ટીમ ઈન્ડિયા નો ૧૧૩ રન થી ભવ્ય વિજય

યજમાન દ.આફ્રિકા ના સેન્યુરિયન ખાતે પ્રવાસી ટીમ ઈન્ડિયા સાથે ૩ ટેસ્ટ ની સિરીઝ પૈકી ની સેચૂરિયન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ માં ભારતે સા.આફ્રિકા ને ૧૧૩ રન એ હરાવી સિરીઝ માં ૧-૦ની સરરૂ ઈ મેળવી લીધી હતી.પ્રથમ ટેસ્ટ મેચ માં પ્રથમ બેટીંગ કરતા ટીમ ઈન્ડિયા એ લોકેશ રાહુલ ની શાનદાર સદી સાથે ૧૨૩ રન, મયંક અગ્રવાલ ના ૬૦, અજિંક્ય રહાણે ના -૪૮ ની મદદ થી ૩૨૭ રન બનાવ્યા હતા. દ. આફ્રિકા તરફ થી લૂંગી ગેડી – ૬, રબાડા-૩ અને જેન્સન ને ૧ વિકેટ મળી હતી. દ.આફ્રિકા એ પ્રથમ ઈનિંગ માં માત્ર બવામા-પર અને ક્વિન્ટન ડિકોક -૩૪ સિવાય અન્ય કોઈ સારો દેખાવ ના કરી શકતા માત્ર ૧૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયા તરફ થી મોહમ્મદ સામી૫, બુમરાહ અને શાર્દુલ ઠાકુર ને ૨-૨ જ્યારે મોહમ્મદ સિરાજ ને ૧ વિકેટ મળી હતી.

ટીમ ઈન્ડિયા એ ૧૩૦ રન ની સરસાઈ સાથે બીજી ઈનિંગ માં ઋષભ પંત-૩૪, લોકેશ રાહુલ -૨૩, રહાણે -૨૦ ની મદદ થી ૧૭૪ રન બનવી ને ઓલઆઉટ થતા દ.આફ્રિકા ને ૩૦૪ રન નો લક્ષ્યાંક આપ્યો હતો. દ.આફ્રિકા તરફ થી રબાડા અને જેન્સન ને ૪-૪ વિકેટો જ્યારે લૂંગી ગેડી ને ર વિકેટો મળી હતી.દ.આફ્રિકા એ જીતવા માટે ૩૦૫ રન ના લક્ષ્યાંક નો પીછો કરતા માર્કમ અને કપ્તાન એલ્ગર ઓપનિંગ માં ઉતર્યા હતા. જો કે માર્કમ માત્ર ૧ રન બનાવી ક્લિન બોલ્ડ થયો હતો. ત્યાર બાદ કપ્તાન એલ્ગર ના શાનદાર ૭૭ રન અને બવામાં ના અણનમ ૩૫ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ક્રિઝ ઉપર ના ટકી શકતા ૧૯૧ રન માં ઓલઆઉટ થઈ ગયા હતા. ટીમ ઈન્ડિયા તરફ થી બુમરાહ અને સામી ને ૩-૩ વિકેટો જ્યારે સિરાજ અને અશ્વિન ને ૨-૨ વિકેટો મળી હતી. ટીમ ઈન્ડિયા ના લોકેશ રાહુલ ને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ અપાયો હતો.


આ સાથે જ સેન્યુરિયન મેદાન માં ભારતે પહેલી જીત નોંધાવી હતી. તથા દ.આફ્રિકા ના ઘરઆંગણે જ ભારત ની આ સતત બીજી ટેસ્ટ માં જીત મેળવી હતી. આ અગાઉ ૨૦૧૮ માં ભારતે જોહાનિસબર્ગ માં રમાયેલી ટેસ્ટ માં ૨૮ રને જીત મેળવી હતી. સેચૂરિયન ટેસ્ટ જીતનારો વિરાટ કોહલી પ્રથમ ભારતીય કપ્તાન બન્યો છે. સાથે જ કોહલી ની કેપ્ટનશીપ હેઠળ ભારત ની આ સતત ત્રીજી ટેસ્ટ મેચ જીત હતી.

Leave a Reply

Your email address will not be published.