એજાઝ ન્યુઝિલેન્ડ ટીમ માં થી વ્હાર

વિશ્વભર માં ક્રિકેટ ચાહકો ને ઘણી વખત ટીમસિલેક્ટરો ના નિર્ણયો ચોંકાવતા રહે છે. હાલ માં જ ભારત-ન્યુઝિલેન્ડ સિરીઝ દરયિાન મુંબઈ ટેસ્ટ માં આખી ઈન્ડિયન ટીમ ને એકલા હાથે આઉટ કરી ૧૦ વિકેટો ઝડપનાર એજાઝ પટેલ ને બાંગ્લાદેશ સામે ની ટેસ્ટ ટીમ માં થી વ્હાર કરી દેવાયો હતો. પ્ર વા સી ન્યુઝિલેન્ડ અને ટીમ ઈન્ડિયા વચ્ચે ની મુંબઈ ટેસ્ટ માં સ્પિનર એજાઝ પટેલ ને ન્યુઝિલેન્ડ માં આગામી પ્રવાસી બાંગ્લાદેશ સામે ની ઘરઆ’ગણે રમાનારી ટેસ્ટ સિરીઝ માં થી બાકાત કરી દેવાયો હતો. ટીમ ઈન્ડિયા ની એક જ દાવ માં દશે દશ વિકેટ ઝડપી ને તેણે તરખાટ મચાવી દીધો હતો. આવી સિદ્ધિ મેળવનાર તે વિશ્વ નો ત્રીજો ક્રિકેટર છે.

જો કે આમ છતા સિલેક્ટરો એ ઘરઆંગણે પ્રવાસી બાંગ્લાદેશ સામે ની ટેસ્ટ સિરીઝ ને ટીમ માં થી વ્હાર કરવા નો વિસ્મયકારી નિર્ણય કર્યો છે. તેમનું એવું માનવું છે કે ભલે એજાઝ પટેલ ને વાનખેડે ની મુંબઈ ખાતે ભલે જે સફળતા મળી હોય, પરંતુ ન્યુઝિલેન્ડ ની પરિસ્થિતિ માં તેને અહીં એવી કોઈ સફળતા નહી મળે જો કે સિલેક્ટરો ની આ દલીલ માં કેટલી સચ્ચાઈ છે તે એ વાત ઉપર થી પૂરવાર થાય છે કે જેમાં ન્યુઝિલેન્ડ ના પૂર્વ ટેસ્ટ કેપ્ટન અને લેફડહેન્ડ સ્પિનર ડેનિયલ વિક્ટોરી જવલ્લે જ હોમ સિરીઝ માં ટીમ ની બહાર રહ્યો હતો. જો કે સિલેક્ટરો ના બચાવ માં ન્યુઝિલેન્ડ ના હેડ કોચ ગેરી સ્ટીકે કહ્યું હતું કે ભારત માં એજાઝ પટેલ એ જેવું પ્રદર્શન કર્યું ત્યાર બાદ પણ તેને ટીમ માં સ્થાન ના મળવું સૌને ચોંકાવનારુ જરુર લાગ્યું હશે.

પરંતુ અમે હંમેશા પરિસ્થિતિ પ્રમાણે ટીમ કોમ્બિનેશન પસંદ કરતા આવ્યા છીએ. હવે બાંગ્લાદેશ સામે અમે હોમ કંડીશન માં મેચ રમવા ના છીએ. આથી અમારા ગેમ પ્લાન પ્રમાણે ટીમ માં તેનું સ્થાન મુશ્કેલ જણાઈ રહ્યું છે. ન્યુઝિલેન્ડ એ બાંગ્લાદેશ સામે ની સિરીઝ માટે પસંદગી પામેલા ૧૭ ખેલાડીઓ ના નામ ની જાહેરાત કરી હતી. આ વખતે કપ્તાન કેન વિલિયમ્સન ની જગ્યા એ ટોમ લેથમ ન્યુઝિલેન્ડ નો કપ્તાન બનશે. જ્યારે ટેસ્ટ ટીમ માં ડેવોન કોનમે ફરી થી પોતાની ઈજા માં થી રિકવર થઈ ને ટીમ માં સામેલ થઈ ગયો છે. ન્યુઝિલેન્ડ એ પસંદ કરેલા ૧૭ ખેલાડીઓ ની યાદી માં ટીમ માં એકમાત્ર સ્પિનર ભારતીય મૂળ નો એક માત્ર રચિન રવિન્દ્ર જ છે. બાંગ્લાદેશ ની ટીમ સામે ઘર આંગણે પોતાનું બેસ્ટ પ્રદર્શન આપવા આ ૧૭ ખેલાડીઓ પૈકી ની ન્યુઝિલેન્ડ ની ટીમ જ મેદાને પડશે.

Leave a Reply

Your email address will not be published.