ગોલ્ડન ટેમ્પલ માં યુવક ની હત્યા
પંજાબ ની પાવન નગરી અમૃતસર માં શિખો ના પવિત્ર સવર્ણમંદિર માં શનિવારે ઘટેલી ઘટના નિંદનીય અને આઘાતજનક છે. શિખો ના પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબ ની બેઅદબી ની કોશિશ એક દર્શનર્થી યુવકે કરતા દોડધામ મચી ગઈ હતી. અંતે યુવક ને મોત ને ઘાટ ઉતારાયો હતો. આ ઘટના ના પગલે સમગ્ર રાજ્ય માં ખળભળાટ મચ્યો હતો. અમૃતસર ના પવિત્ર સ્વર્ણમંદિર માં શનિવારે સાંજે વીક એન્ડ હોવાથી રાબેતા મુજબ દર્શનાર્થીઓ ની કતારો લાગેલી હતી. આ દરમિયાન સાંજ ના સમયે આવો જ એક દર્શનાર્થી યુવક કતાર માં ઉભો હતો. આ દરમ્યિાન જ્યારે મંદિર ના સચખંડ સાહેબ નજીક માં હતો ત્યારે અચાનક કતાર માં થી નીકળી ને સચખંડ સાહિબ ની અંદર ના જંગલો (ફરતે લગાવાયેલી સ્ટીલ ની રેલીંગ કુદી ને) ને પાર કરી ને શ્રી ગુરુ ગ્રંથ સાહેબ ના અપમાન ની કોશિષ કરી હતી.
ગોલ્ડન ટેમ્પલ માં સચખંડ સાહેબ ની અંદર શનિવારે સાંજ ના છ વાગ્યે રાબેતા મુજબ પાઠ ચાલી રહ્યો હતો. સેંકડો દર્શનાર્થીઓ માથુ ટેકવવા કતાર માં ઉભા રહેલા હતા. સચખંડ સાહેબ માં શ્રી ગુરુગ્રંથ સાહેબ ની આગળ, સુરક્ષા તરીકે એક જંગલ બનાવાયું છે. (રેલીંગ બનાવી છે.) જેની અંદર બેસી ને પાઠીઓ પાઠ કરતા હોય છે. સંગત ની લાઈન માં ઉભો રહેલો, કતાર માં લાગેલો યુવક પોતાનો વારો આવતા સચખંડ સાહેબ નજીક પહોંચ્યો હતો અને અચાનક જંગલ (રેલીંગ) પાર કરી ને ગુરુ ગ્રંથસાહેબ તરફ આગળ વધ્યો હતો. યુવક ની આવી હરકત નિહાળી ને ત્યાં હાજર સેવાદારો ચોંકી ઉઠ્યા હતા અને ત્વરા થી યુવક ને ઝડપી લીધો હતો. સેવાદારો એ | યુવક ને પકડી ને શિરમિણી ગુરુદ્વારા પ્રબંધક કમિટિ ને હવાલે કરી દીધો.
ત્યાર બાદ યુવક ને સ્થાનિકો ના રિપોર્ટ પ્રમાણે રુમ નં.૫૦ માં લઈ જવાયો હતો. ત્યાર બાદ મિડીયા રિપDર્ટસ પ્રમાણે ઉશ્કેરાયેલા લોકો એ યુવક ના આંગળા કાપી નાંખવા અને માથા માં કડા ના ઘા મારી-મારી ને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ પરિસર માં તેની લાશ પડી રહી હતી. આખરે થોડીવાર બાદ તેના ઉપર કફન ઓઢાડાયું હતું. સ્વર્ણમંદિર ના પાઠ નું જીવંત પ્રસારણ થતું હોવાથી થોડીવારમાં આગ ની જેમ સમાચાર પ્રસરતા સેંકડો શિખો સ્વર્ણમંદિર ધસી ગયા હતા. પંજાબ ના મુખ્યમંત્રી ચન્ની, ભાજપી નેતા સિરસા, પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંગ સહિત સર્વે અગ્રણી રાજનેતાઓ એ સ્વર્ણમંદિર ઘટના ને વખોડી કાઢી ને આ કોઈ ષડયંત્ર છે કે કેમ તેની નિષ્પક્ષ તલસ્પર્શી તપાસ ની માંગ કરી હતી. કોઈ પણ ધર્મ ના ધાર્મિક સ્થળ ની બેઅદબી નિંદનીય છે. મરનાર યુવક યુ.પી. નો રહેવાસી હોવાનું તપાસ માં જણાવાયું હતું. રાજ્ય માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે તે મહત્વ નું છે.