એલિયન્સ નું અસ્તિત્વ
માનવજાત ની જિજ્ઞાસાવૃત્તિ પણ અજબ ગજબ ની છે. પૃથ્વી ઉપર પોતનો પાડોશી કોણ છે તેનાથી અજાણ માનવી ને સમસ્ત બ્રહ્માંડ માં આપણા ગૃહ પૃથ્વી સિવાય કોઈ જીવસૃષ્ટિ છે કે કેમ તેમ જ એલિયન્સ નું અસ્તિત્વ છે કે કેમ તે જાણવા ની બહુ ઉત્કંઠા છે.આ આશય થી જ, બ્રહ્માંડ ના રહસ્યા ને ઉજાગર કરવા તેમ જ એલિયન્સ ના અસ્તિત્વ ની શોધ માં હમણાં જ નાસા એ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ને અંતરીક્ષ માં સ્થાપિત કર્યો છે જેની ક્ષમતા આ અગાઉ ના આવા જ હબ્બલ ટેલિસ્કોપ કરતા ૧૦૦ ગણી વધારે છે. જો કે હવે મળતા સમાચાર પ્રમાણે નાસા એલિયન્સ નું રહસ્ય ઉકેલવા માટે તૈયારી કરી રહ્યું છે. કોઈ હોલિવુડ ની સાયન્સ ફિક્શન સ્ટોરી લાગે પરંતુ વાસ્તવિકતા માં નાસા એ એલિયન્સ સાથે સંપર્ક સાધવા ના હર સંભવ પ્રયાસ માં લાગી ગયું છે. આપ ને સાંભળી ને આશ્ચર્ય થશે પરંતુ નાસા એ આ માટે પાદરીઓ અને પૂજારીઓ ની ભરતી શરુ કરી દીધી છે.
જો કે તેમને અંતરીક્ષ માં મોકલવા નો કોઈ ઈરાદો નાસા નો નથી, આથી તેમને અંતરીક્ષ માં મોકલવા ની ટ્રેનીંગ નથી અપાઈ રહી, પરંતુ તેઓ ની મદદ એલિયન્સ સાથે માનવતા નો સંપર્ક કરાવવા માટે લેવાવા ની છે. અમેરિકન મિડીયા ના એક અહેવાલ પ્રમાણે નાસા અત્યારે આવા ૨૪ ધર્મશાસ્ત્રીઓ ની મદદ લઈ ને જાણવા નો પ્રયાસ કરી રહ્યું છે કે વિશ્વ ના અલગ અલગ ધર્મો માં મનુષ્ય ઉપરસંત પરગ્રહવાસીઓ (એલિયન્સ) માટે તેમની શું માન્યતા છે? નાસા નું એવું દઢ પણે માનવું છે કે જ્યારે એલિયન્સ ના સંપર્ક નો પ્રયત્ન કરાય છે ત્યારે એલિયન્સ ને લઈ ને ઉપલબ્ધ તમામ માહિતી અને માન્યતાઓ થી તેઓ અવગત હોય. નાસા ની આ યાદી માં બ્રિટીશ પાદરી રેવરડ ડૉ.એન્ડ્રયુ ડેવિસન નું નામ પણ સામેલ છે. જેમનું માનવું છે કે જ્યારે આકાશગંગા માં ૧૦૦ અબજ થી વધુ તારા અને બ્રહ્માંડ માં ૧૦૦ અબજ થી વધુ આકાશગંગાઓ છે ત્યારે પૃથ્વી ઉપરાંત બ્રહ્માંડમાં અન્યત્ર જીવન હોવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. જ્યારે પણ એલિયન્સ ની શોધ થાય છે ત્યારે તેને લઈ ને આપણી તૈયારીઓ પૂરી હોવી જોઈએ. આપણે એ વાત નો પણ ખ્યાલ રાખવો જોઈએ કે એલિયન્સ નો વર્તાવ મૈત્રીપૂર્ણ રહેશે કે આક્રમકતા દાખવશે?