર્યું. તેમની ગાયકી ની યાત્રા અવિરત ૨૦૧૫ સુધી ચાલી જ્યારે નિખિલ કામ થની ફિલ્મ કુન્નો વાસ ૨ માં તેમણે છેલ્લીવાર ફિલ્મ માટે ગીત ગાયું. તેમની આ સુરો ની યાત્રા માં જુદી જુદી ૩૬ ભાષાઓ માં ૫૦ હજાર ગીતો ગાયા છે. લતાજી એ તેમણે સ્ટેજ ઉપર ગાયેલા પ્રથમ ગીત માટે તેમને ૨૫ રૂ. મળ્યા હતા. પરંતુ ૧૯૪૨ માં માત્ર ૧૩ વર્ષ ની ઉંમરે તેમના પિતા દિનાનાથ મંગેશકર નું અવસન થતા પરિવાર ની મોટી પુત્રી હોવાના નાતે સમગ્ર પરિવાર ની જવાબદારી તેમના માથે આવી ગઈ. પરિવાર માં માતા તથા બહેનો આશા, ઉષા અને મીના તથા ભાઈ હૃદયનાથ હતા. આ સૌના ઉછેર માટે લતાજી આજીવન કુંવારા જ રહ્યા. સૌ ભાઈ-બહેનો એ સંગીત માં જ પોત ની કારકિર્દી બનાવી. લતાજી એ અડધો ડઝન વખત ફિલ્મફેર એવોર્ડ, ત્રણ વખત નેશનલ એવોર્ડ, ૧૯૬૯ માં પદ્મભૂષણ, ૧૯૮૯ માં બોલિવુડ નો સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે એવોર્ડ, ૧૯૯૭ માં રાજીવ ગાંધી એવોર્ડ, ૧૯૯૯ માં પદ્મવિભૂષણ અને ૨૦૦૧ મામ ભારત ના સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર ભારત રત્ન થી સન્માનવા માં આવ્યા હતા. આમ આયુ ની ૯૨ મા વર્ષે ભારત ની સ્વર કિન્નરી લતા મંગેશકર ૧૬ મી ડિસે. ૨૦૨૧ ના રોજ પોતાની ગાયકી ની સફર ના ૮ દાયકા અર્થાત કે ૮૦ વર્ષો પૂર્ણ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.