દાદીમા ના નુસખા

પેટનું દરદ

પેટનું દરદ ભયંકર સ્વરૂપ લઈ લે છે જેને કારણે ઘણી બેચેની થાય છે. અપચો, અજીરણ, કબજીયાત, ઝાડા, તાવ, ઉબકાં આવવા, ઉલ્ટી વગેરે થવા માંડે છે.


નુસખા – હરડેને ઘી માં સા(તળો. ત્યારબાદ તેને વાટી ચૂરણ બનાવો. આમાંથી બે ચપટી ચૂરણ ગરમ પાણી સાથે લો. અપાનવાયુ નીકળ્યા પછી પેટનો દુખાવો મટી જશે.

– એક ચમચી આદુનો રસ અને થોડું મધ મેળવી ચાંટો.

– લીંબુના રસમાં એક ચપટી સંચળ, વાટેલી થોડી મરી, વાટેલું જીરૂ મેળવી થોડો રસ પીઓ.

– અડધી ચમચી જીરૂ વાટો ત્યારબાદ તેમાં થોડું ચોખ્ખું મધ મેળવી ધીરે ધીરે ચાંટો. – એક ચમચી અજમો, એક ચપટી હીંગ અને બે ચપટી સંચળ – આ ત્રણેયને મેળવી ફાંકો અને ઉપરથી પાણી પીઓ.

– અડધી ચમચી વાટેલી સુંઠ, એક ચપટી સિંધવ મીઠું, એક ચપટી સંચળ તથા જરાક હિંગ – આ બધાને પાણીમાં ઘોળી હૂંફાળું કરી પીઓ.

– અડધી ચપટી વાટેલા લાલ મરચાંને ગોળમાં મેળવી ખાવાથી પણ પેટનું દરદ મટી જાય છે.

– થોડું જીરૂ તવા પર શેકી લો, પછી તેને

વાટી તેમાં થોડું મધ મેળવી પીઓ.

-વરિયાળીમાં સિંધવ મીઠું મેળવી ખાવાથી પણ પેટનો દુખાવો મટી જાય છે.

– એક ચમચી તુલસીનો રસ અને એક ચમચી આદુના રસને ગરમ કરી પીવાથી પેટના દુખાવામાં ઘણો લાભ થાય છે.

– જામફળના થોડા કોમળ (નવા) પાંદડા વાટી લો. ત્યારબાદ તેને પાણીમાં ઘોળી પીઓ.

– અડી ચમચી લસણનો રસ લઈ તેમાં એક ચપટી સિંધવ મીઠું મેળવો. આને ધીમે ધીમે પીવાથી પેટનો દુખાવો મટી જાય

મૂળાના બે ચમચી રસમાં ચાર દાણા મરી વાટી મેળવો. હવે તેમાં એક ચપટી મીઠું મેળવી સેવન કરો.

– આફરો થાય તો ડુંગળીની રસમાં મરી (વાટેલી) મેળવી પીઓ.

– અજમાના ચૂરણને પાણીમાં ઘોળી પેટ પર ઘસવાથી અપાનવાયુ નિકળી જાય છે.

– પાકેલા જાંબુનું શરબત પીવાથી પેટનો દુખાવો મટી જાય છે.

– ટેટીના છોતરાને બાળી ભસ્મ બનાવો, તેમાં જરાક સિંધવ મીઠું મેળવી ખાઓ.

-એક ચપટી વાટેલી લવિંગને પાણીમાં ઘોળી પીવાથી ગેસ બહાર નિકળી જાય છે. અને પેટનો દુખાવો પણ મટી જાય છે.


પથ્ય-અપથ્ય – પેટનો દુખાવો માણસને વ્યાકુળ કરી દે છે તેથી તેનો ઉપચાર તરત જ કરવો જોઈએ. આમાં દાદીમાના ઉપરોક્ત નુસખાં ઘણા ઉપયોગી છે. તે ઉપરાંત સાદુ, પચવાલાયક અને પૌષ્ટિક ભોજન કરવું જોઈએ. શાકભાજી, ફળ તથા રેશાવાળા પદાર્થો ખાવાથી પેટ હળવું રહે છે. ઘઉંના લોટને ચાળ્યા વિના જ વાપરવો જોઈએ. થોડું ચોકર ઉપરથી પણ મેળવવું ઈ. ત્યારબાદ તેની રોટલી ખાવી, રોટલીનો દરેક કોળિયો સારી રીતે ચાવીચાવીને ખાવો જોઈએ. કોળીયાની સાથે મોઢાની લાળ જેટલી વધુ પેટમાં જશે, ભોજન એટલું જ જલ્દી પચશે.


ખાતાં ખાતાં વચ્ચે પાણી પીવું જોઈએ નહીં. જમ્યા પછી ઓછામાં ઓછા એક કલાક બાદ પાણી પીવું જોઈએ. ભોજનની સાથે પાણી પીવાથી અપચો રહે છે પેટના અનેક રોગો થઈ જાય છે જેમ કે – ભૂખ ન લાગવી, અપચો, કબજીયાત, મંદાગ્નિ વગેરે. પાચન ક્રિયામાં કેટલાક તત્વો મદદગાર હોય છે. જેમ કે -પાચક વાયુ, ભીનાશ, કફ, સ મય વગેરે. વાયુ ભોજનને જઠરમાં હોંચાડે છે અને તે જ અગ્નિને બાળે છે. ભીનાશ (આદ્રતા)નું કામ છે. ભોજનને થોડા થોડા ભાગમાં વહેંચે છે. ત્યારબાદ કફ ભોજનને નરમ બનાવે

Leave a Reply

Your email address will not be published.