એલન મસ્ક ૮૩ હજાર કરોડ નો ટેક્સ ભરશે

ટેસ્લા ઇંક અને સ્પેસ એક્સ ના માલિક અને વિશ્વ ના સૌથી ધનિક એલન મસ્ક આ વર્ષે અમેરિકા માં આશરે ૧૧ અબજ ડોલર્સ અર્થાત કે ૮૩ હજાર ૧૪૫ કરોડ રૂા. નો ટેક્સ ભરશે. વર્તમાન સમય ના સૌથી તવંગર એલન મસ્કે ખૂદ સોશ્યિલ મિડિયા ઉપર આ અંગે ની માહિતી આપી હતી.


અમેરિકા ની જાણિતી ઈલેક્ટ્રીક કાર ટેસ્લા અને અંતરિક્ષ સંસ્થા સ્પેસ એક્સ ના માલિક એનલ મસ્ક ની સંપત્તિ આશરે ૨૩૬ અબજ ડોલર્સ એટલે કે ૧૮ લાખ કરોડ રૂા. અંકાય છે. જે વિશ્વ ના બીજા નંબર ના સૌથી શ્રીમંત વ્યક્તિ એમેઝોન ના માલિક જેફ બેજોસ ની ૧૯૩ અબજ ડોલર્સ (૧૪.૫૮ લાખ કરોડ રૂ.) ની સંપત્તિ કરતા ર૫ ટકા વધારે છે. જ્યારે ભારત ના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબણી ની સંપત્તિ ૮૫ અબજ ડોલર્સ છે. અર્થાત કે મસ્ક ની સંપત્તિ ની તુલના માં ત્રીજા ભાગ ની છે.

જો કે એલન મસ્કે આ વખતે અમેરિકા નો જે ઈન્કમ ટેક્ષ ભરવા નો છે તે રકમ અંબાણી ની સંપત્તિ ના ૧૩ ટકા જેટલી થવા જાય છે. જો કે આમ છતા અમેરિકા માં ડેમોક્રેટ સારૂ દો મસ્ક તરફ થી વર્ષો થી પૂરી રકમ નો ટેક્સ નહીં ચૂકવાતો હોવા નો મુદ્દો ઉછાળતા રહે છે. આ વર્ષે જ જુન માસ માં પ્રો-પબ્લિક નામક પ્રકાશન માં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ પણ આવી જ વાત કરાઈ છે. રેવન્યુ સર્વિસીઝ ને લગતા દસ્તાવેજો ને ટાંકી ને દાવો કરાયો છે કે ૨૦૧૪ અને ૨૦૧૬ માં કરોડો ડોલર ના ટેક્સ ની ચુકવણી સિવાય ૨૦૧૫ માં તેની સંપત્તિ અબજો ડોલર માં હોવા છતા તેની ઉપર ફક્ત ૬૮ હજાર ડોલર ટેક્સ જ્યારે ૨૦૧૭ માં પણ આ જ રીતે ૬૫ હજાર ડોલર નો ટેક્સ ભરી ને આવક છુપાવવા નો પ્રયત્ન કરાયો હતો.

અમેરિકા ના બિઝનેશ મેગેઝીન ઈન્સ ઈડર ના જણાવ્યા પ્રમાણે ૨૦૨૧ માં એલન મસ્ક ૧૧ અબજ ડોલર્સ – ૮૩ હજાર કરોડ રૂા. નો ટેક્સ ચૂકવશે. વાસ્તવ માં મસ્ક તે તેના રોકાણો થકી થતી આવક ઉપર જ ૬૫૦૦ કરોડ અર્થાત ૮૪.૨ કરોડ ડોલર્સ નો ટેક્સ ભરવા નો છે. આ ઉપરાંત તેને અમેરિકા ના કેલિફોર્નિયા થી ટેક્સ નો બેઝ બનાવતા પણ ટેક્સ ચૂકવવો પડશે. અમેરિકા ના ટેક્સ બાબતો ના નિષ્ણાંતો ના મતે મસ્ક ને કેન્દ્ર અને રાજ્ય પ્રમાણે આશરે ૭ અબજ ડોલર્સ નો ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે બીજા ૪ અબજ નો ટેક્સ તેણે ૧ જાન્યુ. ૨૦૨૨ પહેલા ચુકવી દેવા નો છે. આમ ૭ અબજ ડોલર્સ અને ૪ અબજ ડોલર્સ મળી ને ૧૧ અબજ ડોલર્સ નો ટેક્સ એલન મલ્ક ચૂકવશે. ટેસ્લા ઇંક અને સ્પેસએક્સ ના પ્રમુખ એલન મસ્ક ને ગત સપ્તાહમાં જ વિશ્વપ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીન એ પર્સન ઓફ ધ યર’ ના એવોર્ડ થી સન્માનિત કર્યા હતા.

ટાઈમ્સ ના એડિટર ઈન ચીફ એ નોંધ્યું હતું કે અત્યારે પૃથ્વી ઉપર અથવા તેની વ્હાર ભાગ્યે જ એવો કોઈ વ્યક્તિ હશે જેનો એલન મસ્ક થી વધારે હોય. તે વિશ્વ ના સૌથી શ્રીમંત વ્યક્તિ હોવા ઉપરસંત સમાજ માં આવેલા એક મોટા પરિવર્તન ના સૌથી મોટા પરિચાલક તરીકે પણ ઓળખ ધરાવે છે. વિશ્વ પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિન એ એલન મસ્ક ને પર્સન ઓફ ધ યર જાહેર કર્યા ના ૭ જ દિવસ માં નાણાંકીય બાબતો ના પ્રતિષ્ઠિત અખબાર ફાયનાન્શિયલ ટાઈમ્સ પણ એલન મસ્ક ને પર્સન ઓફ ધ યર ના એવોર્ડથી નવાજ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.