હોન્ડા ના ટુ હિલર્સ માં મેઈડ ઈન ગુજરાત એન્જિના
ગ્લોબલ ઓટોમોબાઈલ કંપની અને હોન્ડા મોટર્સ ની સબસિડીયરી હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (એચએમએસઆઈ) ભારત માં અને અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, જાપાન, થાઈલેન્ડ અને ખાડી ના દેશો માં વેચાતા તેના ૨૫૦ સીસી અને વધુ ના ટુ વ્હિલર્સ ના એન્જિન અમદાવાદ ના વિઠ્ઠલાપુર માં આવેલા પોતાના પ્રોડક્શન યુનિટ માં બનાવશે.
ભારત માં હાલ એચએમએસઆઈ ટુ વ્હિલર્સ ના એન્જિન નું ઉત્પાદન કરે છે. અમદાવાદ ના વિઠ્ઠલાપુર ના પ્રોડક્શન યુનિટ માં અત્યાર સુધી ભારત ની જરુરિયાત મુજબ ના એન્જિન નું ઉત્પાદન કરવા માં આવતું હતું. પરંતુ હવે વિશ્વભર માં પેટ્રોલ ના ભાવ વધવા થી સુવ્હિલર્સ ની માંગ માં થયેલા વધારા ના પગલે હોન્ડા એ સમગ્ર વિશ્વ માં પોતાની વિકાસ કામગિરી વધારવા નો નિર્ણય કર્યો છે. આથી અમદાવાદ ના વિઠ્ઠલાપુર પ્રોડક્શન યુનિટ માં વધારા ના ૧૩૫ કરોડ ના રોકાણ સાથે કંપની સ્થાનિક તેમ જ આંતરરાષ્ટLય એમ બન્ને બજારો માટે તેના આ પ્લાન્ટ માં થી મિડ સાઈઝ ફન મોડલ એન્જિન નું ઉત્પાદન કરશે. એચએમએસઆઈ ના મેનેજિંગ ડિરેક્ટર પ્રેસિડેન્ટ અને સીઈઓ આસુશઈ ઓગાતા ના જણાવ્યા પ્રમાણે શરુઆત માં એક વર્ષ માં ૫૦ હજાર એન્જિન યુનિટ ના ઉત્પાદન નો લક્ષ્યાંક છે. આ ઉત્પાદન ક્ષમતા બજાર ની માંગ મુજબ વધારવા માં આવશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ભારત માં બીએસવીઆઈ નિયમન નો અમલ શરુ થતા અમે આ વિઝન ને હાંસલ કરવા ની નજીક માં છીએ. આંતરરાષ્ટ્રીય ધાર| ધોરણ ધરાવતા ઢી ઉત્પાદનો બનAી વવા આ નવી ‘ વિસ્તરણ સુવિધાએ ચએ મને – આઈ ને વિશ્વ માટે ભારત માં નિર્માણ ની અમારી દિશા ને મજબૂત કરવા ની અને ઉત્પદિન ક્ષમતા વિકસાવવા ની સુવિધા આવશે. એચએમએસઆઈ ના ચીફ પ્રોડક્શન ઓફિસર અને ડિરેક્ટર ઈકિરો શિમોકોવા એ કહ્યું હતું કે આજે ગ્લોબલ લાઈન ઓફ સાથે આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ના ધારાધોરણ અને નિકાસ ક્ષમતા ને નવી ઊંચાઈ એ લઈ જશે. આ વિસ્તરણ ના ભાગરુપે અમે મશીનીંગ, એન્જિન એસેબ્લી, અદ્યતન સ્ટોરેજ સિસ્ટમ જેવા ઉત્પાદન ના વિવિધ તબક્કાઓ ની વિશેષ પ્રક્રિયા પ્રસ્તુત કરી છે. આ પ્રોડક્શન યુનિટ શ્રેષ્ઠ ટેકનોલોજી, કુશળ મેનપાવર અને પાયા ની ક્ષમતા જેવા પરિબળો ગુણવત્તા ના સર્વોચ્ચ ધારાધોરણો સુનિશ્ચિત કરશે.