વિશ્વભર માં પ્રસરતો ઓમિકોન નો આતંક

ગત સપ્તાહ માં બ્રિટન માં ઓમિકોન સંક્રમિત દર્દી ના થયેલા નિધન બાદ હવે અમેરિકા માં પણ ઓમિકોન સંક્રમિત નું મોત થઈ ચુક્યુ છે. છેલ્લા ૨૪ કલાક માં બ્રિટન માં રેકર્ડ બ્રેક ૯૧૭૪૩ નવા કેસો નોંધાયા હતા. તાત્કાલિક અમલ હatહતા we repoનાd ass માં આવે તે રીતે બે સપ્તાહ નું લોકડાઉન જાહેર કર્યું હતું.
અમેરિકા માં | ઓમિકોન વેરિયન્ટ એ પોતાનો કહેર વર્તાવા નું શરુ કરી દીધું છે. પશ્ચિમી દેશો અને યુરોપિયન યુનિયન દેશો માં કાતિલ ઠંડી ના શિયાળા ના દિવસો અને ક્રિસમસ તહેવાર ના પગલે ઓમિકોન ના પ્રચંડ વિસ્ફોટ ની આશા રખાતી જ હતી. અમેરિકા માં ઓમિક્રોન સંક્રમિત ના પ્રથમ મૃત્યુ ટેક્સાસ રાજ્ય માં નોંધાયું હતું. એમ મનાય છે કે મૃતક ની ઉંમર ૫૦ વર્ષ થી ૬૦ વર્ષ વચ્ચે ની હતી. અમેરિકા માં કોરોના સંક્રમિતો ના તપાસ માટે મોકલાયેલા સેમ્પલો પૈકી ૭૩ ટકા કેસો ઓમિકોન ના જ છે.

અન્ય ચોંકાવનારી બાબત એ છે કે માત્ર એક સપ્તાહ પહેલા આ એક માત્ર ૩ ટકા નો જ હતો. આમ ઓમિક્રોન અમેરિકા માં ઝડપ થી પ્રસરી રહ્યો હોવા નું આંકડાઓ ઉપર થી જણાય છે. અમેરિકા નું સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ટ પ્રિવેન્શન (સીડીસી) ના રિપોર્ટમાં જણાવાયું છે કે હવે ઓમિકોન સમસ્ત અમેરિકા માં ફેલાઈ ચુક્યો છે. ગત સપ્તાહ સુધી અમેરિકા માં સંક્રમિતો માં સર્વાધિક કેસો ડેલ્ટા વેરિયન્ટ ના જ હતા. આ સપ્તાહે ઓમિકોન એ સપાટો બોલાવતા હવે આ ડેલ્ટા વેરિયન્ટ ના કેસો માત્ર ૨૭ ટકા જ રહી જવા પામ્યા હતા.

ઓમિકોન એ કેવો ભયંકર હાહાકાર યુ.એસ. માં વર્તાવ્યો છે તે એ બાબત થી જણાય છે કે ન્યુયોર્ક અને ન્યુજર્સી ના ૯૨ ટકા કેસો ઓમિક્રોન ના જ છે જ્યારે દેશ ની પાટનગરી વોશિંગ્ટન માં આ ટકાવારી ૯૬ ટકા થઈ ગઈ છે. અમેરિકા હવે પોતાના નાગરિકો ને કોરોના વેક્સિન તેમ જ બુસ્ટર ડોઝ લઈ લેવા ની અપીલ કરી રહ્યું છે જેના થકી ઓમિક્રોન વેરિયન્ટ ફેલાતો અટકાવી શકાય. દ.આફ્રિકા અને યુ.કે. પછી હવે ઓમિકોન વેરિયન્ટ યુ.એસ.માં તરખાટ મચાવી રહ્યા છે.

યુ.એસ.માં કોરોના ના નવા કેસો ર૬૮,૩૦૭ કેસો, યુ.કે.માં ૯૧૭૧૪, રશિયા માં ૨૭૦૨૨ નવા કેસો જ્યારે સ્પેન માં ૨૬૫૬૮ નવા કેસો નોંધાયા હતા. જ્યારે ભારત માં પણ પગપેસારો કરી ચૂકેલા ઓમિકોન વેરિયન્ટ ના નવા કેસો રાજ્યવાર જોઈએ તો દિલ્હી માં ૫૪ કેસો, મહારાષ્ટ્ર માં ૫૪, તેલંગણા-૨૦, કર્ણાટક ૧૯ અને રાજસ્થન -૧૮ જ્યારે કેરળ માં ૧૪ અને ગુજરાત માં ૧૪ કેસો નોંધાયા છે. આમ ભારત માં પણ ઓમિકોન વેરિયન્ટ એ ૭ રાજ્યો માં પગપેસરો કરી દીધો છે.

Leave a Reply

Your email address will not be published.