આપણું રસોડું
ચીઝ બ્રેડ પીઝા
સામગ્રી :- ૬-૭ નંગ બ્રેડની સ્લાઇઝ ૨ કપ બોઇલ કરેલા મેક્રોની, ચીઝ ચીઝ એડ ગાર્લિક સોસ, ટોમેટો સોસ શિમલા મિર્ચ ટામેટાનાં પીસ મેંદો, ઘી ૧ કપ દૂધ, મરી પાવડર
રીત:
સૌ પ્રથમ પેનમાં ઘી ગરમ કરી તેમાં મેંદો ગુલાબી રંગનો શેકી લો. હવે ધીમે ધીમે દુધ રેડતા જવું અને હલાવતા જવુ. ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય ત્યાર બાદ તેને ગેસ પરથી નીચે ઉતારી લો. ત્યાર બાદ તેમાં શિમલા મિર્ચનાં ટુકડા અને ટામેટાનાં ટુકડા, મરી પાવડર,બોઇલ કરેલ મેક્રોની ઉમેરી બરાબર હલાવી લો. હવે બ્રેડની સ્લાઇઝને એક વાડકીથી કાપીને રાઉન્ડ કરી લો. હવે તેની પર ચીઝ એડલગાવી ઉપર ગાર્લિક કરેલ મેક્રોની બેઝ પાથરી ઉપર ચીઝની છીણ પાથરો. હવે તેને ઓવનમાં ગુલાબી રંગનું થાય ત્યા સુધી બેક કરી લો. હવે ગરમાગરમ ચીઝી બ્રેડ પીઝાને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લિજ્જત માણો.
રતાળુનાં કોઇન
સામગ્રી: ૧૫૦ ગ્રામ રતાળુ ૧૦૦ ગ્રામ છીણેલુ પનીર ઝીણું સમારેલું લીલું લસણ ઝીણું સમારેલ કોથમીર ૧ ચમચી આદુની પેસ્ટ અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી આમચર પાવડર ૧ કપ ટોસ્ટનો ભૂકો, ૧ ચમચી કોર્નફલોર સ્વાદ પ્રમાણે મીઠું
રીત:
-સૌ પ્રથમ રતાળુને છોલીને જાડી ગોળ સ્લાઇસ કાપી લો. ત્યાર બાદ તેને મીઠુમાં ચોળીને થોડીવાર રહેવા દો. હવે રતાળુની સ્લાઇઝને પ્રેશરપાનમાં લઇને વરાળથી બાફી લો. હવે ટોસ્ટનાં ભૂકામાં ૧ ચમચી કોર્નફલોર ભેળવી બરાબર મિક્સ કરી લો. હવે છીણેલા પનીરમાં કોથમીર, આદુની પેસ્ટ, લીલુ લસણ, મરી પાવડર, આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અને ટોસ્ટનો ભૂકો ઉમેરી પુરણ તૈયાર કરી લો. હવે પનીરના પુરણમાંથી જેટલી રતાળુની સ્લાઇઝ હોય તેટલી ટીકી તૈયાર કરી લો. બફાયેલા રતાળુની સ્લાઇઝ પર તેનાં આકાર પ્રમાણે ટીકીઓ ગોઠવીને દબાવી લો. હવે તૈયાર થયેલા કોઇન ઉપર બંને બાજુ હાથેથી થોડો કોર્નફલોર લગાવીને ગરમ કરેલા તેલમાં બદામી રંગનાં તળી લો. હવે ગરમાગરમ રતાળુનાં કોઇનને ટોમેટો સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરી લિજ્જત માણો.
ચણા-વટાણાનું શાક
સામગ્રી: ૧ કપબાફેલા વટાણા, ૧ કપ લીલા ચણા અડધો કપ ઝીણું સમારેલુ શિમલા મિર્ચ અડધો કપ ઝીણી સમારેલી કોથમીર ૧ ચમચી આદુ-મરચાંની પેસ્ટ અડધો કપ લીલુ લસણ અડધો કપ દહીં સ્વાદ પ્રમાણે મીઠું
રીત :
સૌ પ્રથમ મિક્સરમાં કોથમીર, આદુમરચાંની પેસ્ટ, લીલુ લસણ, શિમલા મિર્ચ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને પેસ્ટ જેવુ મિક્સ કરી લો. ત્યાર બાદ પેનમાં તેલ ગરમ કરી ને તૈયાર કરેલી પેસ્ટને વઘારી લો. દલર બદલાય ત્યાર બાદ તેમાં દહીં અને મરી પાવડર મિક્સ કરીને બરબિર હલાવી લો. હવે ગ્રેવી જેવુ તૈયાર થાય ત્યાર બાદ તેમાં બાફેલા ચણા અને વટાણા ઉમેરી બરાબર મિક્સ કરીને બે થી
ત્રણ મિનિટ સુધી ચડવા દો. તૈયાર થયેલા ચણા-વટાણાનાં શાકને ગરમાગરમ પરોઠા સાથે સર્વ કરો.
જીંજર સૂપ
સામગ્રી: ૨ નંગ ઝીણી સમારેલી ડુંગળી ૨ ચમચી આદુનો રસ ૧ ચમચી કોર્નફ્લોર ૩ કપ વેજી. સ્ટોક ૧ ચમચી માખણ ૧ ચમચી વિનેગર સ્વાદ પ્રમાણે મીઠું
રીત:
સૌ પ્રથમ પેનમાં માખણને ગરમ કરી તેમાં ડુંગળીને સાંતળો. સહેજ ગુલાબી રંગની થાય ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે પાણી અને વેજી. સ્ટોક ઉમેરી બરાબર હલાવો. ઉકળે ત્યારે તેમાં આદુનો રસ અને કોર્નફલોર ઉમેરી બરાબર મિક્સ કરી લો. ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય ત્યાર બાદ તેમાં વિનેગર ઉમેરી બ્રેડ સ્ટીક સાથે સર્વ કરી લિજ્જત માણો.
બર્મિઝ બુડીજો
સામગ્રી : ૨૦૦ ગ્રામ દૂધી ૧ કપ મેંદો ૧ ચમચી આદુ-મરચાંની પેસ્ટ ૧ ચમચી મરી પાવડર ૨ ચમચી ડુંગળીની પેસ્ટ ૨ ચમચી લસણની પેસ્ટ ચપટી હળદર,સ્વાદ પ્રમાણે મીઠું
રીત: –
સૌ પ્રથમ બાઉલમાં મેંદો લઇ તેમાં મરી પાવડર, આદુ-મરચાંની પેસ્ટ, હળદર, ડુંગળીની પેસ્ટ, લસણની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું | ઉમેરી બરાબર મિક્સ કરી જરુર મુજબનું પાણી ઉમેરીને ખીરો તૈયાર કરી લો. હવે દુધીની છાલ કાઢીને તેનાં જાડા ગોળ પીસ કરી લો. હવે મીઠાનાં પાણીમાં સાત થી દસ મિનિટ જેવુ રાખીને ધોઇ લેવી. ત્યાર બાદ તેલ ગરમ કરી લો. હવે દુધીનાં પીસને તૈયાર ખીરામાં બોળીને ગરમ કરેલા તેલમાં તળી લો. ગરમાગરમ બર્મીઝ બુડીજોને ટોમેટો સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરી લિજ્જત માણો.