ગુજરાત કોંગ્રેસ ફરી “ખામ’ ના શરણે
ગુજરાત વિધાનસભા ની આવનારી ચૂંટણી અગાઉ ભાજપા એ સમગ્ર મંત્રીમંડળ બદલી ને પાટીદાર ને મુખ્યમંત્રી બનાવી કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ની પાટીદારો ને સાધવા ની કોશિશ નાકામ કર્યા બાદ હવે ગુજરાત કોંગ્રેસ ફરી એક વાર પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પ્રેરીત ખામ’ થિયરી ના શરણે ગયા છે.
ગુજરાત માં ભાજપા ના દાયકાઓ ના શાસન અને ૨૦૦૧ થી ૨૦૧૩ સુધી ખુદ નરેન્દ્ર મોદી ના મુખ્યમંત્રીપદે શાસન દરમ્યિાન પણ લાખ પ્રયત્નો છતા માધવસિંહ સોલંકીનો રેકર્ડ તોડી શક્યા નથી. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીએ ૧૯૮૫ ની ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માં કોંગ્રેસ પક્ષ ને ૧૮૨ બેઠકો માં થી ૧૪૯ બેઠકો જીતાડી ને પ્રચંડ જીત હાંસલ કરી હતી. આથી જ આ વખતે ભાજપા ૧૫૦+ નો લક્ષ્યાંક રાખી ને રાજકીય શતરંજ ગોઠવી રહ્યો છે. જો કે તે વખતે માધવસિંહ સોલંકી એ ખામ થિયરી અર્થાત કે – ક્ષત્રિય કે જેઓ રાજ્ય માં ૧૪ ટકા પ્રતિનિધિત્વ ધરાવે છે તેમ જ એચ-હરિજન,દલિત-૮ ટકા, એ-આદિવાસી-૧૫ ટકા અને એમ-મુસ્લિમ -૧૦ ટકા આમ કેએચએએમ ખામ ના ૪૭ ટકા વોટબેંક ને સાધી ને ૧૪૯ બેઠકો ઉપર પ્રચંડ જીત મેળવી હતી.
જો કે માધવસિંહ સોલંકી ના મુખ્યમંત્રી અને પ્રબોધ રાવળ ના ગૃહમંત્રી તરીકે ના શાસનકાળ માં ગુજરાત માં વિક્રમી સંખ્યા માં સતત કોમી રમખાણો થયા હતા તે અલગ ચર્ચા નો વિષય છે. પંરતુ ભાજપા ના ૧૫૦+ ના લક્ષ્યાંક ની સામે કોંગ્રેસ એ આ વખત ની ચૂંટણી અગાઉ ફરી એક વાર ખામ થિયરી અપનાવી છે. ભાજપા એ ખેલેલા પાટીદાર ને મુખ્યમંત્રી બનાવવા ની ચાલ ના પ્રત્યુત્તર રુપે કોંગ્રેસે જગદીશ ઠાકોર ને ઓબીસી કેટેગરી ના નેતા ને પ્રદેશ પ્રમુખ બનાવવા ઉપરાંત વિધાનસભા માં વિપક્ષી નેતા ના પદ ઉપર આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા ને પસંદ કર્યા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમ જ ઉત્તર ગુજરાત ના આદિવાસીઓ ભાજપા ના ચુસ્ત સમર્થક મનાય છે. ભાજપા ના આદિવાસી બેલ્ટ માં સેંધ મારવા જ કોંગ્રેસ વિપક્ષી નેતા આદિવાસી ને બનાવ્યા છે. આમ જગદીશ ઠાકોર ને પ્રદેશ પ્રમુખ બનાવી ને રાજ્ય માં નોંધપાત્ર માત્રા માં રહેલા ઠાકોર-કોળી સમાજ ને પણ પોતાની તરફ ખેંચવા ની મહેચ્છા છે.
૨૦૧૭ ની વિધાનસભા ની ચૂંટણી માં રાજ્ય માં પાટીદારો ના અનામત આંદોલન બાદ પાટીદારો ના ભાજપા થી વિમુખ થવા ના પગલે ભાજપા ને ૯૯ બેઠકો જ્યારે કોંગ્રેસ ને દાયકાઓ બાદ ૭૭ ટકા બેઠકો મળી હતી. આથી જ આ વખતે કોંગ્રેસ ને મુખ્યમંત્રી ની ખુરશી થી હેંત છેટુ ના રહી જાય તે આશયે જ કોંગ્રેસ પક્ષ ફરી એક વાર ખામ થિયરી ને અપનાવી રહી છે. તદુપરા‘ત ભાજપા ની જ રાજનીતિ રમતા ભાજપા ના અસંતુષ્ઠ ધારાસભ્યો તેમજ ભાજપા માં ગયેલા નારાજ નેતાઓ માટે કોંગ્રેસે પોતાના દરવાજા ખોલી ને સૌ ને આવકારવા ની રીત અપનાવી છે.