‘સંવમેક્સ એરિવર્સ દ્વારા એવોર્ડ ગાલા નાઈટનું ભવ્ય આયોજન
ડિસેમ્બર તારીખ ૧૨-૨૦૨૧ રવિવાર ના રોજ બ્રેમ્પટન ના ચાંદની બેંકવેટ હોલમાં સેવમેક્સ એચિવર્સ રિયલ્ટી દ્વારા વર્ષ ૨૦૨૧ ની ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ કામગિરીને વધાવવા તેમ જ નવા રિયલ્ટરતેને પ્રોત્સાહિત કરવા પ્રથમવાર એવોર્ડ ગાલા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવમેક્સ એચિવર્સ રિયલ્ટી ના પ્રણેતા બ્રોકર ઓફ રેકોર્ડ તથા સમાજના અગ્રગણ્ય જાણીતા શ્રી ડોન પટેલ તથા યુવા રિયલ્ટર શ્રી અશોકપટેલ (એસ પટેલ) દ્વારા આ બ્રોકરેજની શરૂઆત ટૂંક સમય પહેલા જ થઈ હતી. પણ હાલના કોવિડ-૧૮ ના કપરા સમય દરમિયાન બ્રોકરેજમાં ૩૦ થી વધુ અનુભવી તથા નવા રિયલ્ટર્સ જોડાઈને આ બ્રોરેજને રિયલ એસ્ટેટ ની દુનિયામાં એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
સેવમેક્સ એચિવર્સ એવોર્ડ ગાલા નાઈટની શરુઆતમાં વર્ષ ૨૦૨૧ માં કોવિડ થી દુનિયાભરમાં જાન ગુમાવેલા કેનેડના બ્રિટીશ કોલંબીયામાં આવેલ અચાનક પુરથી જાનમાલ ગુમાવેલ. ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના વડા તથા સૈન્યના અગ્રણીઓ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જાન ગુમાવેલ તથા દુનિયાભરમાં થયેલા દુર્ઘટ નામાં જાન ગુમાવેલ ના માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું. સેવમેક્સ એ ચિવના શ્રી ડોન પટેલ, અશોક પટેલ વમે કાનના સર્વેસર્વા અને પ્રણેતા શ્રી રમલા દુવા તેમજ આમંત્રીત મહેમાનોને અને રિયલ્ટર્સના પરિવારને આવકાર્યા હતા.

કાર્યક્રમને આગળ ધપાવતા સેવમેક્સ એચિવર્સ પરિવારના સંતાનો હસ્તી, કિશા, ધ્રુવી, યાના, સુરિના, ત્વીશા, સાચી, પ્રાચી, મહેત તથા લંકેશ પોતાની આગવી કલાનો જેમ કે નૃત્ય, ગીત અને સંગીત દ્વારા પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમને સીટી ઓફ બ્રેમ્પટન ના મેયર શ્રી પ્રેટ્રિક બ્રાઉન રીજીયોનલ કાઉન્સિલર ગુરપ્રીત ધિલ્લોન, કાઉન્સિલર જેફ બોમન, સારમીન વિલિયમ્સ, હરકિરન સિંગ તથા એમપીપી બ્રેમ્પટન સાઉથ શ્રી પ્રબ્બીત સિંગ સરકારીયા અને રોન ચટ્ટા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એમ.પી. રુબી મહેતા (બ્રેમ્પટન નોર્થ), એમ.પી. કમલ ખેરા (બ્રેમ્પટન વેસ્ટ), એમ.પી. સોનિયા સિધુ (બ્રેમ્પટન સાઉથ), એમ.પી.પી. અમર જ્યોત સંધુ (બ્રેમ્પટન વેસ્ટ) એમ.પી.પી. દીપક આનંદ (મીસીસાગા-માલ્ટન) અને એમ.પી.પી. નીના ગેંગરી (સ્ટ્રીટવેલ મીસી પગા) પોતાના કાર્યક્રમની વ્યસ્તતાને કારણે હાજર રહી શક્યા ન હતા પણ તેમનો આભાર પ્રસ્તાવ તેમના પ્રતિનિધિ દ્વારા મોકલ્યો હતો. સીટી ઓફ બ્રેમ્પટન ના મેયર શ્રી પેટ્રિક બ્રાઉન, ગુરપ્રીત ધિલ્લોન દ્વારા સેવમેક્સ એચિવર્સરિયલ્ટી બ્રોકર ઓફ રેકર્ડ શ્રી ડોન પટેલ, અશોક પટેલ તથા સેવેક્સના પ્રણેતા શ્રી રમણ દુવા નું સમાજ સેવાલક્ષી કાર્યને સર્ટીફિકેટ થી નવાજ્યા હતા.
સેવમેક્સ એચિવર્સના રિયલ્ટર શ્રી જયંત દેશપાંડે ને તેમની વર્ષ ૨૦૨૧ ની સર્વોત્તમ કામગિરી બદલ ઉચ્ચ શ્રેણીનો ટોપ પ્રોડ્યુસર્સ એવોર્ડ સિટી ઓફ બ્રેમ્પટન ના મેયર શ્રી પેટ્રિક બ્રાઉન અને સેવમેરૂ ના શ્રી રમણ દુવા દ્વારા નવાજ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જયંત દેશપાંડે છેલ્લા સાત વર્ષથી પાર્ટ ટાઈમ રીયલ્ટર તરીકે સેવા આપતા હતા પણ ફેબ્રુઆરી ૨૦૨૧ થી ફુલટાઈમ રીયલ્ટરની કામગીરીની શરુઆત કરેલ છે. આટલા ટૂંકા સમયગાળામાં આ સિધ્ધિ હાંસલ કરવાવાળા સેવમેક્સ એચિવર્સના પ્રથમ રિયલ્ટર છે. કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપવા બદલ સ્પોન્સર્સ જેવા કે રીયલ એસ્ટેટના લોયર્સ માર્ગે જ સ્પેશ્યાલિસ્ટ, ફોટોગ્રાફર્સ હોમ ઈન્સપેક્ટરો ને ડોન પટેલ અને અશોક પટેલ દ્વારા સ્મૃતિચિહ્ન આપીને આભાર માન્યો હતો. કાર્યક્રમને વધુ મનોરંજક બનવિવા માટે ટુંકા ટુંકા અંતરે રાફેલ ડ્રો નું પણ આયોજન કરેલામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને મહારાણી જવેલર્સ દ્વારા ડાયમંડ રીંગ એનાયત કરેલ હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન સમાજના આગેવાન યુવા કાર્યકર શ્રી પથિક શુક્લાએ તેમનો કિંમતી સમય આપીને કર્યું હતું.