જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ
શનિવારે નાસા એ ફેંચ ગુયાના સ્થિત કોશેઉ લોન્ચ સ્ટેશન ઉપર થી એશિયન ૫ ઈસીએ રોકેટ ની મદદ થી વિશ્વ નું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્ટ કોપ નું લોન્ચિગ કર્યું હતું. તેને ૧૫ લાખ કિ.મી. 1 ની ઉંચાઈએ અંતરીક્ષ માં સ્થાપિત કરાયું છે.નાસા એ યુરોપિયન અને કેનેડા ની સ્પેસ એજન્સીઓ ની મદદ થી શનિવારે અત્યાર સુધી નું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ને અંતરિક્ષ માં સફળતા પૂર્વક સ્થાપિત કર્યું છે. લગભગ ૧૦ હજાર વૈજ્ઞાનિકો ની દિવસ-રાત ની મહેનત થી આ સંભવ બન્યું હતું. હવે તે અંતરિક્ષ માં મુકાયેલા અગાઉ ના હબલ ટેલિસ્કોપ નું સ્થાન લેશે. આ ટેલિસ્કોપ ને બનાવવા માં લગભગ (૭૫,000 કરોડ રૂા.નો ખર્ચો થયો હતો.
આ વિશ્વ નું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ છે તેની ક્ષમતા નું અનુમાન એ બાબત ઉપર થી લગાવી શકાય છે કે પૃથ્વી થી ૧૫ લાખ કિ.મી. દૂર અંતરીક્ષ માં થી તે પૃથ્વી ઉપર ઉડતા પંખી ને પણ સહેલાઈ થી ઓળખી શકશે તે અગાઉ ના હબ્બલ ટેલિસ્કોપ થી ૧૦૦ ગણો વધારે શક્તિશાળી છે. આ ટેલિસ્કોપ ના ઓપ્ટિક્સ ઉપર સોના ની પાતળી પરત ચડાવાઈ છે. આના થી ઈન્ફોટેક લાઈટ ને પરાવર્તિત કરી શકાશે તેમ જ આના થી ટેલિસ્કોપ ઠંડો રહેશે. કેમેરા ને સૂરજ ની ગરમી થી બચાવવા માટે તેના ટેનિસ કોર્ટના આકાર ની પરતવાળી સનશિલ્ડ પણ લગાવાઈ છે. આ ટેલિસ્કોપ નો વ્યાસ ૨૧ 1 મિટર છે. આ પ્રોગ્રામ અમેરિકા ના ઈતિહાસ નો સૌથી મોટો ઈન્ટરનેશનલ સ્પેસ સાયન્સ પ્રોજેક્ટ છે.
તેનું નામકરણ નાસા ના બીજા હેડ જેમ્સ વેબ’ ના સ્મૃતિ માં રખાયું છે. નાસા એ આ ટેલિસ્કોપ માં અનેક એડવાન્સ ટા ક – લો જી જોડી છે જેના થી બ્રહ્માંડ ના અનેક વણઉકેલ્યા રહસ્યો ઉજાગર થશે. ૧૯૯૦ માં નાસા એ હબ્બલ ટેલિસ્કોપ અવકાશ માં મોકલ્યો હતો. જેની મદદ થી જ બ્રહ્માંડ ની વય ૧૩ થી ૧૪ અબજ વર્ષે ઓકવા માં આવી હતી. જો કે છ માસ અગાઉ હબ્બલ ટેલિસ્કોપ એ અચાનક કામ કરવા નું બંધ કરી દીધું હતું. હવે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ હબ્બલ નો ઉત્તરાધિકારી મનાય છે. તેની મદદ થી બ્રહ્માંડ ના ઉત્પત્તિકાળ માં બનેલી આકાશ ગંગાઓ, ઉલ્કાપિંડો અને અન્ય ગ્રહો ની ભાળ મેળવી શકાશે. આ ટેલિસ્કોપ બ્રહ્માંડ ના વણઉ કેલ્યા રહસ્યો ઉપર થી પરદો હટાવવા ઉપરાંત એલિયન વિષે પણ જાણકારી મેળવશે.