ડ્રેગન ની મદદ થી સાઉદી બેલેસ્ટીક મિસાઈલ બનાવશે

શીતયુધ્ધ ના સમય થી વિપરીત હવે વિશ્વ ના દેશો જૂથવાદ કરતો પોતાના રાષ્ટ્રીય હિતો ને સર્વોપરી રાખી રહ્યા છે. અમેરિકી ગાઢ સાથી દેશ સાઉદી અરેબિયા ડ્રેગન ની સહાયતા થી પોતાની આગવી બેલેસ્ટીક મિસાઈલ બનાવી રહ્યા છે. અમેરિકા ના રાષ્ટ્રપતિ જો બાયડન ની વિદેશનીતિ ઉપર સવાલો ઉઠાવવા કોઈ નવી વાત નથી. પરંતુ હાલ માં જ પ્રસરેલા એક સમાચારે અમેરિકાની ન માત્ર વિદેશન૧તિ પરંતુ સંરક્ષણ નીતિ સામે પણ ગંભીર સવાલો ખડા કર્યા છે. અમેરિકા ના વર્ષો ના ગાઢ સાથી અને ખાસ કરી ને ખાડી ના દેશો ઉપર અમેરિકા ના પ્રભુત્વ પાછળ નું મુખ્ય કારણ અમેરિકા અને સાઉદી અરબના ગાઢ સંબંધો જ રહ્યા છે.

પંરતુ હાલ ના એક રિપોર્ટ પ્રમાણે અમેરિકા હાલ માં જેને પોતનું મુખ્ય સમર્થક માની રહ્યું છે તેવા નં.૧ દુશ્મન દેશ ચીન એ અમેરિકા ના અભેદ મનાતા ખાડી દેશો માં અને તેમાં પણ ખાસ કરી ને ખાડી દેશો નું નેતૃત્વ કરી રહેલા સાઉદી અરેબિયા સાથે ગુપ્ત રીતે સંબંધો વિકસાવી ને મહત્વ ના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. સાઉદી અરેબિયા એ ચીન ની મદદ થી પોતાના દેશ માં એક સિક્રેટ સાઈટ ડેવલપ કરી છે. જ્યાં તેઓ ચીન ની મદદ થી પોતાની બેલેસ્ટિક મિસાઈલ તૈયાર કરી રહ્યા છે. આ અંગે ની સેટેલાઈટ ઈમેજ પણ સામે આવી છે. અમેરિકી ટીવી ચેનલ સીએનએન એ દેશ ની ગુપ્તચર એજન્સી ની સેટેલાઈટ ઈમેજ જાહેર કરી છે. જેમાં કન્સ્ટ્રક્શન સાઈટ ઉપરાંત ટેસ્ટીંગ પછી નો કચરો જ્યાં ઠલવાય છે તે જગ્યા પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

આ અગાઉ પણ સાઉદી અરેબિયા ચીન પાસે થી બેલેસ્ટીક મિસાઈલ ખરીદી ચૂક્યું છે. ચીને હવે સેન્સેટીવ ટેકનોલોજી પણ સાઉદી એરિબિયા ને ટ્રાન્સફર કરી છે. અમેરિકી ગુપ્તચર એજન્સી એ આ લોકેશન ની માહિતી મેળવી લીધી છે. જો કે ચીન અને સાઉદી અરેબિયા બન્ને આ મામલે કંઈ જ બોલવા તૈયાર નથી. બાઈડન વહીવટીતંત્ર ના અત્યાર સુધી ના અનેક સવાલો ઉપર પણ કોઈ પ્રતિભાવો આપ્યા નથી. આથી અત્યારે તે કહેવું મુશ્કેલ છે કે આ પ્રોગ્રામ કયા સ્ટેજ ઉપર છે. પરંતુ આ ઘટનાક્રમ થી એ વાત તો સાબિત થાય છે કે ખાડી દેશો ના નેતૃત્વ કરનારા અમેરિકા ના ગાઢ સાથી દેશ સાઉદી અરેબિયા માં ચીને પોતાની જગ્યા બનાવી લીધી છે. આ ઉપર થી એવો અંદાજ મુકી શકાય છે કે ચીન આરબ દેશો ને ઈરાન ની પરમાણુ શક્તિ સંપન્ન દેશ બનવા નો ભય દેખાડી ને આરબ દેશો ઉપર પોતાની પકડ મજબૂત બનાવી રહ્યું છે.

જો ઈરાન એટ મીતાકાત બની જાય તો તેના થી અમેરિકા, ઈઝરાયેલ, યુરોપિયન દેશો તેમ જ આરબ દેશો તમામ ને ખતરો છે. ઈરાન ને એટમી તાકાત બનતું રોકવા બાબતે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નું આક્રમક વલણ હતું. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે આક્રમક પ્રતિબંધો ઉપરાંત સૈન્ય કાર્યવાહી ની ધમકી પણ આપી ચુક્યા હતા. જ્યારે હાલ ના રાષ્ટ્રપતિ જો બાયડન નું ઈરાન પ્રત્યે નરમ વલણ છે. તેઓ ડિપ્લોમસી ના રસ્તે ઈરાન ને અટકાવવા માંગે છે, જે હજુ સુધી સફળ થઈ રહ્યો નથી. આ ઉપરiત બાયડન સરકાર સાઉદી અરેબિયા કે ખાડી દેશો ને અગાઉ ની અમેરિકન સરકારો દ્વારા જે મહત્વ અપાતું હતું તેવું મહત્વ આપી રહ્યા નથી. આ વાત નો ચીને ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે.

અત્યંત ખાનગી રીતે બેકડોર ડિપ્લોમસી થકી સાઉદી અને બીજા ખાડી દેશો માં ઈરાન નો ભય બતાવી ને પોતાની જગ્યા બનાવી લીધી છે. ચીન અને સાઉદી અરેબિયા એ સાઉદી માં દાવાદમી નામક સ્થાને આ બેલેસ્ટીક મિસાઈલ નો ગુપ્ત પ્લાન્ટ લગાવ્યો છે. સેટેલાઈટ ઈમેજ થી સ્પષ્ટ થઈ ચુક્યુ છે કે ત્યાં ટેસ્ટીંગ પછી વધેલા સામાન નો નાશ કરકવા “બર્ન પિટ’ પ્લાન્ટ પણ એક્ટિવ છે. જો કે અત્યાર સુધી એ બાબત ની જાણકારી નથી મળી કે ચીન-સાઉદી અરેબિયા દ્વારા આ ગુપ્ત પ્રોજેક્ટ હેઠળ બનાવાઈ રહેલી બેલેસ્ટિક મિસાઈલ કેટલી રેન્જ ની તથા કેટલા પેનલોડ વાળી હશે. હવે મુશ્કેલી એ બાબત ની છે કે જો ઈરાન નો મુકાબલો કરવા ખાડી ના અન્ય દેશો પણ સાઉદી અરેબિયા ના રસ્તે ચાલવા લાગશે તો આ ક્ષેત્ર માં હથિયારો ની નવી રેસ શરુ થઈ જશે.જો કે બાયડન વહીવટી તંત્ર હાલ તો આ મામલે મૌન ધારણ કરીને બેઠું છે. ખાડી દેશો ની માફક જ ઈઝરાયેલ ને પણ બાયડન વહીવટી તંત્ર અગાઉની સરકારો જેવું મહત્વ આપતી નથી. બાયડન શાસન માં અમેરિકા ની વિદેશનીતિ અને સંરક્ષણ નીતિ સામે ચીન દ્વારા ગંભીર પડકારો ઉભા કરાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.