હરનાઝ સંધુ મિસ યુનિવર્સ – ૨૦૨૧
૧૨ મી ડિસેમ્બરે ઈઝરાયેલ માં આયોજીત ૭૦ મી મિસ યુનિવર્સ સ્પર્ધા જીતી ને ભારત ની હરનાઝ સંધુ મિસ યુનિવર્સ ૨૦૨૧ બની હતી. આ વૈશ્વિક સ્પર્ધા માં ૮૦ દેશો એ ભાગ લીધો હતો. જેમાં ૭૯ દેશો ની પ્રતિભાશાળી અને સુંદર પ્રતિસ્પર્ધીઓ ને હરાવી ને હરના તાજ જીત્યો હતો.
ભારત ના ફાળે ફરી એક વાર મિસ યુનિવર્સ નો તાજ ૨૧ વર્ષો પછી આવ્યો છે. આ અગાઉ વર્ષ 2000 માં ભારત ની જ લારા દત્તા મિસ યુનિવર્સ બની હતી. તેના છ વર્ષ અગાઉ ૧૯૯૪ માં સુસ્મિતા સેન મિસ યુનિવર્સ બની હતી. જ્યારે હવે ૨૦૨૧ માં હરનાઝ ને તાજ મળ્યો છે. સુસ્મિતા સેન અને લારા દત્તા બાદ માં બોલિવુડમાં એન્ટ્રી કરી ને હાલ માં જાણિતી એક્સેસીસ બની ચૂકી છે. આ સ્પર્ધા ના પ્રિલિમિનરી રાઉન્ડ માં અન્ય પ્રતિસ્પર્ધીઓ ને પાછળ છોડી ને હરનાઝે ટોપ-૩ માં સ્થાન મેળવ્યું હતું. ટોપ-૩ માં ભારત ઉપરાંત દ.આફ્રિકા અને પેરુગ્ધ ના પ્રતિસ્પર્ધીઓ હતા. હરનાઝ ને સવાલ પૂછાયો હતો કે આજના સમય માં પ્રેશર નો સામનો કરતી યુવતિઓ ને તમે શું સલાહ આપશો. જેના પ્રત્યુત્તર માં હરનાઝ એ કહ્યું હતું કે આજ ની યુવા પેઢી સામે સૌથી મોટું દબાણ પોતાના ઉપર જ ભરોસો કરવા ના મુદ્દે છે. યુવતિઓ એ હવે આત્મવિશ્વાસ સાથે માનવું પડશે કે તમે અદ્વિતિય છો અને આજ વસ્તુ તેમને સૌથી સુંદર બનાવશે. તમારી સરખામણી બીજા સાથે કરવા નું બંધ કરો.
બહાર નિકળો પોતાના માટે સ્ટેન્ડ લો. કારણ કે તમે જ પોતાની લાઈફ ના લીડર છો. મને પોતાની ઉપર વિશ્વાસ છે અને એટલે જ અહીં ઉભી છું. હરનાઝ ના આ જવાબ તેના અન્ય બે પ્રતિસ્પર્ધી થી તેનો વિજેતા બનવાનો માર્ગ અંકિત કર્યો હતો. હરનાઝ એ આ અગાઉ ભારત માં પણ રાષ્ટ્રીય કક્ષાએ ઘણા એવોર્ડ જીત્યા છે. સૌ પ્રથમ ૨૦૧૭ માં ટાઈમ્સ ફ્રેશ ફેસ મિસ ચંદીગઢ, વર્ષ ૨૦૧૮ માં મિસ મોક્સ ઈમેજિંગ સ્ટાર, વર્ષ ૨૦૧૯ માં ફેમિના મિસ ઈન્ડિયા – પંજાબ અને હવે ૨૦૨૧ માં મિસ યુનિવર્સ ઈન્ડિયા.
હરનાઝ ને મિસ યુનિવર્સ નો તાજ મેકિસકો ની પૂર્વ મિસ યુનિવર્સ ૨૦૨૦ એન્ડ્રિયા મેઝા એ પહેરાવ્યો હતો. જ્યારે આ કાર્યક્રમ દરમ્યિાન ભારતીય અભિનેત્રી દિયા મિર્ઝા પણ પહોંચી હતી. જ્યારે બોલિવુડ એક્ટસ ઉર્વશી રૌતેલા ને મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ ના જજ બનવા ની તક મળી હતી. આમ હરનાઝા સંધુ મિસ યુનિવર્સ ૨૦૨૧ જીતી છે.