‘ અફઘાનિસ્તાન માં મજબૂત ‘બની રહેલા આતંકી સંગઠનો
૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૧ ના રોજ તાલિબાનો એ પ્રથમ કાબુલ અને બાદ માં અફઘાનિસ્તાન ઉપર જમાવેલા પ્રભુત્વ બાદ અફઘાનિસ્તાન માં વિવિધ આતંકવાદી સંગઠનો મજબૂત થઈ રહ્યા છે. આતંકવાદી સંગઠનો પોતા ના સમુહ નો વિસ્તાર કરવા આ ક્ષેત્ર નો ઉપયોગ કરી રહ્યા છે. જ યા રે તાલિબાનો એ છે અ ફ ઘાનિસ્તા- 0 ન ઉપર કબ્દો જમાવ્યો ત્યારે એક માત્ર પાકિસ્તાન | તાલિબાન શાસન ની તરફેણ માં ખુલી E ને સામે આવ્યું હતું. એક સમયે પાકિસ્તાન ની ચડવણી થી ચીને પણ તાલિબાની નેતાઓ સાથે મંત્રણા કર્યા બાદ વિશ્વ નો પ્રતિભાવ જોતા તાલિબાનો થી સલામત અતંર બનાવી લીધું હતું. હવે ચીન ના એક વરિષ્ઠ મંત્રી એ પણ સ્વિકાર કર્યો છે કે આઈએસઆઈએ, ઈટીઆઈએમ અને અલ કાયદા જેવા પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠનો પોતાની ઉપસ્થિતિ નો વિસ્તાર કરવા માટે અફઘાનિસ્તાન નો ઉપયોગ કરી રહ્યા છે.
ચીન ના સહાયક વિદેશમંત્રી વૂ જિયાનધાઓ એ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી પરિપ્રેક્ષ્ય અને આતંરરાષ્ટ્રીય આતકવાદી ગતિવિધિ ના પુનરુથ્થાન માં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અફઘાનિસ્તાન ની સ્થિતિ વધારે જટીલ થઈ રહી છે. આતંકવાદી સંગઠનો વિસ્તાર વધારવા ઉપરાંત અરાજકતા ફેલાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાયો આતંકવાદ નો મુકાબલો કરવા માટે સાથે આવવું જોઈએ. સૌ પ્રથમ આ બાબતે જાગરુકતા વધારવા ની જરુર છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિભાવવા માં આવેલી કેન્દ્રીય ભૂમિકાઓ ને રેખા કિત કરવા ની જરુર 1 છે. તદુપરાંત વિકારૂશીલ દેશો નો ક્ષમતા નિર્માણ મજબૂત બનકાવવા ની જરુર છે. |
આપણે નવી આત[કવાદી વિચારધારા અને નવા આતંકી ખતરાઓ નો સામનો કરવા નો રહેશે. આ અંગે ચાઈના ઈન્સ્ટિટ્યુટ ઓફ કન્ટેમ્પટરી ઈન્ટરનેશનલ રિલેશન અને ચાઈના ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્ટડીઝ દ્વારા યોજાયેલી સંગોષ્ઠિ માં વિશ્વભર ના આતકવાદ વિરોધી જવાબદાર અધિકારીઓ ઉપરાંત યુ.એસ.એ., યુ.કે, રશિયા, ફ્રાન્સ, અફઘાનિસ્તાન, સંયુક્ત આરબ અમિરાત, દ.આફ્રિકા, કઝાકિસ્તાન તેમ જ મલેશિયા સહિત ૧૭ દેશો ના આતંકવાદ વિરોધી નિષ્ણાતો એ ભાગ લીધો હતો. જ્યારે મિસ્ત્ર અને બ્રાઝિલ વિડીયો લિંક થી જોડાયો હતા. આમ એક સમયે તાલિબાની શાસન ને માન્યતા આપવા વિચારી રહેલ ચીન હવે અફઘાન ની સરજમીન ઉપર આતંકી જૂથો પ્રભાવ વધારી રહ્યા નો સ્વિકાર કર્યો હતો.