દાદીમા ના નુસખાં

મરડોનાશક ચૂર્ણ

નુસખાં – સૂંઠ, નાગરવેલ, શેકેલી હીંગ, ચીતા (એક નાનું વૃક્ષ જેના છાલ અને મૂળ) જે દવાના કામમાં આવે છે. બધાને પીસીને ચૂરણ તૈયાર કરી લો.
માત્રા તથા સેવન વિધિ – અડધી ચમચી ચૂરણ ગરમ પાણીની સાથે રોજ સવાર-સાંજ લો.
લાભ – આ ચૂરણ મરડો, ઝાડા, આમ રોગોને શાંત કરે છે.


શૃંગવેર ચૂર્ણ

નુસખાં – આદુ, લાલ ચંદન, હરડે તથા જવખાર બધાને ૨૦-૨૦ ગ્રામની માત્રામાં પીસીને ચૂરણ બનાવી લો.
માત્રા તથા સેવન વિધિ – એક ચમચી ચૂરણ બકરીના દૂધ અથવા મઠ્ઠા (છાશ)ની સાથે સેવન કરો.
લાભ – આ ચૂરણના ઉપયોગથી પેશાબ દ્વારા પથરી ઓગળીને બહાર નિકળી જાય છે.


ચિત્રકાદિ ગોળી (વટી)
નુસખાં – પીપળી, મૂળ, જવખાર, સાજીખાર ચિત્રકમૂળ, મીઠું, ગોખરું શેકેલી હીંગ, અજમો તથા ચક આ બધાનું ચૂરણ ૨૦-૨૦ ગ્રામ લઈને દાડમના રસમાં ઘૂંટીને વટાણાના દાણા જેવડી ગોળીઓ બનાવી લો.
માત્રા તથા સેવન વિધિ – ૨ થી ૪ ગોળીઓ દરરોજ સવાર-સાંજ કંઈક ખાધા પછી પાણી થી સેવન કરો.
લાભ – આ ગોળીઓ મરોડ સમાપ્ત કરે છે. ગેસ ને શાંત કરે છે તથા પેટને હલકું કરે


લવણ ભાસ્કર ચૂર્ણ

નુસખાં – સિંધવ લુણ, કાળા મરી તથા ફટકડી (ફૂલેલી) ૧૦-૧૦ ગ્રામ તથા કપૂર અને અફીણ ૨-૨ ગ્રામ બધાને કૂટી-પીસી ને ચૂરણ બનાવી લો.
માત્રા તથા સેવન વિધિ – આ ચૂરણ દાઢ તથા દાંતના રોગોમાં ફાયદો કરે છે. આથી સવારે અને સાંજે થોડું ચૂરણ ધીમે-ધીમે દાંતના પેઢા પર મસળો.
લાભ – આ ચૂરણને દાંતના પેઢાં પર મસળવાથી દાંતોમાંથી લોહી પડવું, દાંતોમાં ટીસ ઉઠવી તથા દાંતનો દુખાવો બંધ થઈ જાય છે.


પેટનો દુખાવો

પેટનો દુખાવો નાનાં મોટાં બધા ને થાય છે. કેટલાક લોકોને જમ્યા પછી પેટ દુખે છે તો કેટલાંક લોકોને જમ્યા પહેલા દુખે છે. આ બંને પ્રકારના દરદ અનિયમિત ખાનપાન, દૂષિત આહારવિહાર તથા જલ્દી જલ્દી ખાવાને કારણે થાય છે તેથી ઉપચારની સાથોસાથ ઉપરોક્ત બાબતોમાં પણ સાવચેતી રાખવી જોઈએ.


કારણો – ખાધેલું સારી રીતે ન પચવાથી, ના નસખા કબજીયાત, વારંવાર ઝાડો થવાથી તથા પાચનતંત્રમાં વિકાર પેદા થવાથી પેટમાં દુખાવો ઉપડે છે. ઘણીવાર જોયું છે કે પેટમાં બહુ તેજ દરદ ઉપડે છે. આ જઠરની બિમારી, પેપ્ટિક અલ્સર નાનાંમોટાં આંતરડાનો રોગ, યકૃત તથા પિત્તાશયના રોગ, મૂત્રપિંડના (કિડનીના) રોગ, ગેસ વધુ બનવી વગેરે કારણે થાય છે. કબજીયાત તથા અપચામાં ઉલ્ટી પણ થઈ જાય છે, તે સાથે જ દર્દ ઉપડે છે.


લક્ષણો – પેટ ભારે લાગે છે. સોય ભોકાતી હોય એવી વેદના ઉપડે છે. અપાન વાયુ તથા મળ અટકી જાય છે. ઘણીવાર પેટનું દરદ ભયંકર સ્વરૂપ લઈ લે છે જેને કારણે ઘણી બેચેની થાય છે. અપચો, અજીરણ, કબજીયાત, ઝાડા, તાવ, ઉબકા આવવા, ઉલ્ટી વગેરે થવા માંડે છે.


નુસખાં – હરડેને ઘી માં સાંતળો. ત્યારબાદ તેને વાટી ચૂરણ બનાવો. આમાંથી બે ચપટી ચૂરણ ગરમ પાણી સાથે લો. અપાનવાયુ નીકળ્યા પછી પેટનો દુખાવો મટી જશે. – એક ચમચી આદુનો રસ અને થોડું મધ મેળવી ચાંટો. – લીંબુના રસમાં એક ચપટી સંચળ,

Leave a Reply

Your email address will not be published.