ધર્મસંસદ અને સુપ્રિમ ના વકીલો
ભારત દેશ માં સંપ્રદાયિકતા ના નામે દેશ ના ડાબેરી વિચારધારા ધરાવતા અને લુટિયન્સ જૂથ માં ન માત્ર દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ પંરતુ તેમને છાવરવા અને પ્રોત્સાહન આપતા રાજકીય ને ત્યાઓ, અ મ ક મિડીયા જ થા ,અ મ ક રિણાં તો વકીલો ની ફોજ હંમેશા તૈયાર હોય છે. દેશ ની સુપ્રિમ કોર્ટ ના ૭૬ વકીલો એ હરીદ્વાર ની ધર્મ સંસદ માં ધાર્મિક નેતાઓ દ્વારા કથિત નફરતભર્યા પ્રવચનો નો મામલો ધ્યાન ઉપર લેવા અપીલ કરી હતી.સુપ્રિમ કોર્ટ ના ૭૬ વકીલો પૈકી સુવિખ્યાત દુષ્યત દવે, સલમાન ખુર્શિદ અને પ્રશાંત ભૂષણ નો પણ સમાવેશ થાય છે કે જેમના રાજકીય સંપર્કો થી દેશ ની જનતા સુવિદિત છે.
આ વકીલો એ દેશ ના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી એન.વી. રમન્ના ને લખેલા પત્ર માં જણાવ્યું હતું કે હરીદ્વાર ની ધર્મ સંસદ માં ધાર્મિક નેતાઓ દ્વારા અપાયેલા નરસંહાર ના આહવાહન ને દેશ માટે ગંભીર ખતરા રુપે ગણાવ્યો હતો. આ મામલે પોલિસ દ્વારા જરૂરી કાર્યવાહી કરાઈ ના હોવા થી ત્વરીત ન્યાયિક હસ્તક્ષેપ જરુરી હોવાનું જણાવાયું હતું. પત્ર માં જણાવાયું છે કે ધર્મ સંસદ માં માત્ર નફરત ફેલાવતા નિવેદનો જ નથી થયા, પરંતુ સમાજ ના એક સમુદાય વિરુધ્ધ ખુલ્લેઆમ નરસંહાર નું એલાન કરાયું હતું. અન્ય નિવેદનો દેશ ના એક સમુદાય ના લોકો ની જીંદગી ખતરા માં નાખવા સમાન હોવા ઉપરાંત દેશ ની એકતા અને અખંડિતતા માટે ના પણ ગંભીર ખતરા સ્વરુપ છે.
આ અગાઉ પાટનગરી નવી દિલ્હી માં યોજાયેલા – ૧૬ થી ૧૯ ડિસેમ્બરે હિન્દુ યુવા વાહિની દ્વારા યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ અને ત્યાર બાદ હવે હરીદ્વાર ખાતે ચાલી રહેલી ધર્મ સંસદ દરમ્યિાન ધાર્મિક નેતાઓ એ ધાર્મિક ભાવના ભડકાવતા એક જાતિ-સમુદાય પ્રત્યે નફરતભર્યા નિવેદનો કર્યા હતા. ભાષણ માં ન માત્ર ભાષા જ નફરત ની ન હતી, પરંતુ સમગ્ર સમુદાય ના સામુહિક નરસંહાર મામલે ખુલ્લેઆમ દ્વેષપૂર્ણ નિવેદનો અપાયા હતા. મામલા ની ગંભીરતા ને જોતા સીજેઆઈ ને આ મામલે સંજ્ઞાન લઈ ને તત્કાલ ન્યાયિક હસ્તક્ષેપ કરે તે જરુરી છે.ભારત એક લોકતાંત્રિક દેશ છે જેમાં | વિવિધ ધાર્મિક સંપ્રદાયના લોકો રહે છે.

