બાદશાહ ને પાછળ છોડ્યો દેવ પગલી એ

ભારત માં બોલિવુડ માં અને સંગીત રસિકો માં રેપ સોંગ ની બોલબાલા છે અને ફિલ્મો થી માંડી ને કોન્સર્ટ માં રેપર બાદશાહ ની બોલબાલા છે. જો કે હાલ માં બે ગુજરાતી સિંગર દેવ પગલી અને જિગર ઠાકોર ના ગીત ચાંદ વાલા મુખડા એ ધૂમ મચાવી આ બન્ને ગુજરાતી સિંગર દેવ પગલી અને જિગર ઠાકોર એ ઈન્સ્ટાગ્રામ રિલ ની બાબત માં દેશ ના વિખ્યાત રેપર બાદશાહ તેમ જ બોલિવુડ ના ખિલાડીકુમાર અક્ષયકુમાર ને ઘણા પાછળ છોડ્યા છે. તેમનું સોંગ ચાંદવાલા મુખડા એટલું ધૂમ મચાવી રહ્યું છે કે અત્યાર સુધી માં તેના રેકર્ડ બ્રેક ૪૭ લાખ થી વધુ રિલ્સ બની ચૂકી છે. જ્યારે દેશ ના નં.૧ રેપર બાદશાહ ના સોંગ બચપન કા પ્યાર ની માત્ર ૫ લાખ ૮૫ હજાર રિલ્સ બની છે.

જ્યારે તેના બીજા સોંગ “જુગની” ની ૫ લાખ ૩૬ હજાર રિલ્સ બની છે. આમ બાદશાહ ના બે સોંગ્સ ની રીલ્સ કરતા પણ પાંચ ગણી વધારે રિલ્સ દેવ પગલી અને જિગર ઠાકોર ના એક જ ગીત ની બની છે. આ જ રીતે અક્ષયકુમાર ના ફિલહાલ-૨ મોહબ્બત ગીત એક બાત બતાઓ ની ૨.૧ મિલિયન્સ રિલ્સ જ બની છે જેની સામે ચાંદ વાલા મુખડા ની એક જ મહિના માં ૪.૬ મિલિયન્સ રિલ્સ બની ગઈ છે. આફત ને અવસરમાં પલટવા ની વડાપ્રધાન મોદી ની શીખ જાણે દેવ પગલી એ આત્મસાત કરી છે. જ્યારે કોર1ોના કાળ માં દેશના નાના-મોટા સૌ શો બિઝનેશ ના કલાકારો નવરાપડી ને ઘરે બેઠા હતા, ત્યારે આ નવરાશ ની પળો માં દેશ પગલી એ આ ચાંદવાલા મુખડા સોંગ લખ્યું હતું.

ત્યાર બાદ પરિસ્થિતિ સામાન્ય થતા આ ગીત નું રેકોર્ડીંગ કરી ને જાહેર કરાતા તો આ સોંગ એ દેશભર માં ધૂમ મચાવી દીધી હતી. ઈન્સ્ટાગ્રામ ઉપર એક જ મહિના માં ૪.૬ મિલિયન રિલ્સ બનવા ઉપરાંત યુ ટ્યુબ ઉપર પણ આટલા જ સમય માં આ ગીત ને ૪૫ મિલિયન્સ લોકો જોઈ ચૂક્યા છે. દેશ ના નં.૧ રેપર અને અક્ષયકુમાર ને પણ રિલ્સ ની બાબત માં પાછળ છોડ્યા બાદ દેવ પગલી હવે રાતોરાત સ્ટાર બની ગયો છે. દેવ પગલી એ પણ અત્યાર સુધી પોતાની ફી જે તે ૧ લાખ રૂા. લેતો હતો તે વધારી ને ૩૦ લાખ રૂા. કરી દીધી છે. હાલ માં તો તે ચાંદવાલા મુખડા ની દેશવ્યાપી સફળતા માણી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.