ઓસિ. એ એશિઝ જીત્યો

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખેલાતો એશિઝ જંગ ક્રિકેટ રસિકો માં ખૂબ લોકપ્રિય છે. હાલ માં જ એશિઝ ખેલવા ગયેલી પ્રવાસી ઈંગ્લિશ ટીમ ને યજમાન ઓસિ.એ ૫ ટેસ્ટ મેચ ની સિરીઝ પૈકી | ની ત્રીજી ટેસ્ટ માં હાર આપતા આ ટેસ્ટ અને ( ૩-૦ની એશિઝ સિરીઝ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા એ પ્રથમ બે ટેસ્ટ જીત્યા બાદ ત્રીજી ટેસ્ટ ના પ્રથમ દિવસ થી જ મેચ ઉપર પ્રભુત્વ મેળવી લીધું હતું. પ્રથમ દિવસે ઓસિ. બોલરો એ ઈંગ્લિશ બેટ્સમેનો ને નિયંત્રણ માં રાખતા માત્ર ૬૫.૧ ઓવરો માં જ ૧૮૫ રન માં ઓલઆઉટ કરી દીધા હતા. ઇંગ્લેન્ડ તરફ થી માત્ર જો સટ ૫૦, બેરિસ્ટો-૩૫ અને સ્ટોક્સ ના રપ સિવાય કોઈ ખેલાડી નોંધપાત્ર દેખાવ કરી શક્યું ન હતું. ઓસિ તરફ થી પેટ કમિન્સ ને ૩ વિકેટ તથા નેથન લાયન ને ૩ વિકેટ મળી હતી.

જો કે ઓસ્ટ્રેલિયા એ પ્રથમ ઈનિંગ માં ૨૭૭ રન બનાવ્યા હતા. આમ ઈંગ્લેન્ડ ને ૮૨ રન ની લીડ મળી હતી. જો કે ઈંગ્લેન્ડ ના બેટ્સમેનો બીજી ઈનિંગ્સ માં પણ ક્રિઝ ઉપર ટકવા માં નિષ્ફળ રહ્યા હતા. ઓસિ. તરફ થી ડેબ્યુ મેચ રમી રહેલા સ્કોટ બેલેન્ડ સામે તો જાણે ઈંગ્લેન્ડ ના ક્રિકેટરો ઘૂંટણીયે પડી ગયા હતા. બીજી ઈનિંગ માં સ્કોટ બેલેન્ડ એ ચાર ઓવરો માં માત્ર ૭ રન આપી ને છ વિકેટ અર્થાત કે ઈંગ્લેન્ડ ની ૬૦ ટકા ટીમ ને પેવેલિયન ભેગી કરી દીધી હતી. એક તબક્કે જ્યારે ઈંગ્લેન્ડ નો સ્કોર ૬૦ રને ૫ વિકેટ નો હતો ત્યાર બાદ માત્ર ૮ રન માં ઈંગ્લેન્ડ એ પ વિકેટો ગુમાવી હતી.સ્કોટ બેલેન્ડ ઉપરસંત ઓસિ. બોલર મિશેલ સ્ટાર્કે પણ ૧૦ ઓવરો માં ૨૯ રન આપી ને ૩ વિકેટો ઝડપી હતી. આમ બીજી ઈનિંગ માં ઈંગ્લેન્ડ ની ટીમ માત્ર ૬૮ રન બનાવી ને ઓલ આઉટ થઈ જતા ઓસિ એ ઈનિંગ અને ૧૪ રને ભવ્ય વિજય મેળવ્યો હતો. સ્કોટ બોલેન્ડ પોતાની ડેબ્યુ મેચ માં જ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. આ સાથે જ ૩-૦ થી પ ટેસ્ટ ની સિરીઝ ઓસ્ટ્રેલિયાએ જીતી ને ૩૪ મી વાર એશિઝ જંગ જીત્યો હતો.

Leave a Reply

Your email address will not be published.