આઈપીએલ નું મેગા ઓક્શન

બીસીસીઆઈ ના મહત્તમ કમાણી કરી આપનાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત આઈપીએલ ની આગામી વર્ષે યોજાનારી આઈપીએલ-૨૦૨૨ નું મેગા ઓશન ફેબ્રુઆરી ૧૧ મી અને ૧૩ મી એ બેંગ્લરમાં યોજાશે. આ ઓક્શન બે દિવસ ચાલશે. આ વખતનું ઓક્શન મેગા ઓક્શન એટલા માટે હશે કારણ કે આ વખતે ઓક્શનમાં ૮ રેગ્યુલર ટીમો ઉપરાંત અમદાવાદ અને લખનૌ ની એમ બે ટીમના ઉમેરા સાથે કુલ ૧૦ ટીમો ભાગ લેશે. આર.પી. – સંજીવ ગોયન્કા ગૃ ૫ એ ૭૦૯૦ કરોડમાં લખનૌ ટીમની ફેંચાઈઝી મેળવી છે. ગોયન્કા ગૃપે આ અગાઉ ૨૦૧૬ અને ૨૦૧૭ માં રાઈઝીંગ પૂણે જાયન્ટ્સની ટીમ મેળવી હતી. જ્યારે સીવીસી કેપિટલ્સ એ ૫૧૬૬ કરોડ રૂ. માં અમદાવાદની ટીમ મેળવી હતી.

હવે આ બન્ને નવી ટીમો તેમના ખિસ્સમાં ૯૦ કરોડ રૂા. જ્યારે પંજાબ કિંગ્સ-૭૨ કરોડ, રાજસ્થાન-૬૨ કરોડ, હૈદરાબાદ ૬૮ કરોડ જ્યારે સૌથી ઓછા ૪૭.૫૦ કરોડ સાથે દિલ્હી એકરામમાં ઉતરશે. હવે અમદાવાદ અને લખન ની ફેંચાઈઝીઓને કપ્તાન સહિત આખી ટીમ બનાવવાની છે. મિડીયા રિપોર્ટસ પ્રમાણે લોકેશ રાહુલ એ પંજાબ કિંગ્સને અગાઉથી જ પોતાને મુક્ત કરવા જણાવ્યું હતું. ૨૦૧૮ માં પંજાબ કિંગ્સ એ તેને ૧૧ કરોડમાં ખરીદ્યો હતો. હવે અત્યારે ચર્ચાતી વાતો મુજબ લખનૌ એ રાહુલને ટીમ જોઈન કરવા ૨૦ કરોડ રૂા. અને કપ્તાની ઓફર કરી છે. હવે જો ઓક્શન દરયિાન રાહુલ આ ઓફર સાથે જાય છે તો તે આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી બની જશે. હાલમાં મુંબઈ ઈન્ડિયન્સે પોતાના કપ્તન રોહિત શર્મા ને વન-ડે અને ટી-૨૦ની ટીમ ઈન્ડિયાની કપ્તાની મળતા તેના ગત સિઝનના ૧૫ કરોડમાં ૧ કરોડના ઉમેરા સાથે ૧૬ કરોડમાં રિટર્ન કર્યો છે.જ્યારે અમદાવાદની ટીમ શ્રેયસ ઐય્યર, હાર્દિક પંડ્યા અને ડેવિડ વોર્નર ઉપર દાવ લગાવી શકે છે.

આ અગાઉ શ્રેયસ ઐય્યર દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલો હતો. તેણે ૨૦૧૯ માં દિલ્હીને પ્લે ઓફ માં પહોંચાડી હતી. જ્યારે ૨૦૨૦ માં પણ તેની ટીમ રનર અપ હતી. આમ અમદાવાદની ટીમ એય્યર ને ટીમમાં લઈ, કેપ્ટન બનાવી તેના અનુભવનો લાભ લઈ શકે છે. જ્યારે ગત આઈપીએલમાં ખરાબ ફોર્મ માં રહેલા વોર્નરને હૈદરાબાદ એરિટેન કર્યો ન હતો. પરંતુ ત્યારબાદ ટી-૨૦ વર્લ્ડકપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનવા ઉપરાંત એશિઝ માં પણ સારી બેટીંગ કરી રહ્યો હોવાથી અમદાવાદ સહિત ઘણી ટીમો તેને પોતાની ટીમમાં સમાવવા ઈચ્છશે. જ્યારે ગુજરાતી હાર્દિક પંડ્યાને મુંબઈએ રિટેન કર્યો ના હોવાથી તે ઓક્શનમાં ઉપલબ્ધ છે. એક મેચ વિનિંગ બેટ્સમેન અને ઓલરાઉન્ડર તરીકે બેશક અમદાવાદની ટીમ તેને પણ ટીમમાં લેવા ઈચ્છશે. આ ઉપરાંત આ વખતે રાશિદ ખાન, ચહલ ઉપર પણ સારી ધનવર્ષા થઈ શકે છે.જ્યારે રિટેન થનારા ખેલાડીઓમાં પણ વેંકટેશ ઐય્યર ઉમરાન મલિક, ઋતુરાજ ગાયકવાડને ઘણા સારા પૈસા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published.