૨૦૨૨ થી માનવી ને બ્રેઈન ચીપ : મસ્ક

આધુનિક વિજ્ઞાન દિન પ્રતિદિન અકલ્પનીય પ્રગતિ કરી રહ્યુ છે. ટેસ્લા અને સ્પેસ એક્સ ના માલિક અને બ્રેન ઈન્ટરફેસ ટેકનોલોજી કંપની ન્યુરાલિંક ના સીઈઓ એલન મસ્ક ના જણાવ્યા પ્રમાણે તેમની કંપની ૨૦૨૨ માં પોતાની બ્રેન ચીપ નું મનુષ્યો ઉપર પરીક્ષણ શરુ કરશે.
વોલ સ્ટ્રીટ જર્નલ ની સીઈ આ કટિન્સિલ સમીટ માં બોલતા આ અબજોપતિ ઉદ્યોગપતિ એ આવી જાહ રાતા કરતા કહ્યું હતું કે આ નું વાનરો ઉપર સફળ પરીક્ષણ થઈ ચુક્યુ છે અને તે સંપૂર્ણ પણે સુરક્ષિત છે. હાલ માં તેઓ હવે મનુષ્યો ઉપર પરીક્ષણ શરુ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ની મંજુરી ની રાહ જોઈ રહ્યા છે. આ મંજુરી મળતા જ સૌ પ્રથમ ટેટ્રાપ્લાનીક ક્લાડ્રિપ્લેષ્કિસ જેવી કરોડરજજુ ના હાડકા માં ગંભીર ઈજા ધરાવતા લોકો આ ચીપ મેળવી શકશે. વાસ્તવમાં ન્યુરાલિંક એ એવું ન્યુરલ ઈમ્પાલન્ટ બનાવ્યું છે –

વિકસીત કર્યું છે જે કોઈ પણ જાત ના બહાર ના હાર્ડવેર વગર મગજ ની અંદર ચાલતી ગતિવિધિઓ ને વાયરલેસ થી પ્રસારીત કરી શકે છે. આ શોધ થી આશાવાદી એલન મસ્કે જણાવ્યું હતું કે મને લાગે છે કે અમારી પાસે એવા વ્યક્તિઓ ને તાકાત આપવા ની તક છે જે નથી ચાલી શકતા કે નથી પોતાના હાથ થી કોઈ કામ કરી શકતા. ચાલુ વર્ષ ૯ મી એપ્રિલ ૨૦૨૧ ના રોજ ન્યુરલિંક એ એક વાનર માં પોતા ની બ્રેઈન ચીપ લગાવી હતી. તેની મદદ થી વાનર પોતાના મગજ નો ઉપયોગ કરી ને આરામ થી પોંગ નાસ ની વિડીયો ગેમ રમી શકે છે. વાનર ના મગજ માં લગાવાયેલી ચીપ એ આ ડિવાઈસ રમતી વખતે ન્યુરોન્સ ફાયરીંગ ની માહિતી આપી હતી. જેનથિી તે શીખી શક્યો કે આ રમત કઈ રીતે રમવા ની છે. અને આગળ કેવી ચાલ ચાલવા ની છે. એલન મસ્ક ના જણાવ્યા પ્રમાણે ચીપ લગાવ્યા બાદ પણ વાનર તદ્દન નોર્મલ જ લાગતો હતો પરંતુ હવે તે ટેલિપથિક કમાન્ડ પ્રમાણે વિડીયો ગેમ રમી શકતો હતો. હવે આ જ રીતે આ ચીપ દર્દી મનુષ્ય માં લગાવી ને તેને આ જ રીતે ટેલિપથિક કમાન્ડ દ્વારા રોગગ્રસ્ત એરિયા એ રોગ ના જીવાણુઓ સામે અસરકારક રીતે લડવા ની તેમ જ કરોજરજુ ક્ષતિગ્રસ્ત થતા મગજ સુધી સંદેશા ના પહોંચી શકતા હોય તેનથી છૂટકારો મળી શકશે.

Leave a Reply

Your email address will not be published.