પનામા પેપર્સ મામલે બચ્ચન પરિવાર સંકટમાં

ભારતની આર્થિક ગિન્યાઓ અંગેની કેન્દ્રિય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ -ઈડી એ સોમવારે બોલિવુડ એક્ટવસ ઐશ્વર્યા રાય બચ્ચનને પૂછપરછ માટે ઈડીની ઓફિસે બોલાવી હતી. એશ્વર્યા ની લગભગ ૭ કલાક લાંબી પૂછપરછ ચાલી હતી. આ અગાઉ અભિષેક બચ્ચન પણ ગત મહિને ઈડીની ઓર ફસે ડોક્યુમેન્ટસ જમા કરાવવા ગયો હતો. ઈડીના સૂત્રો પ્રમાણે ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનને પણ ઈડીનું તેડુ આવી શકે છે. વર્ષ ૨૦૧૬ માં બ્રિટનમાં પનામા લો ફર્મના ૧.૧૫ કરોડ ટેક્સ ડોક્યુમેન્ટ લીક થયા હતા. જેમાં વિશ્વભરના રાજનેતાઓ, બેઝનેશમેન, સ્પોર્ટસ સેલિબ્રિટીઝ અને ફિલ્મ સ્ટાર્સના નામો આવ્યા હતા. આમાં ભારતના પણ ૫00 લોકોના નામ સામેલ હતા. જેમાં બચ્ચન પરિવાર પણ સામેલ હતો.

આ બાબતે એક ભારતીય એજન્સીના રિપોર્ટ પ્રમાણે બોલિવુડના મહાનાયક બિગ બી ઉર્ફે અમિતાભ બચ્ચન પણ ચાર વિદેશી કંપનીઓમાં ડિરેક્ટર પદ ઉપર હતા. આ ચારેય કંપનીઓ ટેક્સ હેવન કંટ્રી ગણાતા દેશોમાં સ્થિત હતીઆ ચાર કંપનીઓ પૈકી ત્રણકંપનીઓ બહામાસ માં જ્યારે એક કંપની વર્જિન આઈલેન્ડ માં હતી. અત્યંત આશ્ચર્યજનક બાબત એ છે કે આ કંપનીઓ નું કેપિટલ માત્ર ૫ હજાર ડોલર્સથી માંડીને ૫૦ હજાર ડોલર સુધીનું જ હતું. પરંતુ આ કંપનીઓ કરોડો ડોલર્સની શિપ્સનો વ્યાપાર કરતી હતી. આ ચાર કંપનીઓ બાબતે જ અમિતાભ બચ્ચનને પણ ટૂંક સમયમાં ઈડી નું તેડું આવવાની પૂરી જ સંભાવનાઓ છે. જ્યારે અમિતાભ બચ્ચનના પુત્રવધુ અને અભિષેક બચ્ચનની ધર્મપત્ની ઐશ્વર્યા રાય બચ્ચનના નામે ૨૦૦૫ માં એક કંપની શરુ કરવામાં આવી હતી. ઐશ્વર્યાને પ્રથમ આ કંપનીમાં ડિરેક્ટર બનાવવામાં આવી ત્યારબાદ તેને કંપનીની શેર હોલ્ડર પણ જાહેર કરાઈ હતી. આ કંપનીનું નામ અમિક પાર્ટનર્સ પ્રાઈવેટ લિમિટેડ હતું.

