સમાચારો સંક્ષિપ્ત માં

-જાણિતા ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ટીના મુનિમ અંબાણી ના મોટા પુત્ર જય અનમોલ એ ૧૨ મી ડિસેમ્બરે તેની પ્રેમિકા કૃતિ શાહ સાથે સાદગીથી સગાઈ કરી હતી. આ પ્રસંગે માત્ર બન્ને પરિવારોના સદસ્યો જ હાજર રહ્યા હતા. ૧૧ મી ડિસે. એ અણમોલ નો ૩૦ મો જન્મદિવસ પણ હતો. મુંબઈમાં કોરોના ના કેસો વધતા ૧૪૪ ની કલમ લાગુ કરાઈ હોવાથી જ માત્ર પરિવાર ના સભ્યોની હાજરીથી જ સાદગીથી સગાઈ વિધિ સંપન્ન કરાઈ હતી.

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીમાં કાશી વિશ્વનાથ ધામ કોરિડોર નું ૧૩ મી ડિસે. એ ઉદ્દઘાટન કર્યા બાદ આ પ્રસંગે ઉપસ્થિત ભાજપા શાસિત ૧૨ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે કાશીના વિકાસનું મોડલ જુઓ અને તેને પોતાના રાજ્યમાં પણ અપનાવો. આ ઉપરાંત તેમણે સરકારની નીતિઓ, યોજનાઓના પ્રચાર-પ્રસાર, આગામી વિધાનસભાની ચૂંટણીઓ તથા લોકો સાથેના જોડાણ વિષે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.

– કર્ણાટકમાં બની રહેલા એક કાયદાની જોવાઈઓ મુજબ હવે ધર્માતરણ કરનારા દલિત સમાજના લોકોનો અનામતનો લાભ નહીં મળે. જો કે અનુસુચિત જનજાતિના લોકોને ધર્માતરણ બાદ પણ અનામતના લાભો મળતા રહેશે. કારણ કે તે એક જન્મજાતિ છે પરંતુ જાતિ નથી.

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે એઈમ્સ અને ફર્ટિલાઈઝર ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે હાલમાં દેશભરમાં ૧૬ એઈમ્સ હોસ્પિટલો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરસંત શેરડીના પાક માં એમ.એસ.પી. પણ વધારવામાં આવી છે. તદુપરાંત ઈથેનોલ અને બાયોફ્યુઅલ ના ઉત્પાદનો ઉપર સરકાર ભાર આપી રહી છે. ટૂંક સમયમાં હવે આપણે વિદેશથી મોંઘાભાવનું ખાતર નહીં ખરીદવું પડે. સાથોસાથ આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને વિપક્ષો ઉપર નિશાન તાકતા જણાવ્યું હતું કે યુપીની અગાઉની સરકારો એ રાજ્યને બદનામ કર્યું હતું. અગાઉની સરકારો માફિયાઓને સંરક્ષણ આપતી હતી. યોગી સરકારના શા|ાનમાં માફિયાઓ જેલમાં પહોંચી ગયા છે. રાજ્ય અને કેન્દ્રમાં ભાજપાની ડબલ એન્જિન સરકાર માં ડબલ ઝડપથી કામ થાય છે. રાજ્ય માટે લાલ ટોપીવાળા એ એક એલર્ટખતરા સમાન છે. આતંકવાદીઓ પ્રત્યે દયા બતાવનારા લાલ ટોપીવાળાઓને યુપી માં ફરી એકવાર ગોટાળાઓ કરવા માટે સરકાર બનાવવી છે. આ લાલ ટોપીવાળાઓને માત્ર સત્તા અને લાલ લાઈટ સાથે જ મતલબ છે. તેમને અગાઉની માફક પોતાની તિજોરીઓ ભરવા, ગોટાળાઓ કરવા, સરકારી જમીનો ઉપર ગેરકાયદે કન્જો જમાવવા, માફિયાઓને ખુલ્લી છૂટ આપવા માટે ફરી એકવાર સત્તા જોઈએ છે. તેમને જનકલ્યાણ થી કોઈ નિસ્બત નથી. જ્યારે યુ.પી. માં હાલમાં યોગીજીની આગેવાની હેઠળની ભાજપી સરકાર રાજ્યના ગરીબો માટેઅનાજના સરકારી ગોડાઉનો ખોલી દીધા છે. ગરીબોના પ્રત્યેક ઘરે અનાજ પહોંચાડવા માટે ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અન્ન વિતરણ ચાલુ છે. જેનો લાભ રાજ્યની ૧૭ કરોડ જનતાને મળી રહ્યો છે. હાલમાં જ મુખ્યમંત્રી યોગીએ પી.એમ. ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી હોળી સુધી લંબવિવાની જાહેરાત કરી દીધી છે.

