પુષ્પા : સુપરડુપર બ્લોક બસ્ટર

બોલિવુડની સરખામણીએ સાઉથની ફિલ્મો લિમિટેડ ટેરટરીના પ્રદર્શિત થતી હોવા છતા ત્યાંના સ્ટાર્સની લોકપ્રિયતા, તેમની ફી અને તેમના બોક્સ ઓફિસ કલેક્શન બોલિવુડને પણ વામણા બનવી દે છે. હાલમાં જ રિલીઝ થયેલી તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા : ધ રાઈઝ એ બોક્સ ઓ-િ ફસ કલેક્શનમાં સૂર્યવંશી અને સ્પાયકર મેનને પણ પછાડ્યા હતા. કો ૨ા ના કા ળ બાદ ખુલેલા થિયેટરોમાં બોલિવુડ ફિલ્મ સૂર્યવંશીએ ધમાકેદાર ઓપનીંગ કે કલેક્શન ૨૬.૫૦ કરોડ કરતા ભારતમાં રજુ થયેલી હોલિવુડ ફિલ્મ સ્પાયડમેન : નો વે હોમ એ પ્રથમ દિવસે ૩૨.૬૭ કરોડનું કલેક્શન મેળવ્યું હતું. જો કે તેલુગુ સુપર સ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર તેલુગુ ફિલ્મ પુષ્પા : ધ રાઈડ એ ઓપનિંગ કે કલેક્શન માં જ ૪૫ કરોડ રૂા. બોક્સ ઓફિસ ઉપરથી રળી લેતા રેકર્ડબ્રેક કમાણી કરી હતી. આ જ સિકવન્સમાં સૂર્યવંશીએ પાંચમા દિવસે ૧00 કરોડના કલેક્શનને પાર કર્યું હતું જ્યારે સ્પાઈડરમેન એ ચાર દિવસમાં બોક્સ ઓનિ ફસ ઉપરથી ૧૦૦ કરોડ રળ્યા હતા જ્યારે આ બધાને પછાડતા પુષ્પા એ બે જ દિવ માં ૧૦૦ કરોડની કમાણી કરવા ઉપરાંત તેની ત્રણ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન ૧૪૪ કરોડ રૂા. રહ્યું હતું.

જ્યારે પાંચ જ દિવસમાં પુષ્પાએ બોક્સ ઓફિસ કમાણીમાં ૨૦૦ કરોડના આંકને પસાર કરીને ઈતિહાસ રચી દીધો હતો. તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન એક ફિલ્મના ૧૮ કરોડ રૂા. મેળવે છે. તેની સંપત્તિ ૩૬૦ કરોડ રૂા.ની છે. તેના હૈદરાબાદમાં જ્યુબિલી હિલ્સ સ્થિતત શાનદાર ઘરની કિંમત ૧૦૦ કરોડની છે. અલુ પાસે મર્સિડીઝ, ઓડી, રેન્જરોવર, બીએમડબલ્યુ એક્સ ૬ જેવી વૈભવી કારનો કાફલો હોવા ઉપરાંત તેની વેનિટી વેનની કિંમત જ ૭ કરોડ રૂા. છે. અલ્લુએ ૬ માર્ચ ૨૦૧૧ માં સ્નેહા રેડ્ડી સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા તથા તેમને પુત્ર અહાન અને પુત્રી અરહા એમ બે સંતાનો પણ છે. અલ્લુ અર્જુનની આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શને તામિલનાડુ સુપરસ્ટાર રજનીકાંત ની હાલમાં જ રિલીઝ થયેલી સુપર હિટ ફિલ્મ અન્નાથે ના પ્રથમ દિવસના કલેક્શન ૩૪.૭૦ કરોડથી અધિક કલેકશન મેળવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.