કપૂરથલા માં નોંધાશે હત્યા નો ગુન્હો ?
પંજાબ માં શનિવારે અમૃ તસર માં ઘટેલી અનિચ્છનીય ઘટના બાદ રવિવારે સવારે કપૂરથલા માં પણ કહેવાતા નિશાન સાહેબ ના અપમાન ની ઘટના સામે આવી હતી. જેમાં ઉશ્કેરાયેલા લોકો એ યુવક ની હત્યા કરી નાંખી હતી. કપૂરથલા ના એસએસપી હરકમલપ્રિત સિંગ ખખ ના જમાવ્યા પ્રમાણે યુવક ચોરી કરવા આવ્યો હતો. અપમાન કરવા નો પ્રયત્ન થયો જ નથી. તેથી જે લોકો એ તે યુવક ને મારી ના’ખ્યો છે તેમની સામે હત્યા નો કેસ નોંધાશે.
અમૃતસર ની ઘટના ની હજુ ચાહી પણ સુકાઈ નથી ત્યાં કપૂરથલા ના નિઝામપ_રા પાસે ના એક ગુરુદ્વારા માં કથિત રીતે એક વ્યક્તિ એ નિશાનસાહેબ ના અપમાન કર્યા ના સમાચાર ફેલાયા હતા. સ્થાનિક ગ્રાયજનો ના જણાવ્યા પ્રમાણે કપૂરથલા રોડ ઉપર આવેલા નિઝામપૂર મોર ગુરુદ્વારા સાહિબ માં અપમાન કરવા નો પ્રયાસ કરાયો હતો. વહેલી પરોઢીયે ૪ વાગ્યે ગામ ના લોકો નિ—મ કરવા માટે ઉઠ્યા હતા ત્યારે આ વ્યક્તિ કથિત રીતે નિશાન સાહેબ નું અપમાન કરી રહ્યો હતો. જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે આરોપી એ ભાગવા નો પ્રયત્ન કર્યો હતો. આખરે બે કલાક ની જહેમત બાદ આરોપી ઝડપાયો હતો. ત્યારબાદ ગ્રામિણો એ તેને પકડી ને રૂમ માં પુરી દીઘો હતો.
ઘટના ની જાણ થતા જ પોલિસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને યુવક ને પોતાની સાથે લઈ જવા નો પ્રયાસ કર્યો હતો. જો કે આ દરમ્યિાન સો.મિડીયા માં પણ વિડીયો ફરતો કરી દેવા માં આવતા મોટી સંખ્યા માં સ્થાનિકો ત્યાં જમા થઈ ગયા હતા અને યુવક ને ઢોર મારમારી ને મારી નાંખ્યો હતો. ઘટનાક્રમ બાદ રાજ્ય ના આઈજી ગુરિંદરસિંગઢિલ્લોન અને એસએસપી ખખ એ પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદ અગાઉ ખખે કહ્યું હતું કે બે એફઆઈઆર નોંધવા માં આવી છે. આ ઘટના માં એફઆઈઆર ૩૦૫ માં ચોરી ના ઈરાદે ગુરુદ્વારા માં પ્રવેશેલા યુવક અંગે ની છે. જ્યારે એફઆઈઆર ૩૦૬ હત્યા કેસ નોંધવા માં આવ્યો છે. જેમાં ચાર લોકો ના નામ નોંધવા માં આવ્યા છે. જ્યારે ૧૦૦ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
