ચંદીગઢ નગર નિગમ ના ચોંકાવનારા પરિણામો

પંજાબ માં વિધાનસભા ની ચૂંટણી ૨૦૨૨ માં આવી રહી છે. અત્યાર થી જ તેની તૈયારી માં વિવિધ રાજકીય પક્ષો લાગેલા હોવા ઉપરાંત કૃષિ આંદોલન ના અમુક નેતાઓ પણ મળેલી લોકપ્રિયતા ને વટાવી લેવા રાજનીતિ માં કૂદી પડ્યા છે. ત્યારે રાજધાની ચંદીગઢ નગર નિગમ – ની યોજાઈ ગયેલી ચૂંટણી ના પરિણામો ચોકાવનારા પંજાબ માં – છેલ્લા પાંચ વલ વર્ષ થી કોંગ્રેસ સત્તા માં છે. તેના બહુ બોલકા પ્રદેશ અધ્યક્ષ તેમના પક્ષ ના પૂર્વ અને વર્તમાન મુખ્યમંત્રીઓ સામે છાશવારે નિવેદનો કરતા રહે છે.

વળી દિલ્હી ખાતે ના કૃષિ આંદોલન દરમ્યિાન પણ મોદી અને ભાજપા નો વિરોધ કરવા માટે થઈ ને જ કોંગ્રેસ, આપ, ડાબેરીઓ જેવા વિપક્ષો એ ખેડૂતો ને ભડકાવવાનું, તેમની સાચી-ખોટીદરેક માંગ માં સાથ આપવા નું અને કૃષિ નેતાઓ નો દરેક પ્રકારે સહાય કરી આંદોલન ચાલુ રખાવવા સરકાર સામે વિરોધ ની આગ ભડકાવવા ના હર સંભવ પ્રયાસ કર્યા હતા. આ પાછળ નો એક માત્ર ઉદેશ્ય મોદી ને નીચું દેખાડવા નો, ભાજપા ને પંજાબ ના રાજકારણ માંથી બદન મી થી ખતમ કરવા નો અને પંજાબ ના લોકો ની સહાનુભૂતિ જીતી રાજ્ય માં સત્તા જાળવી રાખવા નો હતો. જો કે રાજ્ય ની પાટનગરી ચંદીગઢ નગર નિગમ ની ચૂંટણી ના પરિણામો કોંગ્રેસ માટે આંખ ઉઘાડનારા છે.

ચંદીગઢ નગર નિગમ ની ૩૫ બેઠકો માટે યોજાયેલી ચૂંટણી માં કુલ ૨૦૨ઉ મ દ વારો એ ચૂંટણી માં ઝુકાવ્યું હતું. જો કે પરિણામો પ્ર થ મ વ ા ૨ નગર નિગમ ની ચૂંટણી લડી રહેલી આપ ને ૧૪ બેઠકો વિપક્ષો દ્વારા પંજાબ માં થી સાફ થઈ ગયેલી કહેવાતી ભાજપા ને ૧૨ બેઠકો જ્યારે કોંગ્રેસ ને ૮ બેઠકો તેમ જ અકાલિ દળ ને માત્ર ૧ બેઠક મળી હતી. આમ આપ ને પણ સત્તા મેળવવા કોંગ્રેસ ના સાથ ની જરુર પડશે. જો કે બેઠકો મેળવવા માં આપ પ્રથમ સ્થાને, માત્ર બે જ બેઠકો ના તફાવત સાથે ભાજપા દ્વિતિય સ્થાને જ્યારે પંજાબ ની સત્તાધારી કોંગ્રેસ પાર્ટી ત્રીજા સ્થાને જ્યારે પંજાબ ની પ્રાદેશિક અકાલિ દળ ને માત્ર ૧ જ બેઠક મળી હતી. રાજકીય નિષ્ણાંતો ના મતે પંજાબની આવી રહેલી વિધાનસભા ની ચૂંટણીમાં નગર નિગમ ની ચૂંટણી ના પરિણામો ની સીધી અસર જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *