વડાપ્રધાન મોદી ને ભૂતાન નું સર્વોચ્ચ સન્માન

ભારત ના પાડોશી દેશ ભૂતાન એ ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ભૂતાન ના સર્વોચ્ચ નાગરિક સન્માન નગદલ પલ જી ખોરલો એવોર્ડથી સન્માનિત કર્યા હતા. પોતાના દેશ ના સર્વોચ્ચ નાગરિક સન્માન થી ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને સન્માનિત કરનાર ભૂતાન નવમો દેશ છે.

ભારત ના આ લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું માત્ર ભારત ની દેશપ્રેમી જનતા જ નહીં પરંતુ વિશ્વ ના દેશો, વિશ્વ ના લોકો પણ તેમનું સન્માન કરી રહ્યા છે અને તે પણ પોતાના દેશ ના સર્વોચ્ચ નાગરિક સન્માન થી. આ અગાઉ વિશ્વ ના આઠ દેશો પોતાના દેશ ના સર્વોચ્ચ નાગરિક સન્માન થી વડાપ્રધાન મોદી ને સન્માની ચૂક્યા છે. વિશ્વ ના નવ-નવ દેશો ના સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનારા નરેન્દ્ર મોદી દેશ ના પ્રથમ વડાપ્રધાન છે. ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ૨૦૧૬ માં અફઘાનિસ્તાન એ પોતના સર્વોચ્ચ નાગરિક સન્માન ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન એવોર્ડ થી,

૨૦૧૭ માં જ સાઉદી એરિબિયા એ તેમના સર્વોચ્ચ નાગરીક સન્માન કિંગ અબ્દુલ્લા અઝીઝ શાહએવોર્ડ, ૨૦૧૮ માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અતિ પ્રતિષ્ઠિત ચેમ્પિયન ઓફ અર્થ એવોર્ડ, ૨૦૧૮ માં જ દક્ષિણ કોરિયા એ સિયોલ શાંતિ પુરસ્કાર, ૨૦૧૮ માં પેલેસ્ટાઈન એ પણ ગ્રાન્ડ કોલર એવોર્ડ, ૨૦૧૯ માં રશિયા એ ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ અપોસ્ટલ એવોર્ડ, ૨૦૧૯ માં માલદિવ્સ એ સેલ ઓફ નિશાન ઈજુદીન એવોર્ડ, ૨૦૧૯ માં જ યુનાઈટેડ આરબ અમિરાત એ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયેદ મેડલ થી વડાપ્રધાન મોદી ને સન્માન્યા હતા. આમ ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન માત્ર ભારત ના વડાપ્રધાન તરીકે ભારત ના નેતા, પંરતુ નવ-નવ દેશો ના આંતરરાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવી ને સાચા અર્થ માં એક વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.