‘કાશ્મિરમાં ઉગશે શાંતિ નો સૂરજ ?

ભારત ના અવિભાજ્ય અંગ અને સરહદી રાજ્ય જમ્મુ-કાશ્મિર માં આતંકવાદ એ દાયકાઓ જૂની અને ગંભીર સમસ્યા છે. પરંતુ કાશ્મિર માં સલામતી દળો દ્વારા સતત ચલાવાયેલા ઓપરેશન્સ અને પ્રદેશ માં થી આર્ટિકલ ૩૭૦ અને ૩૫-એ ની નાબૂદી બાદ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ આતંકવાદી ઘટનાઓ, નાગરિકો અને સુરક્ષાદળો ના લોકો ની હત્યાઓ તથા આતંકવાદીઓ ની ભરતી ની ઘટનાઓ માં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ભારત ના પાડોશી દેશ પાકિસ્તાને જ્યારે ભારત સાથે લીધા યુધ્ધ માં ત્રણ-ત્રણ વાર પછડાટ ખાધી ત્યાર બાદ તેમની અક્કલ ઠેકાણે આવી કે ભારત ને સીધા યુધ્ધ માં હરાવવું ખૂબ મુશ્કેલ છે. આથી તેમણે પ્રોક્સી વોર ને, આતંકવાદ નો માર્ગ અખત્યાર કરતા સરહદી રાજ્ય કાશિમર સૌથી સોફ્ટ ટાર્ગેટ હતું.

એક તો સરહદી રાજ્ય હોવાથી સીમા જોડાયેલી હતી અને વળી મુસ્લિમ બહુમત ધરાવતું રાજ્ય હતું. અહીં સરહદ પાર થી આતંકવાદીઓ મોકલવા ઉપરા‘ત કાશ્મિર ના જ કેટલાક મુસ્લિમ નેતાઓ ને જંગી આર્થિક સહાય દ્વારા રાજ્ય માં જ અલગાવવાદ ભડકાવ્યો. કાશ્મિર ના આવા મુસ્લિમ અલગાવવાદી નેતાઓ ના સહયોગ થી સરહદ પાર થી આતંકીઓ મોકલી રાજ્ય માં અશાંતિ સર્જી ને આજિવિકા ના મુખ્ય સાધન સમાન પ્રવાસન ઉદ્યોગ ઠપ્પ કરાવ્યો. ઝયાર બાદ બેરોજગાર, બેકાર યુવાનો ને આતંકવાદ ના રસ્તે વાળ્યા હતા. યુપીએ ના સમય માં કાશ્મિર માં આઈએસઆઈએસ અને પાકિસ્તાન ના ઝંડા ફરકાવવા સામાન્ય બાબત હતી જ્યારે શ્રીનગર ના સુવિખ્યાત લાલચોક માં તિરંગો ફરકાવવો તે સ્વપ્ન સમાન હતું. – જો કે હવે સાડાસાત વર્ષ ના મોદી શાસન દરમ્યિાન કાશ્મિર માં વિવિધ સુરક્ષા એજન્સીઓ એ અને જમ્મુ-કાશ્મિર પોલિસ ના આદરેલી આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ ની નીતિ, કેન્દ્ર સરકાર દ્વારા ખૂલી છૂટ અને સરહદે પણ સખત્તા ના હવે સુખદ પરિણામો આવી રહ્યા છે.

આ વર્ષે આતંકવાદી રેન્ક માં સામેલ થયેલા ૭૦ ટકા લોકો કાં તો માર્યા ગયા છે કાં તો ધરપકડ થઈ ચૂકી છે.કાશ્મિરમાં સ્થપાતી જતી શાતી ની અન્ય એ બાબત ઉપર થી પણ ખ્યાલ આવે છે કે આ વર્ષે રાષ્ટ્રપતિ, કેન્દ્રીય ગૃહમંત્રી, ૭૫ કેન્દ્રીય મંત્રીઓ અને ૩૨૭ સાંસદો નિર્વિદને કાશ્મિર ની મુલાકાત લઈ આવ્યા. આ ઉપરસંત ત્યાં એર શૉ પણ યોજાયો હતો. જો કે આગષ્ટ માં અફઘાન સમસ્યા બાદ ધારણા પ્રમાણે, કમનસીબે શ્રીનગર માં કેટલીક આતંકી ઘટનાઓ બની હતી. જો કે સુરક્ષા દળો એ એક સિવાય તમામ સંકળાયેલા આરોપીઓ ને વિણી વિણી ને સાફ કરી નાખ્યા હતા. હવે સરહદ પાર થી આતંકીઓ ને ઘુસાડવા નું સરળ નથી રહ્યું અને સુરક્ષદળો ના જડબેસલાક ઓપરેશન ના પગલે સ્થાનિક યુવકો ની ભરતી માં પણ જબરદસ્ત ઓટ આવી છે.આમ હવે આખરે કાશ્મિર માં શાંતિ નો સૂરજ ઉગવા ની આશા બંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published.