શ્રીનગર માં આતંકી પ્રવૃત્તિ માં ઉછાળો
જમ્મુ-કાશ્મિર માં થી આર્ટિકલ ૩૭૦ અને ૩૫-એ હટાવ્યા બાદ અને જમ્મુકાશ્મિર ને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા બાદ સરકાર જ્યાં શાંતિ અને સુરક્ષા ની આલબેલ પોકારી રહી છે ત્યાં વાસ્તવિકતા એ છે કે શ્રીનગર માં આતકવાદી પ્રવૃત્તિઓ કે માં મોટો ઉછાળો | આવ્યો છે. હાલ માં જ્યારે શ્રીનગર સહિત જમ્મુકાશ્મિર જ્યાં કેન્દ્રશાસિત પ્રદેશ છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય ના સીધા નિયંત્રણ હેઠળ છે ત્યારે જમ્મુ-કાશ્મિર માં મોટી સંખ્યા માં લશ્કરી અને અર્ધ લશ્કરી દળો ની તૈનાતી કરાઈ છે. જો કે ચિંતા ની બાબત એ છે કે તમામ કેન્દ્રીય એજન્સ ૧ીઓ ની ઉપસ્થિતિ બાદ પણ રાજધાની શ્રીનગર માં નાગરિકો ની હત્યા ના મામલાઓ માં ૨૦૨૦ ની સરખામણી એ ૨૦૨૧ માં મોટો ઉછાળો નોંધાયો છે તેમ જ આ જ સમયગાળા માં ગ્રેનેડ હુમલા પણ બમણા થયા હતા. કારણ સ્પષ્ટ છે કેમ કે શ્રીનગર હંમેશા આતંકવાદીઓ ના નિશાના ઉપર હોય છે.
શ્રીનગર માં કોઈ પણ આતંકવાદી ઘટના કે હુમલો કે સામાન્ય નાગરિકો ના મૃત્યુની વિશ્વ ની હેડલાઈન્સ માં સ્થાન બનાવતા હોય છે. આથી તેમનો પ્રયાસ રહે છે કે શ્રીનગર ની ઘટનાઓ કોઈ પણ સંજોગો માં હેડલાઈન્સ માં ચર્ચાતી રહે અને વિશ્વ ને સ્પષ્ટ સંદેશો જાય કે અહીં બધુ બરબિર નથી. આ વર્ષે આતંકવાદીઓ એ શ્રીનગર માં જ ૧૨ થી અધિક ગ્રેનેડ હુમલા કર્યા છે. જે ગત વર્ષની સરખામણી એ બમણા છે. ગત વર્ષે આતંકીઓ એ ૪ નાગરિકો ને માર્યા હતા. આ વર્ષે અત્યાર સુધી માં આતંકવાદીઓ એ ૧૪ નાગરિકો ને મોત ને ઘાટ ઉતાર્યા છે. કાશ્મિર પોલિસ ના મોટાભાગ ના સ્ત્રોતો અને ગુપ્તચરો શ્રીનગર જીલ્લા માં જ સક્રિય હોવા છતા અવારનવાર એન્કાઉન્ટરો શ્રીનગર ને હચમચાવી નાંખે છે. જમ્મુ-કાશ્મિર માં સુરક્ષાદળો દ્વારા હાથ ધરાયેલા ૧૦૦ થી વધુ ઓપરેશન્સ પૈકી ૨૫ માત્ર શ્રીનગર માં જ હાથ ધરાયા હતા. જે પૈકી માત્ર ૯ સફળ રહ્યા હતા. આ વર્ષે જમ્મુ-કાશ્મિર રાજ્ય માં ૧૯૦ આતંકવાદીઓ એન્કાઉન્ટર માં માર્યા ગયા હતા.
જો કે આ સફળતા મેળવવા સુરક્ષા દળો ના ૪૮ જવાનો એ પણ દેશ ની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપતા જાન ગુમાવવા પડ્યા હતા. આ વખતે રાજ્ય માં માર્યા ગયેલા આત’કવાદીઓ માં બન્ને પ્રકાર ના આતંકવાદીઓ સામેલ હતા. અર્થાત કે સ્થાનિક દેશી આતંકીઓ ઉપરાંત વિદેશી આતંકીઓ નો પણ સમાવેશ થાય છે. ઉપરાંત સુરક્ષા દળો ની મુશ્કેલીઓ ત્યારે વધે છે જ્યારે અમુક કિસ્સાઓ માં આવા આતંકીઓ ને સ્થાનિક લોકો નું સમર્થન પ્રાપ્ત હોય છે. જોકે એનઆઈએ ની જડબેસલાક કામગિરી દ્વારા આતંકીઓ ને આર્થિક સહાય ના સ્ત્રોત્રો બંધ કરાયા બાદ પૂર્વે રાજ્ય માં છાશવારે બનતી પથ્થરમારા ની ઘટનાઓ નામશેષ થઈ ગઈ હતી.