– જમ્મુ-કાશ્મિરમાં પોતાના અસ્તિત્વની લડાઈ લડતા પિપલ્સ એપ્લાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન – ગુપકાર ગૃપના સ્થાનિક પક્ષોએ સીમાંકન પંચના રાજ્યની વિધાનસભામાં જમ્મુમાં છે અને કાશ્મિર માં ૧ વિધાનસભા સીટ વધારવાના નિર્ણયનો | વિરોધ કરવા જાન્યુઆરી માસમાં નવા વર્ષની શરુઆત શ્રીનગરમાં ધરણા – દેખાવોથી કરવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે ડૉ. ફારુક અબ્દુલ્લાને ઘરે મળેલી મિટીંગમાં આ નિર્ણય લેવાયો હતો.

– સુવિખ્યાત સાળંગપુર ના કષ્ટભંજન દેવ હનુમાન દાદા મંદિર પરિસરમાં ૭ વિઘા જમીન ઉપર ૪૦ કરોડના ખર્ચે ભોજનાલય બની રહ્યું છે. આ માટે ભોજનાલયનું ૨ લાખ ૩૦ હજાર સ્કે.ફૂટમાં બાંધકામ થશે. આ માટે ઉપયોગમાં લેવાનારી ૧૨ લાખ ઈંટોની સેવા ગાંધીનગરમાં રહેતા હરિભક્ત ભરતભાઈ પ્રજાપતિ આપનાર છે. પ્રત્યેક ઈંટો શ્રીરામ ના માર્કવાળી બનાવાઈ રહી છે.

– જયપુરની રોયલ ફેમિલિના ૧૫ હજાર કરોડની સંપત્તિ વિવાદ મામલે કોર્ટ બહાર મધ્યસ્થી ની મદદથી સમાધાન થઈ ગયું છે. આ મુજબ મહારાણી ગાયત્રીદેવીના પૌત્ર દેવરાજસિહ અને પૌત્રી લાલિત્યાકુમારી ને જયમહેલ પેલેસનો સંપૂર્ણ માલિકી હક્ક મળશે. જ્યારે તેની સામે રામબાગ પેલેસમાંથી પોતાના પિતાનો હક્ક વારસો ગાયત્રીદેવીના સાવકા પુત્ર પૃથ્વીરાજસિંહ ના પુત્ર વિજિતસિંહ અને અક્ષ પત્રકારોની તરફેણમાં જતો કરવો પડશે.

– એન્ટાર્કટિકા અને આર્કરિક પછી ગ્લેશિયર બરફનો ત્રીજો સૌથી મોટો સ્ત્રોત્ર હિમાલયની ગિરિમાળા છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયર અસાધારણ ઝડપે પિગળી રહ્યા છે. ૪00 વર્ષ અગાઉની સરખામણીએ છેલ્લા દાયકામાં ગ્લેશિયર ૧૦ ગણી વધારે ઝડપથી પિગળી રહ્યા છે. આ ગ્લેશિયર પિગળવાથી ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુ નદીનું જળસ્તર વધતુ જશે. અને થોડા જ વર્ષોમાં આ નદીઓના કિનરે વસ્તી કરોડો જનવસ્તી ઉપર ભારે જળસંકટ તોળાઈ રહ્યું છે. વર્ષ 2000 પછી ગ્લેશિયરો પિગળવાની ઝડપ અસાધારણ ગતિએ વધી ગઈ છે. અત્યાર સુધીમાં હિમાલયમાં ૩૯૦ થી ૫૮૦ વર્ગ કિલોમિટર બરફ પિગળી ચૂક્યો છે. જેના કારણે સમુદ્રનું જળસ્તર પણ ૦.૦૩ થી ૦.૦૫ ઈંચ વધી ગયું છે. આમ નદી કિનારે તથા સમુદ્ર કિનારે વસેલા ગામ, શહેરો ઉપર ભારે જળસંકટ તોળાઈ રહ્યું છે.

– યુ.પી. માં સ.પા. નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે યુપી સરકાર ઉપર ફોન ટેપિંગનો આરોપ લગાવ્યા બાદ કોંગ્રેસના મહામંત્રી અને યુપીના પ્રભારી પ્રિયંકા વાડ્રાએ કહ્યું હતું કે સરકાર મારા બાળકોના ઈન્સ્ટગ્રિામ એકાઉન્ટ પણ હેક કરી રહી છે. શું તેમની પાસે બીજુ કોઈ કામ જ નથી.

Leave a Reply

Your email address will not be published.