ગૌણ સેવા પેપર લીક

ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન બોર્ડ (જીએએસએસબી) ના હેડ ક્લાર્ક ની પરીક્ષા ૧૨ મી ડિસેમ્બરે ૮૮ હજાર ઉમેદવારો એ આપી હતી. જો કે ત્યાર બાદ આ પરીક્ષા નું પેપર લીક થયા નું જાહેર થયું હતું. હવે આખરે પેપર લીક થયા ના ૧૦ દિવસ બાદ ગુજરાત ના ગૃહરાજ્યમંત્રી એ પરીક્ષા રદ કરવા ની જાહેરત કરતા નવી પરીક્ષા માર્ચ માં યોજવા ની જાહેરાત કરી હતી. ગૌણ સેવા ની પરીક્ષા નું પેપર લીક થતા શરુ કરાયેલી પોલિસ તપાસ માં આ પેપર પ્રેસ માં થી જ લીક થયાનું ખૂલ્યું હતું. ગૌણ સેવા પરીક્ષા નું પેપર સાણંદ ના એક પ્રેસ માં છપાયું હતું. આ પ્રેસ ના સુપરવાઈઝર કિશોર આચાર્ય એ આ પેપર મંગેશ શિકે ને ૯ લાખ રૂા.માં વેચ્યું હતું. મંગેશ શિર્કે ની પત્ની ના કિશોર આચાર્ય કૌટુંબિક કાકા થાય છે.

મંગેશ એ પેપર મેળવ્યા બાદ ૯ ડિસે. એ પ્રાંતિજ ના દેવલ પટેલ તથા કિશોર પટેલ ને આપ્યું હતું. એક જ જિલ્લા માં ત્રણ ટીમો પાડી પેપર સોલ્વ કરાવ્યા બાદ તે જિલ્લા ના ઉમેદવારો ને આની કોપી ઉપલબ્ધ કરાવાઈ હતી. પોલિસ તપાસ માં કિશોર આચાર્ય, મંગિશ શિર્કે અને મુખ્ય સૂત્રધાર ગણાતા જયેશ પટેલ સહિત ૧૪ જણા ની ધરપકડ કરી લેવાઈ છે. પેપર લીક કાંડ મામલે આપ ના યુવરાજ સિંહ જાડેજા એ મહત્વ ના પુરાવા પૂરા પાડ્યા હતા. તેઓ ગૌણ પરીક્ષા બોર્ડ ના અધ્યક્ષ અને પૂર્વ મેયર અસિત વોરા ને પદ ઉપર થી હટાવવા ની અને તેની સામે કેસ ચલાવવા ની માંગ કરી રહ્યા છે. આ કેસ ની તપાસ ચલાવી રહેલા ગાંધીનગર અને સાબરકાંઠા પોલિસ ની ટીમ ને પણ ગૌણ સેવા પસંદગી બોર્ડ ના ચેરમન અસિત વોરા દ્વારા કથિત ગુનાઈત બેદરકારી દાખવી હોવા નું મળી આવ્યું છે.

આમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સાણંદ ના એક જ પ્રેસ ને છેલ્લા સતત ત્રણ વર્ષ થી બોર્ડ ના પરીક્ષા ના પેપર – પ્રશ્નપત્ર છાપવા નો કોન્ટ્રાક્ટ મળતો રહ્યો હતો. પોલિસ અધિકારી ના જણાવ્યા પ્રમાણે બોર્ડ ના ચેરમેન અસિત વોરા દ્વારા ટેન્ડર પ્રક્રિયાઓ નું યોગ્ય રીતે પાલન કરાયું ન હતું જે તેમના તરફ થી ગુનાઈત બેદરકારી હોઈ શકે છે. વળી આ પ્રથમવાર નથી કે બોર્ડ નું પ્રશ્નપત્ર ફૂટી ગયું હોય. આ અગાઉ ૨૦૧૯ માં નોન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા નું પ્રશ્નપત્ર પણ લીક થયું હતું. તે પ્રશ્નપત્ર પણ સાણંદ ના પ્રેસ માં જ છપાયું હતું અને તે સમયે પણ બોર્ડ ના અધ્યક્ષ અસિત વોરા જ હતા. ગૃ હ રાજ્યમંત્રી એ પ્રશ્નપત્ર લીક મામલે તપાસ તમામ આરોપીઓ ને ઝડપી લેવાશે અને સખ્ત માં સખ્ત સજા કરાશે ની જાહેરાત કરી હતી. જો કે તેમણે તેમની વાતચીત દરમિયાન ક્યાંય બોર્ડના અધ્યક્ષ અસિત વોરા ના નામ નો પણ ઉલ્લેખ કર્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published.