કારોના ઈન, જસી આઉટ
ભારત માં ઓમિકોન નો પગપેસારો થઈ ચૂક્યો છે અને તેની ખાસિયત પ્રમાણે ખૂબ ઝડપ થી ફેલાઈ રહ્યો છે. આના પગલે દિલ્હી માં યલો એલર્ટ જાહેર કરાતા સિનેમાઘરો ફરી બંધ થઈ ગયા છે. આ બધા સમાચારો વચ્ચે ૩૧ મીડિસે. એરિલીઝ થનારી શાહિદ કપૂર ની ફિલ્મ જર્સી ની રિલીઝ પણ રોકી દેવાઈ દિલ્હી માં યલો એલર્ટ જાહેર થતા સિનેમાઘરો બંધ થઈ ગયા છે. ઘણા શહેરો માં રાત્રિ કર્યુ ફરી અમલ માં આવતા રાત ના શો પણ બંધ થઈ ગયા છે. ગત સપ્તાહે રજુ થયેલી કબીર ખાન ની રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘૮૩’ પણ બોક્સ ઓફિસ ઉપર ધારી કમાણી કરવા માં નિષ્ફળ રહી છે. ૨૦૦ કરોડ ના ખર્ચે બનેલી આ ફિલ્મ ૩ દિવસ માં માત્ર ૪૭ કરોડ ની કમાણી કરતા આ ફિલ્મ ૧૦૦ કરોડ ની કમાણી કરે તેવી પણ કોઈ આશા નથી.
હવે મેકર્સે સ્વિકારી લીધું છે કે જે રીતે ચાહકો નો પ્રેમ આ ફિલ્મ ને મળ્યો હતો, તેવી કમાણી થઈ નથી. હવે ક્રિકેટ ના જ વિષય ઉપ રબનેલી શાહિદ કપૂરની ફિલ્મ જર્સી ૨કલાક ને ૫૫ મિનીટ લાંબી ફિલ્મ છે. ફિલ્મ ના પૂર જોશ માં કરાયેલા પ્રમોશન બાદ પણ મંગળવારે છેલ્લી ઘડી એ રિલીઝ પાછી ઠેલવી પડી હતી. હવે નવી રિલીઝ આગામી દિવસો માં જાહેર કરાશે. આ ઉપરાંત જર્સી ના પગલે જાન્યુઆરી માં રિલીઝ થનારી ચાર બિગ તકે ફિલ્મો ની રિલીઝ સામે પણ પ્રશ્નાર્થ ખડો થઈ ગયો છે.
જે પૈકી ૨૧ મી જાન્યુઆરી એ રિલીઝ થનારી અક્ષયકુમાર સ્ટારર પૃથ્વીરાજ ફિલ્મ નું ટ્રેલર અગાઉ થી જાહેર થયા મુજબ ૨૭ ડિસે. એ રિલીઝ થવા નું હતું. પરંતુ મેકર્સે ટ્રેલર રિલીઝ અટકાવી દીધું છે. આની ઉપરાંત ૭ મી જાન્યુઆરી એ બાહુબલી ફેમ રાજામૌલી ની ફિલ્મ આરઆરઆર, ૧૪ મી જાન્યુઆરી એ પ્રભાસ સ્ટારર ફિલ્મ રાધેશ્યામ, ર૧ મી એ પૃથ્વીરાજ અને ૨૮ મી એ જ્હોન અબ્રાહમ અને જેલિન ફર્નાન્ડિઝ સ્ટારર એટેક રિલીઝ થવા ની હતી. હવે આ ફિલ્મો ની રિલીઝ નું ભાવિ પણ ડામાડોળ લાગી રહ્યું છે.