દુબાઈ ના શાસક ને તલાક મોંઘા પડ્ય
દુબાઈ ના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મન્તુમ ને લંડન ની હાઈકોર્ટ એ તેમના ભૂતપૂર્વ પત્ની અને બે બાળકો સાથે ના ડિવોર્સ કેસ માં રૂા.૫૫૫૦ કરોડ અર્થાત કે ૫૫૪ મિલિયન પાઉન્ડ આપવા માટે આદેશ કર્યો હતો. બ્રિટન ની હાઈકોર્ટે કિંગ ને આદેશ આપતા કહ્યું હતું કે તેમણે આ રકમ ડિવોર્સ સેટલમેન્ટ અને બાળકો ના સુરક્ષિત ભવિષ્ય માટે ચૂકવવા ની રહેશે. બ્રિટન ના ઈતિહાસ ના આ સૌથી મોઘા તલાક પૈકી ના એક છે. દુબાઈ ના કિંગ ની પત્ની રાજકુમારી હયા જોર્ડન ના ભૂતપૂર્વ રાજા હુસેન ની દિકરી છે. રાજકુમારી હયા એ આ સેટલમેન્ટ પેટે ૧.૪ બિલિયન પાઉન્ડ એટલે કે લગભગ ૧૪,000 કરોડ રૂા. માંગ્યા હતા. રાજકુમારી હયા શેખ મોહમ્મદ ની છઠ્ઠી પત્ની હતા.
તેણે ઓક્સફર્ડ થી રાજનીતિ, દર્શનશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર નો અભ્યાસ કર્યો હતો. વર્ષ ૨૦૦૪ માં દુબાઈ ના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તમ સાથે નિકાહ કરી ને તેમના છઠ્ઠા ધર્મપત્ની બન્યા હતા. તેમને સંતાનો માં બે બાળકો પણ છે. પરંતુ ૨૦૧૯ માં અચાનક જ બન્ને સંતાનો ને લઈ ને દુબાઈ થી ઈંગ્લેન્ડ ચાલ્યા ગયા હતા. બ્રિટન ચાલ્યા ગયા હતા. બ્રિટન પહોંચયા ના એક મહિના બાદ હયા એ શેખ ને છૂટાછેડા આપવા અંગે કહ્યું હતું. અદાલત માં ૭ કલાક ની પૂછપરછ દરમ્યિાન હયા એ કહ્યું હતું કે તે ખરેખર સ્વતંત્ર્ય થવા ઈચ્છે છે અને તેના બાળકો પણ મુક્ત થાય તેમ ઈચ્છે છે. તેણે કહ્યું હતું કે શેખ તેને મારી નંખાવવા ઈચ્છતા હતા. લંડન ની કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે શેખ એ ૪૭ વર્ષીય યા ને ડરાવવા અને ધમકાવવા નું કાર્ય કર્યું છે. ઈંગ્લેન્ડ ના વકીલો ના જણાવ્યા પ્રમાણે શેખ ૫૫૪ મિલિયન પાઉન્ડ ની રકમ ચૂકવશે. આ રકમ પૈકી ૨૫૧.૫ મિલિયન પાઉન્ડ (આશરે ૨૫૦૦ કરોડ રૂા.) રાજકુમારી હયા ને એક સાથે આપી દેવા માં આવશે.
જ્યારે બન્ને બાળકો ના સુરક્ષિત ભવિષ્ય માટે ૨૯૦ મિલિયન પાઉન્ડ | (આશરે ૨૯૦૦ કરોડ રૂા.) સિક્યોરિટી સ્વરૂપે બેંક માં રખાશે. આ ઉપરાંત બાળકો વયસ્ક થાય ત્યારે પ્રત્યેક વર્ષે ૧૧.૨ મિલિયન પાઉન્ડ (આશરે ૧૧૨ કરોડ રૂા) આપવા ના રહેશે. આ ઉપરાંત યુ.કે.ની હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ફિલિપ મુર એ પોતાના ચુકાદા માં સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજકમારી હત્યા અને તેના બાળકો ને આતંકવાદ અથવા તો અપહરણ જેવા જોખમો નો સામનો કરવો પડી શકે છે. આ પરિસ્થિતિ માં તેમની સુરક્ષા ની ખાસ વ્યવસ્થા થવી જરુરી છે. બ્રિટન માં તેમની સુરક્ષા ને સુનિશ્ચિત કરવા ની જરુર છે. આમ દુબાઈ ના શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મન્તુમ કે જેઓ દુબાઈ ના શાસક પણ છે તેમને તેમની છઠ્ઠી પત્ની સાથે ના ૧૫ વર્ષ ના લગ્નજીવન બાદ ડિવોર્સ પેટે ૫૫૪ મિલિયન પાઉન્ડ અર્થાત કે પ૫૫૦ કરોડ રૂા. ભરણપોષણ અને બાળકો ના ઉછેર પેટે ચૂકવવા પડશે.