ડબલ્યુએચઓ એ ગણાવ્યો ભારે ખતરો
વિશ્વભર માં ઓમિકોન નો કહેર વ્યાપ્યો છે. વિશ્વ માં ઓમિકોન સંક્રમિતો ની સંખ્યા દિન પ્રતિદિન કૂદકે ને ભૂસકે વધતી જાય છે. પાછલા એક સપ્તાહ માં જ ઓમિકોન ના કેસો માં ૧૧ ટકા નો જંગી વધારો નોંધાતા હવે વિશ્વ આરોગ્ય સંસ્થાને પણ ઓમિકોન ને ભારે ખતરો ગણાવ્યો હતો.ઓમિકોન વેરિયન્ટ ના કારણે બ્રિટન, ઈટાલિ, ફાન્સ અને અમેરિકા સહિત વિશ્વભર માં કેસો ઝડપ થી વધી રહ્યા છે. આ નવો વેરિયન્ટ આ અગાઉ ના ડેલ્ટા વેરિયન્ટ કરતા હળવો છે તેથી આ ઓછો ઘાતક છે. પરંતુ ખૂબ જ ઝડપથી ફેલાતો હોવા થી કેસો માં થઈ રહેલો જંગી વધારો મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાન ના જણાવ્યા પ્રમાણે જે દેશો એ ડેલ્ટા વેરિયન્ટ ને પણ માત આપી હતી,ત્યાં પણ આ નવા વેરિયન્ટ ઓમિકોન ના કેસો સતત વધી રહ્યા છે. ડબલ્યુએચઓ એ પોતાના અઠવાડિક અપડેટ્સ માં જણાવ્યું હતું કે સતત આવી રહેલા રિસર્ચ ઉપર થી જ્ઞાત થાય છે કે ઓમિકોન વેરિયન્ટ ડેલ્ટા કરતા વધારે ઝડપ થી ફેલાઈ રહ્યો છે.
તે માત્ર ૨-૩ દિવસો માં જ બમણો થઈ જાય છે. આ ઝડપ ના કારણે જ વિશ્વ ના ઘણા દેશો માં પ્રસરવા ઉપરાંત જે તે દેશો માં કેસો માં પણ ઝડપ થી વધારો થઈ રહ્યો છે. તેમાં પણ બ્રિટન અને અમેરિકા જેવા દેશો જેમણે ડેલ્ટા ને પણ પાછળ છોડી દીધો હતો ત્યાં પણ ઓમિક્રોન ના કેસો એ માઝા મુકી છે. આમ નવા વેરિયન્ટ ઓમિકોન ને લઈ ને ખતરો ઘણો વધારે છે. બ્રિટન માં માત્ર ૨૪ કલાક માં કોરોના ના વિક્રમી ૧૨૯,૪૭૧ નવા કેસો, છેલ્લા એક જ સપ્તાહ માં ૭૬૩, ૨૯૫ લોકો નવા સંક્રમિત થયા હતા. જ્યારે અમેરિકા માં સાપ્તાહિક સંક્રમણ માં તોતિંગ ૫૭.૩ ટકા ના વધારા સાથે માત્ર ૨૪ કલાક માં વિક્રમી સંખ્યા માં ૨૧૩,૦૫૦ કેસો જ્યારે ૨૦ ડિસે.સાપ્તાહિક સરેરાશ પ્રમાણે એક દિવસ ના ૧,૪૯,૫૨૫ કેસો આવતા હતા તે હવે ૫૭.૭ ટકા ના ઉઠાળા સાથે ૨૩ ડિસે. ના સાપ્તાહિક સરેરાશ પ્રમાણે રોજ ના ર૩૫,૮૫૬ નવા કેસો નોંધાયા છે.
જો કે આ બધા વચ્ચે થોડી રાહત આપતા સમાચાર એવા છે કે દ.આફ્રિકા માં કોરોના ના નવા કેસો માં ર૯ ટકા નો ઘટાડો નોંધાયો છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે દ.આફ્રિકા માં જ સૌ પ્રથમ ૨૪ નવેમ્બરે ઓમિકોન વેરિયન્ટ જોવા મળ્યો હતો. આમ હવે ઓમિકોન ના ઉદ્ગમ સ્થાન દ.આફ્રિકા માં એક મહિના અને પાંચ દિવસ બાદ નવા કેસો માં ૨૯ ટકા નો ઘટાડો દર્શાવે છે કે ઓમિક્રોન વેરિયન્ટ જેટલી ઝડપથી ફેલાય છે, પરંતુ અન્ય વેરિયન્ટ જેટલો ઘાતક ના હોવા ઉપરાંત તેની ક્ષમતા પણ થોડા સમય માં જ પૂરી થઈ જાય છે જે ખરેખર ચિંતા ઓછી કરાવે તેવી બાબત છે.