જમ્મુ માં ૬ અને કાશ્મિરમાં ૧ સિટ વધશે
જમ્મુ-કાશ્મિર માટે બનવાયેલી સીમાંકન પેનલે સૂચવ્યા મુજબ જમ્મુ માં ૬ અને કાશ્મિર માં ૧ વિધાનસભા સિટ નો વધારો સૂચવતો પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ ઉપરાંત એસસી માટે ૯ અને એસટી માટે ૭ સિટ જ્યારે પીઓકે માટે ૨૪ સિટ રિઝર્વ રાખવા નો પ્રસ્તાવ છે.
જમ્મુ-કાશિમર માં ૧૯૫૧ માં ૧00 સિટો હતી. જે પૈકી ૨૫ સિટો પીઓકે માટે હતી. પ્રથમ પૂર્ણતર નું સીમાંકન પંચ ૧૯૮૧ માં બનાવવા માં આવ્યું હતું. જેણે ૧૪ વર્ષો પછી ૧૯૯૫ માં તેમની પહેલી ભલામણ મોકલી હતી. જે ૧૯૮૧ ની વસ્તી ગણતરી ના આધારે હતી. ત્યાર બાદ ૨૦૦૨ માં જ્યારે નેશનલ કોન્ફરન્સ ના ફારુખ અબ્દુલ્લા એ નવા સીમાંકન ને અઢી દાયકા માટે રાખતો કાયદો બનાવ્યો હતો. જો કે ઓગષ્ટ-૨૦૧૯ માં મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા આર્ટિકલ ૩૭૦ અને ૩૫-એ હટાવવા ઉપરાંત જમ્મુ-કાશ્મિર થી લદ્દાખ ને અલગ રાજ્ય બનાવવા ઉપરા‘ત જમ્મુ-કાશ્મિર અને લદ્દાખ ને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા હતા.
હવે જમ્મુ-કાશ્મિર નું સુકાન સીધુ કેન્દ્રિય ગૃહ મંત્રાલય હેઠળ આવી ગયું હતું. ૨૦૨૦ માં સીમાંકન પંચ એ ૨૦૧૧ ની વસ્તી ગણતરી ના આધાર ઉપર ડિલિમિટેશન કાર્યવાહી પુરી કરવા ના આદેશ આપ્યા હતા. જમ્મુ-કાશ્મિર માં સીમાંકન અંતર્ગત જમ્મુ-કાશ્મિર રી-ઓર્ગેનાઈઝેશન એક્ટ ના નિયમો ને પણ ધ્યાન માં રાખવા પડશે. આ એક્ટ,કાયદો ઓગષ્ટ ૨૦૧૯ માં સંસદ માં પસાર કરવા માં આવ્યો હતો. જેમાં અનુસૂચિત જનજાતિઓ માટે સિટ વધારવા ની પણ વાત કરવા માં આવી હતી. અનુચ્છેદ ૩૭૦ રદ થયા પહેલા રાજ્ય માં કુલ ૮૭ સિટો હતી. જે પૈકી જમ્મુ માં ૩૭, કાશ્મિરમાં ૪૬ અને લદ્દાખ ની ૪ સિટો હતી. હવે જમ્મુકાશ્મિર રિ-ઓર્ગેનાઈઝેશન એક્ટ હેઠળ નવી વિધાનસભા માં લદ્દાખ અલગ પ્રદેશ બનતા બાકી વધેલી ૮૩સિટો ની જગ્યા એ ૯૦ સિટ હશે. સિટ વધારવા નો આધાર માત્ર વસ્તી જ નહીં પંરતુ જમીન નો વિસ્તાર, વિસ્તાર ની પ્રકૃતિ, વસતિ અને ત્યાં સુધી ની પહોંચ ને પણ આધાર બનાવાયો છે. હવે છ સિટો જમ્મુ માં અને ૧ સિટ કાશ્મિર માં વધે તો ૯૦ બેઠકો ની વિધાનસભા માં ૪૩ બેઠકો જમ્મુની અને ૪૭ બેઠકો કાશ્મિર ની રહેશે.
જો કે સીમાંકન રિપોર્ટ અને તેની ભલામણો સામે નેશનલ કોન્ફરન્સ ના ફારુખ અબ્દુલ્લા, પીડીપી નેતા મહેબુબા મુક્િત તથા અન્ય પ્રાદેશિક પક્ષો એ વિરોધ ના બ્યુગલ વગાડવા નું ચાલુ કરી દીધું છે. તેનું કારણ સ્પષ્ટ છે. હવે જમ્મુ અને કાશ્મિર ની બેઠકો માં માત્ર ચાર સિટો નો તફાવત રહેતા જમ્મુકાશ્મિર પ્રદેશ ઉપર કાશ્મિર નું આધિપત્ય નામ માત્ર નું રહી જશે. શ્રીનગર માં નવા સીમાંકન ની ભલામણ બાબતે ગુપકાર ગેંગ ની બેઠક પણ યોજાઈ હતી.