ઈસ્લામાબાદ માં ઓઆઈસી ની બેઠક

પાકિસ્તાને પાટનગરી ઈસ્લામાબાદ માં બોલાવેલી ઓ… નાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (એઆઈસી) ની ત્રિદિવસીય બેઠક માં પાકિસ્તાન નો ફિયાકો થયો હતો. એઆઈસી ના ૪૭ દેશો પૈકી માત્ર ૨૪ દેશો એ જ આમંત્રણ સ્વિકાર્યું હતું. આ બેઠક બો લાવ વા પાછળ નો પાકિસ્તાન નો એક માત્ર ઉદેશ્ય અફઘાનિસ્તાન ના નામે પોતાના માટે પણ પૈસા ઉઘરાવવા નો હતો.


આતંકવાદ ને પ્રોત્સાહન, પ્રશિક્ષણ અને પોષણ આપવા માટે બદનામ પાકિસ્તાન માં જ અત્યારે ટીટીપી અને અન્ય આતંકવાદી સંગઠનો નો આતંકી હુમલા નો સરકાર ને એટલો ભય છે કે દેશ ની પાટનગરી ઈસ્લામાબાદ માં ચાર દિવસ મોબાઈલ સેવા ઠપ્પ રહેશે. પાકિસ્તાન સરકારે ૧૮ અને ૧૯ ડિસે. એ રજા જાહેર કરી દીધી છે. જ્યારે ગૃહમંત્રી શેખ રાશિદ એ ૨૦ મી તારીખે પણ રજા જાહેર કરવા ની ભલામણ કરી હતી. મોબાઈલ ઉપરાંત લેન્ડ લાઈન પણ બંધ કરવા ના મિડીયા રિપોર્ટસ આવ્યા હતા.

ઉપરાંત એવું મનાય છે કે ફોન સેવા સાથે ઈન્ટરનેટ પણ ઈસ્લામાબાદ માં ચાર દિવસ બંધ રહેશે. ૧૯૬૭ ના આરબ-ઈઝરગયેલ યુધ્ધ બાદ ૧૯૭૧ માં ઓ આઈસી ‘ ની સ્થાપના થઈ હતી. શરુઆતમાં તેમાં ૩૦ સભ્ય દેશો હતા. અત્યારે ૫૭ દેશો તેના સભ્યો છે જેની કુલ આબ| દી ૧૮૦ કરોડ છે. ઓઆઈસી ની આ મિટીંગ માં તથા સામાન્ય રીતે દરેક મિટીંગ માં અધ્યક્ષતા સાઉદી અરેબિયા ની રહેતી હોય છે. પાકિસ્તાને આ વખતે ઓઆઈસી ની બેઠક માં અફઘાન શાસક તાલિબાનો ને પણ આમંત્રણ આપ્યું હતું. અફઘાનિસ્તાન ઓઆઈસી નું સભ્ય નથી. ૧૯ મી ડિસે. ની મુખ્ય મિટીંગ માં યજમાન પાકિસ્તાન ના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકા નું નામ લીધા વગર તેના ઉપર પ્રહારો કરતા પોત|ાના સંબોધન માં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન ની સમસ્યા માનવસર્જિત છે તેનો સમયસર ઉકેલ નહીં લાવવા માં આવે તો તબાહી સર્જાશે.

તેમણે અમેરિકા ને આગ્રહ કર્યો હતો કે ચાર કરોડ અફઘાન નાગરિકો ને તાલિબાન થી અલગ કરી ને જુઓ અને તાત્કાલિક માનવીય સહાય મોકલવા માટે કાર્યવાહી કરે. અફઘાનિસ્તાન અંગે વાત કરતા ઈમરાન ખાન નિયાઝી એ ફરી પાકિસ્તાન ના નુક્સાન નો રાગ પણ આલાપ્યો હતો. તેણે કહ્યું હતું કે વિશ્વ એ તે ભૂલવું ના જોઈએ કે અફઘાન યુધ્ધ માં પાકિસ્તાન ના પણ ૮૦ હજાર નાગરિકો માર્યા ગયા હતા. તેમ જ અમારા અર્થતંત્ર ને પણ પારાવાર નુક્સાન થયું હતું. આમ આખરે કટોરા ખાને ઓઆઈસી ની બેઠક માં પણ આદત મુજબ કટોરો આગળ કરી દીધો હતો.


તાલિબાન તરફ થી વચગાળા ના વિદેશમંત્રી અમિર મુત્તાકડી એ કહ્યું હતું કે હવે વિશ્વ એ અમારા શાસન ને માન્યતા આપવા માટે ખચકાવું ના જોઈએ. આ અમારો હક્ક છે, જે અમને મળવો જોઈએ. તેના થી બેહાલ અફઘાન જનતા ને હાલ ની પરેશાનીઓ માં થી મુક્ત થવા માં મદદ મળશે. તદુપરાંત પાકિસાન ના સહયોગી દેશ અને જે દેશ ને પણ અમેરિકા ના આકરા પ્રતિબંધો ઉપરાંત એફએટીએફ ના ગ્રેલિસ્ટ માં સામેલ કરાયું છે તેવા તુર્કી ના વિદેશમંત્રી મેલુત ક્યુસોત્રુ એ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાન ને મદદ કરવી આપણું

Leave a Reply

Your email address will not be published.