જેનું મુખ્યાલય વર્જિન આઈલેન્ડમાં હતું. આ કંપનીમાં ઐશ્વર્યા રાય ઉપરાંત તેની માતાપિતા તથા ભાઈ પણ તેના ભાગીદારો હતો. ત્રણ વર્ષના કામકાજ બાદ ૨૦૦૮ માં કંપની બંધ થઈ ગઈ હતી. આ મામલે પૂછપરછ કરવા સોમવારે ઐશ્વર્યાને ઈડીના દફતરે બોલાવાઈ હતી. જ્યાં ઈડીના અધિકારીઓએ પહેલેતી જ તૈયાર કરી રાખેલી પ્રશ્નાવલી સાથે ઐશ્વર્યાની ૭ કલાક લાંબી પૂછપરછ કરી હતી. ઐશ્વર્યા સાંજે લગભગ ૭.૩૦ વાગ્યે ઈડીના દફતરથી નિકળી હતી. આ કોઈ પ્રથમ ઘટના નથી જ્યારે બચ્ચન પરિવાર આવા સંકટમાં ફસાયુ હોય. ૧૯૮૪ નો લોકસભાના ચૂંટણી અલ્હાબાદથી અમિતાભ બચ્ચન ૨૯૭,૪૬૧ વોટ મેળવીને આજ દિન સુધી વણતૂટેલા રહેલા રેકર્ડ સમાન ૧ ૮ ૭, ૮ ૯ ૫ – મતોના માર્જિનથી કે પ્રચંડ જીત મેળવી છે હતી. તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના પરમ મિત્ર અમિતાભ બચ્ચન જંગી બહુમતિથી જીત્યા બાદ પણ લોકસભાની પોતાની પાંચ વર્ષની ટર્મ પૂરી કરી શક્યા ન હતા. પરંતુ તે સમયે અમિતાભ બચ્ચન અને તેના ભાઈ અજિતાભ બચ્ચન કે જે વિદેશોમાં જ વસતો હતો તેનું નામ તત્કાલિન ચોબા કૌભાંડ માં ઉછળતા આખરે અમિતાભે રાજીનામુ ધરી દઈને આજ દિન પર્યત રાજકારણને રામરામ જ કરી દીધા છે.

જો કે આનું પ્રમુખ કારણ ૧૯૮૭ માં ભારતીય રાજકારણના અને રાજીવ ગાંધી શાસનના સૌથી બદનામ બોફોર્સ કૌભાંડમાં અમિતાભનું પણ નામ આવ્યું હતું. આ દરમ્યિાન બિગ બી ની રાષ્ટ્રવ્યાપી ઈમેજ ખૂબ ખરાબ થઈ હતી. આખરે ૨૫ વર્ષો બાદ અમિતાભને બોફDર્સ કૌભાંડ મામલે ક્લિન ચીટ મળી હતી. જો કે આ સમય દરમિયાન બચ્ચન પરિવારની ઈમેજ ખાસ્સી ખરડાઈ ચૂકી હતી. આ બાબતે અન્ય એક યોગાનુયોગ એવો પણ બન્યો હતો કે જ્યારે સોમવારે ઈડીએ પાટનગરી નવી દિલ્હીના લોકનાયક ભવનમાં ઐશ્વર્યા રાય બચ્ચનને પૂછપરછ કરી ની રહી હતી ત્યારે જ તે છે કે દેશની સંસદમાં રાજયસભાના સાંસદ સ.પા. નેતા અને ઐશ્વેર્યા રાયના સાસુ જયા બચ્ચન ગુસ્સાથી રાતાપીળા થઈને ભાજપા ઉપર વરસી રહ્યા હતા. સંસદમાં જયા બચ્ચન એ ભાજપાને શ્રાપ પણ આપ્યો હતો કે તમારા ખરાબ દિવસો બહુ દૂર નથી. ટૂંક સમયમાં શરુ થઈ જવાના છે. હવે મુદ્દાની વાત એ છે કે બોલિવુડમાં જયા-ઐશ્વર્યા ના સાસુ-વહુના સંબધો વિષે પણ ઘણી વાતો સૌ જાણે જ છે. ત્યારે આવા સમયે સંસદમાં જયા બચ્ચનનો સત્તાધારી પક્ષ ભાજપા સામેનો આટલો ઉગ્ર આક્રોશ અને ભાજપાને શ્રાપ આપવા સુધીની ઉગ્રતા પાછળનું કારણ પુત્રવધુને ઈડી ની તપાસથી બચાવવાનું હતું કે…..?

Leave a Reply

Your email address will not be published.