જો કે ૪૫ મિનિટ ચાલેલી પત્રકાર પરિષદ દરમ્યિાન જ “ઉપર થી ૮ કોલ્સ આવ્યા હતા. જે પૈકી ૫ કોલ્સ આઈજી ઢિલ્લોન ને જેમણે વાત કરી હતી જ્યારે ત્રણ કોલ્સ એસએસપી ખખે વાત કરી હતી. ત્યાર બાદ આઈ.જી.એ અગાઉ ની વાત થી યુ ટર્ન લેતા જણાવ્યું હતું કે ૩૦૫ નંબર ની એક જ એફ.આઈ.આર. નોંદાઈ છે. ૩૦૬ નંબર ની એફઆઈઆર હજુ નોંધાઈ નથી. અત્યારે નિવેદનો લેવાઈ રહ્યા છે. વેરિફિકેશન કરવા માં આવી રહ્યું છે ૩૦૨ અંતર્ગત અર્થાત કે હત્યા ને લગતો કેસ નોંધાયો નથી. આ પૈકી અત્યારે કોઈ આરોપી ની ઓળખ કરાઈ નથી. હવે પત્રકારો ની સામે જ પત્રકાર પરિષદ પહેલા ના પોતાના બયાનો માં થી પંજાબ પોલિસ ના બે ઉચ્ચ અધિકારીઓ પોતાની જ વાત ઉપર થી યુ ટર્ન મારી રહ્યા હતા જે પત્રકાર પરિષદ દરમ્યિાન આવેલા ૮ ટેલિફોન કોલ્સ ના પરિણામે જ હતું. શું આ સત્તાધારી પાર્ટી ના સંબંધિત મંત્રાલય અર્થાત કે ગૃહમંત્રી ના આદેશો નું પાલન થયા નું ના સમજે એટલા પત્રકારો કે દેશની જનતા અબોધ નથી. કોઈ પણ ધાર્મિક સ્થાનો ની બેઅદબી નિંદનીય અને ધૃણીત કૃત્ય અવશ્ય છે,
પરંતુ તેનથી આવા આરોપીઓ ને મૃત્યુદંડ આપવા નો અધિકાર ધાર્મિક સ્થાનો ને કોણે આપી દીધો? વાસ્તવ માં આવા ધાર્મિક સ્થાનો ની કાયદેસર અને બંધારણીય જવાબદારી છે કે આરોપી ને પોલિસ ને, સત્તાવાળાઓ ને સોંપી દે જેની ઉપર બેઅદબી કર્યા નું પૂરવાર થાય ત્યારે ન્યાયાલય તેને યોગ્ય સજા ફરમાવે. પરંતુ સ્થળ ઉપર જ આંગળા કાપી નાંખવા કે ઢોર માર મારી ને મોત ને ઘાટ ઉતારવો તે બેશક નૃશંસ હત્યા જ છે અને રાજકારણીઓ માત્ર મતો નું રાજકારણ રમતા ધાર્મિક ઉન્માદી વ્યક્તિઓ ને કાયદો હાથ માં લેવા ની પરવાનગી ના આપી શકે. આમ તો હિન્દુઓ ના પવિત્ર તહેવારો ઉપર સર્વોચ્ચ અદાલત જાતે જ સુઓમોટો અરજી દ્વારા પોતાના ચુકાદા આપતી હોય છે. ત્યારે બબ્બે નવયુવકો ની હત્યા ના મામલે સવચ્ચ અદાલત કોઈ પગલા ઉઠાવશે ખરી? ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ભારત માં ૩૩૦ મિલિયન રહેણાંક મકાનો છે જ્યારે ૩.૦૧ મિલિયન ધાર્મિક સ્થળો છે. જો દરેક ધાર્મિક આ રીતે બેઅદબી ના મામલે પોતે જ કાયદો હાથ માં લઈ ને આરોપીઓ ને મોત ને ઘાટ ઉતારશે તો પરિસ્થિતિ કેટલી ગંભીર બનશે તેનો કોઈ અંદાજ લગાવી જુઓ. જ્યારે દેશ માં ૨.૧ મિલિયન વિદ્યામંદિરો સામે ૩.૦૧ મિલિયન ધાર્મિક સ્થાનો હોય ત્યારે સરકારે ધાર્મિક સ્થાનો પણ દેશ ની કાયદો અને વ્યવસ્થા અંતર્ગત કામ કરે તે જોવું આવશ્યક છે અન્યથા ધાર્મિક સ્થાનો ને કાયદા માં ખુલી છૂટ આપવા ના વરવા પરિણામો ભવિષ્ય માં જોવા પડશે.