વિશ્વ મહામારી ના સૌથી કપરા કાળ તરફ
આઈ.ટી. ક્ષેત્ર ની મલ્ટિનેશનલ જાયન્ટ માઈક્રોસોફ્ટ ના સ્થાપક અને પૂર્વ સીઈઓ બિલ ગેટ્સ એ ઓમિકોન વેરિયન્ટ અંગ ચેતવતા ટ્વિટ કર્યું હતું કે વિશ્વ મહામારી ના સૌથી કપરા કાળ માંથી પસાર થશે. સતત એક પછી એક સાત ટ્વિટ કરતા તેમણે જણાવ્યું બધા જ હોલી ડે પલાના કેન્સલ ક ૨૧ દી ધા છે. વિ શ્વ ના સૌથી શ્રીમંત વ્યક્તિઓ ની યાદી માં સામેલ બિલ ગેટ્સ એ જણાવ્યું હતું કે તેમના નજીક ના મિત્રો ઝડપ થી વેરિયન્ટ ની ચપેટ માં આવી રહ્યા છે. આથી તમામ લોકો એ સાવધાન રહેવું અત્યંત જરૂરી છે.
નવા વેરિયન્ટ ને આટલો ખતરનાક રીતે પ્રસરતો જોતા જ તેમણે તેમના તમામ હોલિડે પ્લાન્સ પણ કેન્સલ કરી દીધા છે. બિલ ગેટ્સ એ લોકો ને માસ્ક પહેરવા, સોશ્યિલ ડિસ્ટન્સીંગ જાળવવા તથા વેક્સિન લગાવવા ની પણ સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે ઓમિકોન વેરિયન્ટ મામલે સતર્કતા વર્તવી ખૂબ જરુરી છે. બીજા વેરિયન્ટ ની તુલના એ ઓમિકોન ખતરનાક ઝડપ થી ફેલાઈ રહ્યો છે. ટૂંક સમય માં ઓમિક્રોન વિશ્વ ના દરેક દેશો માં પહોંચી જશે. કમનસીબે હાલ માં આપણી પાસે નવા વિરેન્ટ વિષે વધારે માહિતી પણ નથી.
ઓમિકોન માનવીને કેટલો બિમાર કરે છે તે વિષે વધુ જાણકારી નથી, પરંતુ જો તે ડેલ્ટા વેરિયન્ટ કરતા અડધો પણ અસરકારક હોય તો તે ચિંતા નું મોટું કારણ બની શકે છે કારણ કે તે ખૂબ ઝડપ થી ફેલાય છે. અમેરિકા ના અબજોપતિ ઉદ્યો પગતિ ની આ ચ તા વ ણી એવા સમયે આવી છે કે જ્યારે અમેરિકા માં જ ઓમિકોન ખૂબ ઝડપ થી ફેલાઈ રહ્યો છે. અમેરિકા માં છેલ્લા એક સપ્તાહ માં કોરોના ના કુલ નવા કેસો માં ૭૩ ટકા કેસો ઓમિકોન વેરિયન્ટ ના નોંધાયા છે જે માત્ર એક સપ્તાહ અગાઉ માત્ર ૩ ટકા જ હતા.
જો કે અંત માં બિલ ગેટ્સ એ થોડી સાંત્વના પાઠવતા ટ્વિટ કર્યું હતું કે ઓમિક્રોન ખૂબ ઝડપ થી ફેલાઈ રહ્યો છે. જો કે સારા સમાચાર એ છે કે કોઈ પણ દેશ માં સંક્રમણ ની હેર ત્રણ માસ થી પણ ઓછા સમય માં પુરી થઈ જતી હોય છે. આમ આનો પણ અંત આવશે. દુનિયા હંમેશા માટે આવી નહીં રહે. એક દિવસ ચોક્કસ થી મહામારી સમાપ્ત થશે. જો આપણે આપણી જાત ની તથા એકબીજા ની યોગ્ય સંભાળ રાખીશું તો તે સમય પણ જલ્દી થી આવશે.