‘રાજનેતા ના પુત્ર નો વૈભવી લગ્ન સમારોહ

ભારત માં યુપીએ સરકાર ના ઉડ્ડયન મંત્રી શરદ પવાર ની પાર્ટી એનપિી ના નં.ર નેતા પ્રફુલ પટેલ ના પુત્ર પ્રજ્ય પટેલ ના શિવિકા સાથે ભવ્ય લગ્ન સમારોહ જયપુર ના રામબગ પેલેસ માં યોજાઈ ગયા. જેમાં દેશ ના અગ્રણી રાજનેતાઓ, બોલિવુડ અને સ્પોર્ટસ સેલિબ્રિટીઝ તથા અન્ય વીઆઈપી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ૨ાજયસભા સંસદ પ્રફુલ પટેલ ના પુત્ર નો લગ્ન સમારોહ ૧૮ અને ૧૯ ડિસે. એ જયપુર માં યોજાઈ ગયો. આ પ્રસંગે જયપુર ની તમામ ૫ સ્ટાર અને ૭ સ્ટાર હોટલો ના રૂમ બુક કરાવી લીધા હતા. તથા આ દરયિાન ૧૮ મી ડિસે.

એ ૨૮ ચાર્ટર ફ્લાઈટ્સ મહાનુભાવો ને લઈ ને તથા૧૯ મી ડિસે. એ ૧૪ ચાર્ટડ ફલાઈટ્સ મહાનુભાવો ને લઈ ને જયપુર ઈન્ટરનેશલ એરપોર્ટ ઉપર ઉતરી હતી. જેમાં ઉદ્યોગપતિ સજ્જન જિંદલ, સુનીલ મુંજાલ, અનિલ અંબાણી, કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરી, સ્પોર્ટસ મિનિસ્ટર અનુરાગ ઠાકુર, મહારાષ્ટ ના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, પર્યટન મંત્રી આદિત્ય કછરે, કોંગ્રેસી નેતા ગુલામ | નબી આઝાદ, પૂર્વ કોચ રવિ શાસ્ત્રી, પૂર્વ કપ્તાન ધોની, સાંસદ જયા બચ્ચન, ડિરેક્ટર મધુર ભંડારકર, | સલમાન ખાન, અનિક કપૂર, શિલ્પા શેટ્ટી, સિંગર ગુરુ રંધાવા ઉપસ્થિત રહ્યા હતા. સલમાન ખાને સ્ટેજ ઉપર પ્રફુલ પટેલ સાથે પોતાની ફિલ્મ કિક ના ગીતે જુમ્મ કી રાત હૈ ઉપર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. જ્યારે સપરિવાર આવેલો ધોની હુક્કા ની લહેજત માણતો નજરે પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.