ઉત્તરાખંડ માં હરકસિંહ માન્યા

ઉત્તરાખંડ આજકાલ બહુ ચર્ચા માં છે. ૨૦૨૨ ની વિધાનસભા ની ચૂંટણી અગાઉ પહેલા કોંગ્રેસ ના હરીશ રાવત ની નિવૃત્તિ ની વિસ્ફોટક પોસ્ટ બાદ હવે કેબિનેટ મંત્રી હરકસિંહ રાવત એ રાજીનામુ આપતા ભાજપા માં પણ મોટી હલચલ વ્યાપી ગઈ હતી.ઉત્તરાખંડ ની ભાજપા સરકાર ની કેબિનેટ મિટીંગ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ની અધ્યક્ષત માં મળી હતી. આ મિટીંગ માં કોટદ્વાર મેડિકલ કોલેજ નો પ્રસ્તાવ કેબિનેટ મત્રી હરકસિંહ રાવત દ્વારા રચાયો હતો. જો કે કેબિનેટ એ આ પ્રસ્તાવ નકારતા નારાજ કેબિનેટ મંત્રી હરકસિંહ રાવત પોતાનું રાજીનામુ ધરી દઈ ને કેબિનેટ મિટીંગ છોડી ને ચાલ્યા ગયા હતા. આના પગલે હરકસિંહ ના ખાસ અને દહેરાદૂન ની રાયપૂર વિધાનસભા સીટ ના વિધાયક ઉમેશ શર્મા કાઉ એ પણ રાજીનામુ આપી દીધું હતું.

વિધાનસભા ની ૨૦૨૨ ની ચૂંટણી અગાઉ એક કેબિનેટ મંત્રી અને એક વિધાયક ના રાજીનામાં થી ભાજપા માં હડકંપ મચવો સ્વાભાવિક હતો. વળી ભાજપા ની ચિંતા માં વધારો કરે એવા બીજા સમાચાર એવા હતા કે પોતાની ટ્વિટર પોસ્ટ થકી ઉત્તરાખંડ ની ચૂંટણી નું નેતૃત્વ પોતાના હાથ માં મેળવનાર કોંગ્રેસ ના કદાવર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત શનિવારે બપોરે જ દેહરાદૂન પહોંચવા ના હતા. | ઉત્તરાખંડ માં ચર્ચાતી વાતો મુજબ હરીશ રાવત ગત વિધાનસભા ની ચૂંટણી અગાઉ કોંગ્રેસ છોડી ને ભાજપા માં ગયેલા ઘણા વિધાયકો અને મંત્રીઓ ને પાછા કોંગ્રેસ માં લાવવા પ્રયત્નશીલ છે. અને એવું મનાય છે કે કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયા સિવાય મોટ ભાગ ના કોંગ્રેસ માં થી ભાજપા માં ગયેલા મંત્રીઓ અને વિધાયકો તેમના સંપર્ક માં છે.

તેમાં પણ કેબિનેટ મંત્રી હરકસિંહ રાવત ની ઘણા સમય થી કોંગ્રેસ માં પરત જવા ની અફવાઓ ચર્ચાતી હતી. ત્યારે ચૂંટણી અગાઉ જ કોટદ્વારા મેડિકલ કોલેજ ની માન્યતા ના અપાયા નું બહાનું આગળ કરી ને રાજીનામુ આપતા ભાજપા ની કેન્દ્રીય નેતાગિરી પણ ડેમેજ કન્ટ્રોલ કરવા માં લાગી ગઈ હતી. એમ પણ કહેવાતું હતું કે ઉમેશ શર્મા કાઉ ના રાજીનામા બાદ પણ અન્ય ત્રણ વિધાયક રાજીનામા આપી શકે છે.જો કે લેટેસ્ટ મળતા સમાચાર પ્રમાણે હરકસિંહ ને મનાવી લેવાયા છે. ભાજપા ના કેન્દ્રીય નેતૃત્વ ની દખલ બાદ હરક સિંહ માની ગયા છે. જો કે આ બાબતે હરકસિંહ તરફ થી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. રાજીનમા બાદ તેઓ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા છે અને તેમનો ફોન પણ બંધ છે.

Leave a Reply

Your email address will not be published.