વાનર સેના નો શ્વાનો ઉપર બદલો

મહારાષ્ટ્ર ના બીડ જીલાના લાઉલ અને મઝલગાંવ ગામ ખાતે એક અકલ્પનીય ઘટના ઘટી છે. અહીં ના વાનરો એ શ્વાનો ઉપર બદલા ની ભાવના થી હુમલાઓ કરતા તેમને ઉંચાઈ ઉપર થી ફેંકી ને મોત ને ઘાટ ઉતાર્યા નો આશ્ચર્યજનક સિલસિલો ચાલુ કર્યો હતો. મહારાષ્ટ્ર ના બીડ ના સ્થપનિક મિડીયા ના જણાવ્યા પ્ર મ ણ વાનરો થાનો સામે બદલો લઈ રહ્યા છે. મજલગાંવ ગામ માં શ્વાનો ના ટોળા એ એક વાનર બચ્ચા ને મારી નાંખ્યા બાદ વાનરો વિફર્યા છે. વાનરો હવે શ્વાનો ને શોધી શોધી ને પહેલા તેમને પકડી લે છે, પછી તેમને ઉંચાઈવાળી ઈમારત કે ઊંચાઈવાળી જગ્યા ઉપર લઈ જઈ ને ત્યાંથી નીચે ફેંકી દે છે જેથી શ્વાનો ના મૃત્યુ થાય છે.

શ્વાનો વાનરો ના એવા નિશાના ઉપર આવ્યા છે કે માત્ર છેલ્લા એક જ માસ માં લગભગ ૨૫૦ જેટલા રસ્તા ઉપર રઝળતા શ્વાનો ને મોત ને ઘાટ ઉતારી દીધા છે. આ ઉપરાંત મજલગાંવ થી છ કિ.મી. દૂર લાઉલ ગામ માં પણ વાનરો એક પછી એક શ્વાનો ને મોત ને ઘાટ ઉતારી રહ્યા છે. લાઉલ ગામમાં તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે ગામ ની ગલીઓ માં એક પણ રખડતું શ્વાન જોવા નથી મળતું. વાનરો દ્વારા શ્વાનો ઉપર લેવાતા આ ભયંકર બદલા ની વાત અચરજ પમાડનારી અને માન્યામાં ના આવે તેવી છે. પરંતુ સત્ય છે. વળી આ બાબત વધારે ગંભીર ત્યારે બની જ્યારે અમુક શ્વાનો ને વાનરો ના કન્જામાં થી છોડાવી, બચાવી લેવા સ્થાનિક લોકો એ હસ્તક્ષેપ કરતા વાનરો એ તેમના ઉપર પણ હુમલો કરી દેતા અમુક સ્થાનિકો પણ ઈ જા સસ્તા થયા હતા.

આ પૈકી અમુક શ્વાન ને બચાવવા જતા પોતે બિલ્ડીંગ ઉપર થી પડી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ ઉપરાંત શ્વાન ને બચાવવા ની માનવીઓ ની આવી હરકતો થી હવે વાનરો એ નાના બાળકો ને પણ નિશાના ઉપર લેવા નું શરુ કર્યું છે. શેરી માં ફરતું એકલ દોકલ બાળક કે શાળા એ જતા બાળકો ઉપર પણ હવે વાનર ટોળી એ હુમલા શરુ કરી દીધા છે. આથી ગભરાઈ ગયેલા સ્થનિકો એ વાનરો ના આવા તરખાટ અંગે વન વિભાગ ને જાણ કરી હતી. આથી વનવિભાગ દ્વારા હવે મજલગાંવ અને લાઉલ ગામ માં વાનરો ને પકડી ને પાંજરે પૂરવા ની પ્રક્રિયા શરુ કરી દેવા માં આવી છે. જો કે વાનરો માં શ્વાન પ્રત્યે આટલી ખતરનાક બદલા ની ભાવના આશ્ચર્ય પમાડે તેવી તેમ જ આઘાતજનક પણ છે.

Leave a Reply

Your email address will not be published.