હવે હરીશ રાવતનો બળવો ?
ઉત્તરાખંડ ના પૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસના પંજાબના પ્રભારી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા હરીશ રાવત પણ પાર્ટી હાઈકમાન્ડથી નારાજ છે અને પાર્ટીને અલવિદા કરી શકે છે. બુધવારે સોશ્યિલ મિડીયા ઉપર હરીશ રાવતે કરેલી પોસ્ટથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ વ્યાપ્યો છે.ઉત્તરાખંડમાં ૨૦૨૨ માં વિધાનસ ભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ગાંધી પરિવારની નિકટના ગણાતા હરીશ રાવતે કોઈનું પણ નામ લીધા વગર પાર્ટી હાઈકમાન્ડ સામે ભડાશ કાઢી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે, “છે ને અનોખી વાત, ચૂંટણીપી સમુદ્ર માં તરવું છે. સહયોગ માટે સંગઠનનું માળખું ગોઠવવાની સહયોગનો હાથ આગળ વધારવાની જગ્યાએ મોઢું ફેરવી રહ્યા છે કે નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યા છે.
જે દરિયામાં તરવાનછે, સત્તાએ ત્યાં અનેક મગરમચ્છ છોડી રાખ્યા છે. જેમના આદેશ ઉપર તરવાનું છે, તેમના લોકો હાથ-પગ બાંધી રહ્યા છે. મનમાં ઘણી વખત વિચાર આવે છે કે હરીશ રાવત હવે ઘણું થયું, ઘણુ તરી લીધું હવે આરામ કરવાનો સમય આવી ગયો છે. ત્યારબાદ એક અન્ય સોશ્યિલ મિડીયા પોસ્ટમાં રાવતે લખ્યું હતું કે, પછી મનના એક ખૂણેથી અવાજ આવ્યો કે ન દેત્ય ન પલાયનમ’ મોટી અવઢવની સ્થિતિમાં છું. નવું વર્ષ કોઈ રસ્તો દેખાડે. મને વિશ્વાસ છે કે ભગવાન કેદારનાથજી આ સ્થિતિમાં મારું માર્ગદર્શન કરશે. ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ની ૨૦૧૪ બાદ સતત બીજી કરારી હાર બાદ પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેત ઓના બળવાખોર વલણથી પાર્ટી પરેશાન છે.
સૌ પ્રથમ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા બળવાખોરી કરીને ભાજપામાં જોડાઈ ગયા. જેના પગલે કમલનાથની કોંગ્રેસી સરકાર પણ ઘરભેગી થઈ ગઈ. ત્યારબાદમાં રાજસ્થાનમાં સચિન પાયલટએ પણ બળવાખોર વલણ બતવ્યું પરંતુ અંતે માની ગયા. આ ઉપરાંત વરિષ્ઠ ૨૩ નેતાઓ જે કોંગ્રેસમાં અસંતુષ્ટ જી-૨૩ સમુહ થી ઓળખાય છે તેઓ પક્ષમાં જ અલગ ચોકો તાણીને બેઠા છે. જ્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંગ એ પણ કોંગ્રેસ છોડીને પોતાની અલગ પ્રાદેશિક પાર્ટી બનાવીને ભાજપા સાથે ગઠબંધન કરી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી લડશે. કેપ્ટન અમરિંદરસિંગે રાવતે સો.મિડીયામાં લખ્યું કે જેવું વાવશો, તેવું લણશો. તમને ભવિષ્યના પ્રયાસો માટે (જો હોય તો) શુભેચ્છા હરીશ રાવતજી.