લોકત ત્રિક દેશ એ બક્ષેલા બંધારણીય અધિકારો થકી કોઈ પણ નાગરિક પોતાની પસંદ ના ધર્મ ને અનુસરી શકે છે. અને કોઈ પણ ધાર્મિક નેતા કે રાજનેતાઓ દ્વારા કોઈ પણ વિધર્મી લોકો ને મારી નાંખવા કે નરસંહાર નું આહવાહન કરવું તે ખરેખર નિંદનીય કૃત્ય છે તેમાં કોઈ બે મત નથી. પરંતુ દેશ ના એક જૂથ દ્વારા જ્યારે અમુક પસંદગી ના મુદ્દાઓ ઉપર જ બૂમરાણ મચાવાય છે તે આપત્તિજનક છે. ઉદાહરણ સ્વરુપે હાલ માં જ યુ.પી. ની ચૂંટણી ની પ્રચાર સભા માં એઆઈએમઆઈએમ ના નેતા અને સાંસદ ઓવેસી એ પ્રદેશ ની પોલિસ ને ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે, “રાજ્ય માં અમારી વસ્તી પણ ફલાણા ટકા છે. સુધરી જાજો.
આ યોગી અને મોદી કોઈ કાયમ રહેવા ના નથી. મોદી તો હિમાલય ચાલ્યા જશે અને યોગી મઠ માં! પછી તો અહીંયા અમે અને તમે જ રહેવા ના છીએ.યા – મ – અમારા થી કોણ બચાવશે ?” શું આ રાજ્ય ના કાયદો – વ્યવસ્થા ના રક્ષકો ને એક સાંસદ આવી ધમકી આપે એ યોગ્ય છે? તેના | વિરુધ્ધ કેમ કોઈ હરફ પણ આ લોકો નથી ઉચ્ચારતા? આજે ધર્મ સંસદ ના નિવેદનો ઉપર હોબાળો મચાવનારા લોકો જ્યારે ઓવૈસી ને તેમના ભાઈ દ્વારા અવારનવાર બહુમત હિન્દુ સમાજ સામે નફરતભર્યા નિવેદનો આપી ને મુસ્લિમ સમુદાય માં લોકપ્રિયતા હાંસલ કરવા ના પ્રયત્નો થયા છે ત્યારે આ જૂથ કેમ હંમેશા ચૂપ રહે છે. આ ઉપરાંત કોંગ્રેસ અને વિપક્ષો દ્વારા દલિત કે લઘુમતિ સમુદાય ઉપર થયેલા અત્યાચાર વિરુધ્ધ કાગારોળ મચાવાય છે, પરંતુ લઘુમતિઓ દ્વારા હિન્દુઓ ઉપર અત્યાચાર મામલે ખામોશ રહે છે ત્યારે કેમ અવાજ નથી ઉઠાવતો.
યુપીએ શાસન માં ગેરબંધારણીય રીતે દેશ ના સંશાધનો ઉપર પ્રથમ હક્ક મુસ્લિમો નો છે તેવું નિવેદન વડાપ્રધાન મનમોહન સિંગ એ આપ્યું ત્યારે કે પછી રામાયણ કે મહાભારત ને પરિકથાઓ અને ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ ને કાલ્પનિક પાત્રો ગણાવતી એફિડેવીટ કોંગ્રેસ પાર્ટી એ આજ સુપ્રિમ કોર્ટ માં દાખલ કરાવી હતી ત્યારે આ ૭૬ વકીલો શા માટે મૌન હતા. આવા તો અસંખ્ય દાખલાઓ છે દેશ ની બહ[મત હિન્દુઓ ને અન્યાય ના. – જેમ કે ૯૦ માં કાશ્મિરી પંડિતો નર સં હાર, સ્ત્રીઓ ઉપર ના બળાત્કાર અને આની ઉશ્કેરણી કરતા મસ્જિદો ના લાઉડ સ્પિકર બાબતે કેમ આ વકીલો, આ જૂથ મૌન ધારણ કરી ને બેઠું હતું?