અમેરિકા ચીન ને રશિયા ના સમજે
અમેરિકા સ્થિત ચીની રાજદૂત ક્વિન ગાંગ એ એક ઈન્ટર્વ્યૂ દરમ્યિાન ધમકીભર્યા સ્વરે કહ્યું હતું કે એ દુનિયા ચીન સામે યુધ્ધ માં ઉતરશે તો ભારે પડશે. અમેરિકા ચીન ને રશિયા માનવા ની ભૂલ ના કરે.
અમેરિકા ખાતે ના ચીન ના રાજદૂતે પોતાના એક ઈન્ટવ્યું માં અમેરિકા ની જ ધરતી ઉપર થી અમેરિકા ને તેમ જ સમગ્ર વિશ્વ ને ચિમકી આપી હતી. અમેરિકા ની નબળી પડેલી નેતાગિરી અને પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ જેવી આક્રમકતા ના બદલે ૭૮ વર્ષીય વયોવૃધ્ધ જો બાયડન ની નરમ નેતાગિરી સામે ચીન હવે ચીન ની ધરતી તો ઠીક છે, પરંતુ અમેરિકા ની ધરતી ઉપર થી અમેરિકા અને વિશ્વ ને ધમકી આપવા ની ગુસ્તાખી કરી રહ્યું છે.
ચીની રાજદૂતે ઈન્ટવ્યું માં કહ્યું હતું કે અગાઉ ના શીતયુધ્ધ ના સમય માં રશિયા અમેરિકા સામે હારી ગયું હતું, પરંતુ ચીન હારશે નહિ. ઇવશ્વ માં ઘણા લોકો માને છે કે અત્યારે અમેરિકા અને ચીન વચ્ચે શીતયુધ્ધ ચાલી રહ્યું છે. પરંતુ એ લોકો એ વાત ભૂલી જાય છે કે અમેરિકા હવે ત્રીસ વર્ષો અગાઉ હતું એટલું શક્તિશાળી રહ્યું નથી. અમેરિકા ચીન ને રશિયા સમજવા ની ભૂલ ના કરે. ચીન રશિયા નથી કે અમેરિકા સામે શીતયુધ્ધ માં હારી જાય. જો ચીન સામે યુધ્ધ કરવા ની કોઈ ભૂલ કરશે તો તે તેમને ભારે પડશે. અમેરિકા સામે શીતયુધ્ધ માં રશિયા ની જે સ્થિતિ થઈ હતી, તેથી ઘણા લોકો ને એમ લાગે છે કે અમેરિકા સામે ચીન ની પણ તેવી જ હાલત થશે. પરંતુ હવે ચીન ની શક્તિ ને કોઈ નજર અંદાજ કરી શકે તેમ નથી.
તદુપરાંત હાલ ની પરિસ્થિતિ માં ચીન અને અમેરિકા ના આર્થિક હિતો એક સાથે જોડાયેલા છે. આથી જ અમેરિકા કોઈ ભૂલ કરશે તો ચીન ને જે કંઈ પણ નુક્સાન થવા સાથોસાથ જ અમેરિકા ને પણ તેનું નુક્સાન ઉઠાવવું પડશે. ચીની રાજદૂતે અમેરિકી મિડીયા ને આપેલી મુલાકાત માં ધમકીભર્યા સૂર માં ઉમેર્યું હતું કે ચીન સામે નું યુધ્ધ ખૂબ ભારે પડી શકે છે. ચીન ની શક્તિ ઘણી વધારે છે અમે જાણીએ છીએ કે ઘણા અમેરિકનો ની માનસિકતા જ યુધ્ધખોર છે, પરંતુ ચીન હરગીઝ પીછેહઠ કરશે નહીં. આમ ચીની રાજદૂત સમગ્ર વિશ્વ અને ખાસ કરી ને અમેરિકા ને જ ધમકી અમેરિકી મિડીયા દ્વારા અમેરિકા ની જ ધરતી ઉપર થી આપી હતી.