૧૦ દેશો પાસે જૈવિક હથિયારો
એક સમયે યુધ્ધ માં પરમાણુ હથિયારો ની બોલબાલા હતી. હજુ આજે પણ છે પરંતુ હવે તેની ઉપર અનેક પ્રતિબંધો લાગ્યા બાદ નવા અને વધુ ખતરનાક હથિયાર તરીકે જૈવિક હથિયારો ઘાતક મનાય છે. આ સદીઓ જુના જીવાણુઓ થી લડાતા યુધ્ધ ને જૈવિક યુધ્ધ અથવા બાયોલોજિકલ વૉર કહે છે. જૈવિક હથિયારો નો પ્રથમ ઉપયોગ ૧૭૪૭ માં થયો હતો. ત્યારે મોંગોલ સેના એ પ્લેગ થી સંક્રમિત મૃતદેહો કાફા (હાલ ના યુક્રેન ના ફ્યુડોસિયા) ખાતે બ્લેક સી ના કિનારે ફેંકી દીધા હતા. ત્યાર બાદ જહાજો માં ત્યાં ગયેલા પ્રવાસીઓ મોટાપાયે સંક્રમિત થઈ ને ઈટાલિ પરત આવ્યા હતા. જેના થી ફેલાયેલી બ્લેક ડેથ મહામારી ના કારણે યુરોપ માં ચાર વર્ષ માં અઢી કરોડ માણસો ના મૃત્યુ થયા હતા. ત્યાર બાદ ૧૭૧૦ માં સ્વિડન ની સેના સામે લડી રહેલી રશિયન સેના એ તેમને ચારે તરફ થી ઘેરી ને તેમની ઉપર પ્લેગ થી સંક્રમિત શબો ફેંક્યા હતા. ૧૭૬૩ માં બ્રિટીશ સેના એ પણ પિટસબર્ગ માં ડેલાવર ઈન્ડિયનો ને ઘેરી ને તેમની ઉપર અછબડા થી સંક્રમિત ધાબળા ફેંક્યા હતા. આ ઉપરાંત પ્રથમ વિશ્વયુદ્ધ માં જર્મની એ એન્વેક્સ પાવડર નો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત રશિયા ને નબળું પાડવા પિટ્સબર્ગ માં પ્લેગ ફેલાવવા નો પ્રયાસ કરાયો હતો. જ્યારે જાપાન એ સોવિયેત સેના ને પાણી પુરુ પાડતી પાઈપો માં ટાઈફોઈડ ના જીવાણુઓ ભેળવી દીધા હતા. આ યુદ્ધ માં પ્રથમ વખત બન્ને પક્ષો તરફ થી જૈવિક હથિયારો નો ઉપયોગ થયો હતો. જો કે વિશ્વયુદ્ધ માં જૈવિક હથિયારો ના ઉપયોગ પછી વિશ્વ ના મોટાભાગ ના દેશો એ તેની ઉપર રોક લગાવવા માટે જિનિવા પ્રોટોકોલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. જો કે શીત યુધ્ધ ના સમય માં અમેરિકા અને રશિયા ઉપરસંત તેમના સાથી દેશો એ પણ મોટાપાયે જૈવિક હથિયારો નો ઉપયોગ કર્યો હતો. આખરે આને રોકવા ૧૯૭૨માં બાયોલોજિકલ વેપન્સ કન્વેન્શન થયું હતું અને ૧૯૭૫ માં તેને લાગુ કરાયું હતું. જો કે ત્યાર બાદ પણ ઈરાક ઉપર જૈવિક હથિયારો ના કથિત ઉત્પાદન ની શંકા ઉપર થી જ અમેરિકા અને બ્રિટને ઈરાક ઉપર ચડાઈ કરી યુધ્ધ આદર્યું હતું. આ ઉપરાંત સિરિયા ના સરમુખત્યારી શાસક અસદ ના સૈન્ય એ પણ વિદ્રોહી બળવાખોરો ઉપર જૈવિક હથિયાર – ઝેરી ગેસ નો ઉપયોગ કર્યા નું કહેવાય છે. જૈવિક હથિયાર કે બાયોલોજિકલ વેરફેર જેટલા જ ખતરનાક કેમિકલ વેપન્સ પણ છે. જો કે બાયોલોજિકલ વેપન્સ ધરાવતા સંભવિત દેશો ની યાદી માં ઈરાક, ઈરાન, નોર્થ કોરિયા, ચીન, રશિયા અને લિબિયા પ્રમુખ છે. જો કે હજ સુધી જાહેર ના થયેલા અજાણ્યા દેશો પણ હોવા ની સંભવિતતા નકારાતી નથી. કારણ કે તેનું ઉત્પાદન કાં તો ફેક્ટરી માં કરી શકાય છે અથવા તો લેબ માં. હવે લેબ તો લગભગ વિશ્વ ના તમામ દેશો માં હોય છે. આથી કોઈ ગુપચુપ આમ કરી ને છુપાવી રાખ્યું હોય તે સંભાવના નકારાતી નથી. અમેરિકા માં ૧૯૬૯માં તત્કાલિન રાષ્ટ્રપતિ રિયર્ડ નિક્સને એક્ઝિક્યુટીવ ઓર્ડર બહાર પાડી ને અમેરિકા માં કાર્યરત તેમ જ નિર્માણાધીન તમામ બાયોલોજિકલ વેપન્સ કાર્યક્રમો નો અંત લાવવા જણાવ્યું હતું જેનો ૧૯૭૨ માં સંપૂર્ણપણે અમલ કરાયો હતો. જો કે વર્તમાન સમય માં પણ ફેલાયેલા ઈબોલા વાયરસ કે કોરોના મહામારી ફેલાવાયા હોવા ના આરોપો લાગતા રહે છે. કોરોના ફેલાવવા માટે ચીન ઉપર ઘણા એ આરોપો લગાવ્યા હતા કે આ મહામારી નો વાયરસ નો ઉપયોગ જૈવિક હથિયાર ની માફક થયો હતો. જો કે કમનસીબે આ બાબત ના કોઈ મજબૂત પુરાવા જે આ આરોપ સાબિત કરે, તે હજુ સુધી મળ્યા નથી.
ભારતે હજુ સુધી આવા જૈવિક હથિયાર નથી બનાવ્યા પરંતુ ભારત ના બાહોશ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને હાલ માં જ દેશ ના ૪૦ વર્ષો સુધી સેવા કર્યા બાદ શહીદી ને વરેલા બિપીન રાવત એ પોતાના અપમૃત્યુ ના થોડા દિવ અગાઉ જ આ અંગે બોલતા રાષ્ટ્ર ને સાવચેત કરતા કહ્યું હતું કે “ભવિષ્ય માં જૈવિક હથિયાર થી પણ સાવધાન રહેવું પડશે.” આ પ્રકાર ના શસ્ત્રો બનાવવા માટે વિશ્વ માં ઘણા દેશો બદનામ છે. જો કે આ યાદી માં સર્વોચ્ચ સ્થાને ચીન નો નંબર આવે છે. ભારત-ચીન ના સરહદી વિવાદ અને સરહદે બન્ને સૈન્યો ના લાંબા સમય સુધી સ્ટેન્ડ ઓફ માં રહ્યા બાદ ની સ્થિતિ માં ભારત ની ત્રણેય સેના ના સીડીએસ રાવત નું નિવેદન અતિ સૂચક મનાય છે. જો કે કમનસીબે નિવેદન કર્યા ને થોડા સમય બાદ જ હેલિકોપ્ટર ક્રેશ ની ઘટના માં તેમનું નિધન થયું હતું.