કોંગ્રેસી ધારાસભ્ય ની અભદ્ર ટિપ્પણી

કર્ણાટક કોંગ્રેસ ના વરિષ્ઠ ધારસભ્ય તેમ જ પૂર્વ સ્પિકર કે.આર.રમેશકુમારે મહિલાઓ બાબતે અત્યંત નિંદનીય અને અભદ્ર ટિપ્પણી કરતા તેનો સમગ્ર દેશ માં ઉગ્ર વિરોદ બાદ આખરે કોંગ્રેસ ના મહાસચિવ પ્રિયંકા વાડ્રા એ ટ્વિટ કરી આ નિવેદન ની ટીકા કરી હતી. કર્ણાટક વિધાનસભા માં કર્ણાટક ના કોંગ્રેસી ધારાસભ્ય, વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને પૂર્વ સ્પિકર કે.આર.રમેશકુમાર રેપ ઉપર ની ચર્ચા દરમિયાન મહિલાઓ માટે એમ કહ્યું હતું કે બળાત્કાર નિવારી શકાય તેમ ના હોય ત્યારે સુઈ જાઓ અને તેનો આનંદ લો. અત્યંત આશ્ચર્યજનક રીતે તેમના આવા નિવેદન સામે વાંધો ઉઠાવવા ના બદલે વિધાનસભા ના કોંગ્રેસ અધ્યક્ષ પણ આવા નિવેદન બાદ હસતા જોવા મળ્યા હતા.

આ જ કોંગ્રેસ ની માનસિકતા દર્શાવે છે. આ અગાઉ પણ કોંગ્રેસ ના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા, મધ્યપ્રદેશ ના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ એ મહિલા માટે “ચ માલ છે’ જેવો શબ્દપ્રયોગ કર્યો હતો. આમ આવી જ માનસિકતા ધરાવતા કોંગ્રેસીઓ તરફ થી તો આ નિવેદન નો વિરોધ થવો સ્વાભાવિક રીતે જ સંભવ ન હતો પરંતુ ભાજપા ના કેન્દ્રીય મંત્રી અને અમેઠી ના સાંસદ સ્મૃતિ ઈરાની એ આ નિવેદન નો જોરદાર વિરોધ કરતા જણાવ્યું હતું કે આ અત્યંત નિંદનીય બાબત છે. જેમના પક્ષ ના મહામંત્રી યુપી માં આવી ને લડકી હું, લડ સકતી હું જેવા નારી શક્તિ ના નારા લગાવે છે તેમના જ પક્ષ ના ધારાસભ્ય ની મહિલાઓ માટે આવી માનસિકતા હોય તો તેમને પક્ષ માં થી હાંકી કાઢવા જોઈએ. સ.પા. સાંસદ જયા બચ્ચન એ પણ કોંગ્રેસી ધારાસભ્ય ના નિવેદન ની ઉગ્ર ટીકા કરી હતી. જો કે ભૂતકાળ માં બળાત્કાર ના ગુન્હા માં ફાંસી ની સજા નો વિરોધ કરતા તેમના જ પક્ષ ના અધ્યક્ષ મુલાયમસિંહે એમ કહ્યું હતું કે “બચ્ચે હૈ, ગલતી હો જાતી હૈ, ઉસકે લિયે ફાંસી પર લટકાઓગે ક્યા’ નિવેદન ઉપર તેઓ તદન મૌન રહ્યા હતા.


જો કે વધતા વિરોધ ના પગલે આખરે પ્રિયંકા વાડ્રા એ ટ્વિટ કર્યું હતું કે હું પૂરજોશ થી કે.આર. રમેશકુમાર ના નિવેદન નો વિરોધ કરું છું. કોઈ વ્યક્તિ આવા શબ્દો નો ઉપયોગ કરી શકે છે તે જ અકલ્પનિય છે. આવી કોઈ પણ બાબત નો બચાવ થઈ શકે નહીં. કર્ણાટક ના કોંગ્રેસ અધ્યક્ષ કે. શિવકુમારે પણ ટ્વિટ કરતા લખ્યું હતું કે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ તરીકે અફસોસ છે કે એક કોંગ્રેસી વિધાયક આવા શબ્દો બોલ્યા છે. આવા શબ્દો ફરી નહીં બોલાય તેની ખાત્રી આપું છું.


આખરે કોંગ્રેસી ધારાસભ્ય રમેશકુમારે સોશ્યિલ મિડીયા ઉપર માફી માંગતા જણાવ્યું હતું કે ગુન્હા ને નાનો દર્શાવવા નો તેમનો કોઈ ઈરાદો ન હતો. હું હવે થી ખૂબ ધ્યાન રાખી ને મારા શબ્દો પસંદ કરીશ. વિધાનસભા માં બળાત્કાર અંગે જે બેદરકારીભરી ટિપ્પણી કરી હતી તેને લઈ ને તમારા સૌ સમક્ષ ખેદ વ્યક્ત કરુ છુ.

Leave a Reply

Your email address will not be published.